પોસ્ટેડ ઓન:
09 NOV 2026 6:23PM by PIB Ahmedabad
'માય ભારત-નેશનલ સર્વિસ સ્કીમ' (MY Bharat-NSS) એ 'વિકસિત ભારત 100 સપ્તાહ સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા' હેઠળ 153 સંસ્થાઓમાં રાષ્ટ્રવ્યાપી 'દિવાળી સ્નેહ મિલન' ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં 1,07,494 સહભાગીઓએ ભાગ લીધો હતો. આ આઠમા સાપ્તાહિક કાર્યક્રમે અભિયાનના બીજા મહિનાના સમાપનને ચિહ્નિત કર્યું હતું અને સામુહિક મેળાવડાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામુહિક શપથ અને સ્વૈચ્છિક સેવા દ્વારા વ્યસનમુકત દિવાળીને પ્રોત્સાહન આપવા માટે યુવાનો, પરિવારો અને સમુદાયના સભ્યોને એકસાથે લાવ્યા હતા.

આ પહેલનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓથી આગળ વધીને ઘરો અને પડોશ સુધી નશાખોરી નિવારણનો સંદેશ પહોંચાડવાનો હતો, જે પરિવારો અને સમુદાયોને તંદુરસ્ત વિકલ્પો અને જવાબદાર તહેવારોની ઉજવણીને પ્રોત્સાહન આપવા માટે સામુહિક જવાબદારી લેવા પ્રોત્સાહિત કરે છે. બાકીની સંસ્થાઓમાં રજાના સમયગાળા પછી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.
'નશામુક્ત દીપોત્સવ'ના ભાગરૂપે, સ્વયંસેવકો, સમુદાયના વડીલો અને બાળકોએ માટીના દીવા પ્રગટાવ્યા હતા, જે વ્યસનના અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક છે. દીપોત્સવ અને સ્નેહ મિલન મેળાવડાઓમાં 41,600 થી વધુ સહભાગીઓ જોડાયા હતા, જેમણે નશાખોરી નિવારણમાં સામુહિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવના અવસરનો ઉપયોગ કર્યો હતો.

સહભાગી સંસ્થાઓએ પ્રાદેશિક ભાષાઓમાં નુક્કડ નાટક (શેરી નાટકો) સાથે રંગોળી બનાવવાની પ્રવૃત્તિઓ અને નશામુક્ત ગીતોનું આયોજન કર્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 24,100 થી વધુ સહભાગીઓ જોડાયા હતા અને નશાખોરી અટકાવવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વને સમજાવવા અભિવ્યક્તિના પરંપરાગત અને રચનાત્મક સ્વરૂપોનો ઉપયોગ કર્યો હતો.
સામુહિક 'વ્યસનમુક્ત દિવાળી સંકલ્પ' એ આ મેળાવડાઓનો મુખ્ય ઘટક હતો, જેમાં આશરે 25,000 વ્યક્તિઓ અને પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારના નશા વગર દિવાળી ઉજવવાની શપથ લીધી હતી. આ શપથે પરિવારોને જવાબદાર ઉત્સવની પ્રથાઓ અપનાવવા અને તંદુરસ્ત વિકલ્પો પસંદ કરવામાં યુવાનોને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

એનએસએસના ધ્યેય સૂત્ર 'નોટ મી, બટ યુ' (હું નહીં, પણ તમે) ને અનુરૂપ, સ્વયંસેવકોએ તહેવારોની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડી હતી. સેવા વિંગ હેઠળ, 16,700 થી વધુ સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો, હોસ્પિટલો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં દીવા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આઉટરીચે કરુણા, સમાવેશીતા અને સમાજ સેવાના મૂલ્યોને દર્શાવ્યા હતા.
યુવા સ્વયંસેવકોએ અભિયાનની પહોંચ વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર વ્યસનમુક્ત દિવાળીનો સંદેશ ફેલાવવા માટે હેશટેગ #NashaMuktYuva નો ઉપયોગ કરીને ખાસ કરીને ફરજિયાત નુક્કડ નાટકો ધરાવતી 1,100 થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ અપલોડ કરવામાં આવી હતી.
SM/DK/JD