સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) મંત્રાલયે SC/ST MSEs પાસેથી ખરીદી વધારવા અંગે CPSEs સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા યોજી

પોસ્ટેડ ઓન: 10 NOV 2026 6:13PM by PIB Ahmedabad

સરકારની જાહેર ખરીદી નીતિ હેઠળ SC/ST MSEs પાસેથી ફરજિયાત 4% ખરીદીની CPSEs ની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ડો. અંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે 5 નવેમ્બર 2026ના રોજ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) સાથે એક રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ હતી. MSME મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી મર્સી એપોએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. GeM ના અતિરિક્ત મુખ્ય કારોબારી અધિકારી શ્રી અજિત ચવ્હાણ, NSIC ના અધ્યક્ષ-સહ-મેનેજિંગ ડિરેક્ટર ડો. એસ.એસ. આચાર્ય અને મંત્રાલય, જાહેર સાહસ વિભાગ તથા NSIC ના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો અને SC/ST MSEs ને સપોર્ટ કરવા માટે પોતપોતાના હસ્તક્ષેપો શેર કર્યા હતા.

BHEL, BEL, NTPC, AAI, BEML, કોલ ઇન્ડિયા લિમિટેડ સહિત કુલ 30 CPSEs એ રાઉન્ડ ટેબલ ચર્ચામાં ભાગ લીધો હતો, જે CPSEs દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવા તથા NSSHOs, GeM અને CPSEs વચ્ચે સમન્વયને વધુ ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી.

પોતાના સંબોધનમાં, સુશ્રી મર્સી એપોએ રાષ્ટ્રીય SC-ST હબ (NSSH) યોજના હેઠળ SC/ST MSEs ને પ્રોત્સાહિત કરવા અને હેન્ડહોલ્ડિંગ પૂરી પાડવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. જેના પરિણામે જાહેર ખરીદીમાં SC/ST MSEs ના હિસ્સામાં સતત વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025-26 માં, યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં SC/ST MSE પાસેથી થતી જાહેર ખરીદીમાં 36 ગણાથી વધુનો વધારો થયો છે. તેમણે આગળ એન્ટરપ્રિન્યોર અવેરનેસ એન્ડ સ્પેશિયલ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EA&SVDP) વિશે માહિતગાર કર્યા હતા, જે SC/ST MSE માં જાગૃતિ લાવવા અને CPSEs સાથે નેટવર્ક સ્થાપિત કરવા માટેની એક નવી પહેલ છે. તેમણે CPSEs ને લક્ષ્યાંક હાસલ કરવા માટે આંતરિક કાર્ય યોજના બનાવવાની અને વેન્ડર રજિસ્ટ્રેશન/એનલિસ્ટમેન્ટ પ્રક્રિયા, પ્રોડક્ટ/સર્વિસ મેચમેકિંગ, SC/ST MSEs સાથે CPSEs ના પ્રાદેશિક/સ્થાનિક કનેક્ટ અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટના સંદર્ભમાં સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી.

GeM ના અતિરિક્ત સીઈઓ શ્રી અજિત ચવ્હા નાના સાહસોને સશક્ત બનાવવા અને જાહેર ખરીદી માળખા હેઠળ મુખ્ય માઇલસ્ટોન પ્રાપ્ત કરવા તરફ MSME મંત્રાલયના નોંધપાત્ર યોગદાનનો સ્વીકાર કર્યો હતો. તેમણે સમર્પિત માર્કેટપ્લેસ ફિલ્ટર્સ દ્વારા SC/ST MSE વિક્રેતાઓની ઓળખ સહિત ટેન્ડર ભાગીદારીમાં SC/ST MSEs ને સુવિધા આપવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે ખરીદીની તકો સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના વિક્રેતાઓને, ખાસ કરીને સેવાઓ અને ઉદ્યોગ વર્ટિકલ્સ પર જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે CPSEs ને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ માટે GeM દ્વારા નિમણૂક કરાયેલા નોડલ ઓફિસરની સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

રાઉન્ડ ટેબલ ચર્ચાએ CPSEs ને તેમની ક્ષતિઓ/પડકારોને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતી CPSEs સાથે સંવાદ કરવાની તક પૂરી પાડી હતી. આ ચર્ચામાં SC/ST અને મહિલાઓની માલિકીના MSEs પાસેથી ખરીદી મજબૂત કરવા માટે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ક્ષમતા-નિર્માણની પહેલો અને ડિજિટલ સુવિધા સપોર્ટ દ્વારા CPSEs અને NSSH વચ્ચે વ્યાપક સહયોગ માટેના માર્ગોની ઓળખ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2334826) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Tamil