મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

કેબિનેટે નોઈડા સેક્ટર-51 થી ગ્રેટેર નોઈડા સેક્ટર-04 સુધી 5 સ્ટેશનો ધરાવતા 8.449 કિમી લંબાઈના રૂટના એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 11 NOV 2026 3:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નોઈડા મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ 5 એલિવેટેડ સ્ટેશનો ધરાવતા 8.449 કિમી લંબાઈના કોરિડોર સાથે નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી છે. આ કોરિડોર કાર્યરત થવાથી નોઈડા અને ગ્રેટર નોઈડા શહેરમાં 71.878 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે.

લાભો અને વૃદ્ધિને પ્રોત્સાહન:

નોઈડા મેટ્રો રેલ પ્રોજેક્ટના નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ શહેરના માળખાકીય વિકાસમાં એક નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ પ્રોજેક્ટ શહેરમાં મેટ્રો રેલ નેટવર્કના મોટા વિસ્તરણ તરીકે કામ કરે છે.

સુધારેલી કનેક્ટિવિટી:

નોઈડા મેટ્રો પ્રોજેક્ટના નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ આશરે 8.449 કિમીની નવી મેટ્રો લાઈનો રજૂ કરશે, જે નોઈડા અને ગ્રેટર નોઈડા શહેરમાં જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો કરશે, જેમાં હાલમાં કાર્યક્ષમ કનેક્ટિવિટીનો અભાવ છે અને તે નોઈડા સેક્ટર-61 બ્લુ લાઈન પર ઈન્ટરચેન્જ સહિત ઉચ્ચ માંગ ધરાવતા કોરિડોર સાથે સીધી કનેક્ટિવિટી પણ પૂરી પાડશે.

આ તબક્કાનો ઉદ્દેશ્ય નોઈડાના મુખ્ય વિસ્તારોને એકીકૃત રીતે જોડવાનો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • વાણિજ્યિક હબ (કોમર્શિયલ હબ) જેવા કે ગૌર સિટી મોલ, H&S મોલ અને ઓફિસ સ્પેસ, બ્લુ સેફાયર મોલ અને ગ્રેટર નોઈડા સેક્ટર-04 ખાતે કોમર્શિયલ સ્પેસ, નોઈડા સેક્ટર-51 ખાતે IKEA અને નોઈડા સેક્ટર-73 ખાતે એન્થુરિયમ મોલ.
  • મુખ્ય MNCs અને IT હબ્સ જેવા કે ટેક મહિન્દ્રા ઓફિસ, નોઈડા સેક્ટર-60 ખાતે TCL ટેક ઓફિસ, નોઈડા સેક્ટર-73 ખાતે ઓઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બોર્ડ અને ગ્રેટર નોઈડા સેક્ટર-04 ખાતે ગોલ્ડન I ઓફિસ અને કોમર્શિયલ સ્પેસ.
  • શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે નોઈડા સેક્ટર-122 ખાતે દિલ્હી પબ્લિક સ્કૂલ, વગેરે.
  • મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ સુવિધાઓ, જેમાં મુખ્યત્વે કૈલાશ હોસ્પિટલ, નોઈડા સેક્ટર-70 ખાતે રામા હોસ્પિટલ, નોઈડા સેક્ટર-51 ખાતે કલાઉડ9 હોસ્પિટલ અને નોઈડા સેક્ટર-62 ખાતે રામા હોસ્પિટલ.
  • મુખ્ય રહેણાંક સોસાયટીઓ જેવી કે નોઈડા સેક્ટર-122 ખાતે ક્લિયો કાઉન્ટી રેસિડેન્સીસ અને ગ્રેટર નોઈડા સેક્ટર-04 ખાતે ગૌર સિટી 1 અને 2.

આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ માત્ર કનેક્ટિવિટી વધારશે નહીં પરંતુ આર્થિક પ્રવૃત્તિને પણ ઉત્તેજિત કરશે અને રોજગાર, વ્યવસાય, શિક્ષણ અને સામાન્ય ટ્રાન્ઝિટ સંબંધિત રહેવાસીઓ અને મુસાફરો બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે.

  • ટ્રાફિક ગીચતામાં ઘટાડો: એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે મેટ્રો રેલ અને નોઈડા તથા ગ્રેટર નોઈડા શહેરમાં મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની અપેક્ષા છે. માર્ગ વાહનવ્યવહારના ટ્રાફિકમાં ઘટાડાથી વાહનોનું પરિવહન સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે વગેરે.
  • પર્યાવરણીય લાભો: નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરના વિસ્તરણનો ઉમેરો અને નોઈડા તથા ગ્રેટર નોઈડા શહેરમાં એકંદર મેટ્રો રેલ નેટવર્કમાં વધારો પરંપરાગત અશ્મિભૂત બળતણ-આધારિત પરિવહનની સરખામણીમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.
  • આર્થિક વૃદ્ધિ: મુસાફરીના સમયમાં ઘટાડો અને શહેરના વિવિધ ભાગો તથા દિલ્હીનું એરપોર્ટ, દિલ્હીના રેલવે સ્ટેશનો અને વિવિધ બસ ડેપો જેવા ટ્રાન્સપોર્ટેશન હબ સુધી પહોંચમાં સુધારો વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો સુધી વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. તેમજ, સુધારેલી કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને ઉત્તેજિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં જે અગાઉ ઓછી પહોંચ ધરાવતા પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે.
  • સામાજિક અસર: નોઈડામાં નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ જાહેર પરિવહન સુધી વધુ સમાન પહોંચ પૂરી પાડશે, જેનાથી વિવિધ સામાજિક-આર્થિક જૂથોને લાભ થશે અને પરિવહન અસમાનતાઓમાં ઘટાડો થશે જે મુસાફરીના સમયમાં ઘટાડો કરીને અને આવશ્યક સેવાઓ સુધી પહોંચમાં સુધારો કરીને જીવનની ઉચ્ચ ગુણવત્તામાં યોગદાન આપશે.
  • નોઈડા મેટ્રો રેલ પ્રોજેક્ટના નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ શહેર માટે એક પરિવર્તનકારી વિકાસ બનવા જઈ રહ્યું છે. તે ઉન્નત કનેક્ટિવિટી, ઘટેલી ટ્રાફિક ગીચતા, પર્યાવરણીય લાભો, આર્થિક વૃદ્ધિ અને સુધારેલી જીવનની ગુણવત્તા આપવાનું વચન આપે છે. મુખ્ય શહેરી પડકારોને સંબોધિત કરીને અને ભવિષ્યના વિસ્તરણ માટે પાયો પૂરો પાડીને, તે શહેરના વિકાસના માર્ગ અને ટકાઉપણાંને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2334981) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada