પોસ્ટેડ ઓન:
10 NOV 2026 1:52PM by PIB Ahmedabad
રમતગમત વિભાગે, તેની હેઠળના સંગઠનો સહિત સ્પોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE), નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (NSU), નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA), અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) ના સહયોગથી, વહીવટી સુધારણા અને જાહેર ફરીયાદ વિભાગ (DARPG) ના સ્પેશિયલ કેમ્પેઈન 6.0માં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2026 સુધી ચલાવવામાં આવેલ આ અભિયાનનો ઉદ્દેશ્ય વિભાગમાં સ્વચ્છતાના સિદ્ધાંતોને સામેલ કરીને જવાબદાર શાસન સુનિશ્ચિત કરવાનો, વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો અને ઈ-કચરાના "અસરકારક સંગ્રહ, અલગીકરણ અને નિકાલ" ના ઉદ્દેશ્ય સાથે વૈજ્ઞાનિક ઈ-કચરા વ્યવસ્થાપન કરવાનો હતો.

SAI દિલ્હી પ્રદેશે સ્પેશિયલ કેમ્પેઈન 6.0 હેઠળ સ્વચ્છતા ડ્રાઈવ યોજી હતી
રમતગમત વિભાગે "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત"ની થીમ્સને ધ્યાનમાં રાખીને દૈનિક શારીરિક ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે 2 ઓક્ટોબર, 2026ના રોજ ફિટ ઈન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રનના ઉત્સાહપૂર્વક પ્રારંભ સાથે આ પ્રયાસની શરૂઆત કરી હતી. અભિયાનના સમયગાળા દરમિયાન, વિભાગે સંસદસભ્યોના 15 પેન્ડિંગ સંદર્ભો અને 4 રાજ્ય સરકારના સંદર્ભોનો અસરકારક રીતે નિકાલ કર્યો, 120 જાહેર ફરિયાદો, 2 PMO સંદર્ભોનો ઉકેલ લાવ્યો અને 3 સંસદીય આશ્વાસનો પૂર્ણ કર્યા. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણે સુનિશ્ચિત કર્યું કે દરેક લક્ષ્ય ચોકસાઈ, સમયસરતા અને અર્થપૂર્ણ પરિણામો સાથે પ્રાપ્ત થાય. આ અભિયાને ફિઝિકલ અને ડિજિટલ ફાઇલ વ્યવસ્થાપનને પણ હાથમાં લીધું હતું. અમલીકરણ તબક્કા દરમિયાન 290 ફિઝિકલ ફાઇલોની સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં, અભિયાન દરમિયાન 340 ઈ-ફાઈલોની સમીક્ષા પૂર્ણ થઈ હતી, જે વિભાગ દ્વારા ડિજિટલ રેકોર્ડ્સ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે.

ડિયર પાર્ક, હૌઝ ખાસ ખાતે ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 7.0
જમીન પર, આ વિભાગ હેઠળના ક્ષેત્રીય કાર્યાલયો અને મુખ્યાલયોમાં પથરાયેલી 65 નિર્ધારિત સાઇટ્સ પર સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સંયુક્ત પ્રયાસના પરિણામે 50,605 ચોરસ ફૂટ જગ્યા પુનઃપ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત, અભિયાન દરમિયાન સ્ક્રેપ નિકાલથી રૂ. 9,29,946 ની આવક થઈ હતી, જે સ્વચ્છતાની શોધમાં ટકાઉપણું અને સંસાધન સાધકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. વધુમાં, આ અભિયાનની પહોંચ અને દ્રશ્યતા વધારવા માટે #SpecialCampaign6 હેશટેગનો ઉપયોગ કરીને આ વિભાગ અને તેની હેઠળના સંગઠનો દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 30 સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી.

SAI LNCPE, તિરુવનંતપુરમ ખાતે ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા 2026 હેઠળ સ્વચ્છતા શપથ લીધા
સ્પેશિયલ કેમ્પેઈન 6.0 સાથે, રમતગમત વિભાગે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2026 દરમિયાન "સ્વચ્છતામાં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત"ની થીમ સાથે સ્વચ્છતા હી સેવા (SHS) - 2026ની પણ ઉજવણી કરી હતી. તેની સ્વચ્છતા પહોંચના ભાગરૂપે, વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આપણા કાર્યસ્થળો, ઘરો અને પડોશને સ્વચ્છ રાખવાની પ્રતિબદ્ધતા સાથે 1 ઓક્ટોબરે સ્વચ્છતા શપથ લીધા હતા. વિભાગના સફાઈ કર્મચારીઓને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આવી પહેલો દ્વારા, રમતગમત વિભાગ માત્ર સ્વચ્છતાના મૂલ્યોને મજબૂત જ નથી કરતું પરંતુ વ્યાવહારિક, અસરકારક શાસનનું ઉદાહરણ પણ પૂરું પાડે છે.
SM/BS/JT