નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN)એ મઉ, ઉત્તર પ્રદેશમાં મેફેડ્રોન (MD)ની ક્લેન લેબ (ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી - ગુપ્ત પ્રયોગશાળા)ને ધ્વસ્ત કરી; 11.7 કિલો મેફેડ્રોન, પ્રિકર્સર રસાયણો અને પ્રયોગશાળાના સાધનો જપ્ત કર્યા; ઓપરેશન વજ્ર 3.0 હેઠળ બે શંકાસ્પદોની અટકાયત કરી

પોસ્ટેડ ઓન: 11 NOV 2026 3:51PM by PIB Ahmedabad

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) એ આંતરરાજ્ય ડ્રગ સિન્થેટિક નેટવર્ક સામે એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેના ઓપરેશન વજ્ર 3.0 હેઠળ તાજોપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મઉ, ઉત્તર પ્રદેશમાં મેફેડ્રોન (MD) નું ઉત્પાદન કરતી એક સક્રિય ક્લેન્ડેસ્ટાઇન પ્રયોગશાળાને ઉઘાડી પાડી ધ્વસ્ત કરી હતી.

CBN MP યુનિટ દ્વારા વિકસાવવામાં આવેલી વિશિષ્ટ બાતમી પર કામ કરતા, CBN MP યુનિટ અને CBN UP યુનિટની સંયુક્ત ટીમે 08.11.2026 ના રોજ એક સંકલિત ઓપરેશન હાથ ધર્યું હતું અને સક્રિય ક્લેન્ડેસ્ટાઇન સિન્થેટિક ડ્રગ ઉત્પાદન સુવિધાને સફળતાપૂર્વક ઓળખીને તેને ધ્વસ્ત કરી હતી.

આ ઓપરેશનના પરિણામે પ્રોસેસિંગના વિવિધ તબક્કામાં 11.7 કિલો મેફેડ્રોન (MD) પુનઃપ્રાપ્ત (જપ્ત) થયું હતું. ટીમે મેફેડ્રોનના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય પ્રિકર્સર 2-બ્રોમો-4-મિથાઈલપ્રોપિયોફેનોન 20.9 કિલોગ્રામ, 3.5 કિલો એસિટિક એનહાઇડ્રાઇડ અને ડાયક્લોરોમિથેન, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ અને ઓર્ગેનિક એમાઇન્સ સહિત વિવિધ રસાયણો, સોલ્વન્ટ્સ અને પ્રોસેસિંગ રીએજન્ટ્સ આશરે 119.9 કિલો/લિટર જપ્ત કર્યા હતા.

 

ઉત્પાદનના વિવિધ તબક્કામાં જપ્ત કરાયેલ મેફેડ્રોન

આ ઓપરેશનના પરિણામે ઔદ્યોગિક ગ્રાઇન્ડર્સ અને મિક્સર્સ, સ્ટીલ ટેન્ક અને પાત્રો, હીટિંગ સાધનો, ગ્લાસ રિએક્શન અને ડિસ્ટિલેશન ઉપકરણો, તાપમાન માપવાના સાધનો, વોલ્ટેજ બેલેન્સર્સ અને સિન્થેટિક ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો ઉપરાંત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ધરાવતા સંપૂર્ણ ક્લેન્ડેસ્ટાઇન પ્રયોગશાળાના માળખાને જપ્ત કરીને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

 

ક્લેન્ડેસ્ટાઇન ઉત્પાદન પ્રયોગશાળાનું વિઘટન

ઓપરેશન દરમિયાન, ગેરકાયદેસર ઉત્પાદન નેટવર્કમાં સંકળાયેલા બે વ્યક્તિઓની NDPS એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વ્યાપક આંતરરાજ્ય નેટવર્ક, પ્રિકર્સર રસાયણોનો સ્ત્રોત, નાણાકીય જોડાણો અને ઇચ્છિત વિતરણ ચેનલોની ખાતરી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

સમગ્ર જપ્તી અને આગળની કાર્યવાહી નિર્ધારિત કાનૂની પ્રક્રિયાઓને અનુસરીને NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવી હતી.

ક્લેન્ડેસ્ટાઇન પ્રયોગશાળાને ધ્વસ્ત કરવાથી ગેરકાયદેસર મેફેડ્રોનના જંગી જથ્થાના વધુ ઉત્પાદન અને વિતરણને અટકાવવામાં આવ્યું છે અને આંતરરાજ્ય સિન્થેટિક ડ્રગ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

2026 દરમિયાન, CBNએ અત્યાર સુધીમાં 130.2 કિલો મેફેડ્રોન (MD) અને 1465.4 કિલો/લિટર પ્રિકર્સર રસાયણોની જપ્તી સાથે છ ક્લેન્ડેસ્ટાઇન લેબ્સનો પર્દાફાશ કર્યો છે. આ કેસોના સંદર્ભમાં 20 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઓપરેશન નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ અને ક્લેન્ડેસ્ટાઇન ઉત્પાદન સામે લડવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) ની સતત તકેદારી, સમર્પણ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

CBN ક્લેન્ડેસ્ટાઇન ડ્રગ ઉત્પાદન નેટવર્કને ધ્વસ્ત કરવા, પ્રિકર્સર રસાયણોના ડાયવર્ઝનને અટકાવવા, આંતરરાજ્ય ટ્રાફિકિંગ સિન્ડિકેટ્સની ઓળખ કરવા અને તેને ખોરવી નાખવા, NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓને લાગુ કરવા અને નશા મુક્ત ભારત, વિકસિત ભારતના રાષ્ટ્રીય મિશનમાં યોગદાન આપવાના તેના પ્રયાસોમાં અડીખમ છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2335092) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी