પોસ્ટેડ ઓન:
06 NOV 2026 12:33PM by PIB Ahmedabad
સંરક્ષણ રાજ્ય મંત્રી AISSNG-2026ના સમાપન સમારોહમાં યુવાન કેડેટ્સને પ્રોત્સાહિત કરશે.
ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સ (AISSNG)-2026ની ચોથી આવૃત્તિ 3 થી 7 નવેમ્બર 2026 દરમિયાન કર્ણાટકના વિજયપુરામાં સૈનિક સ્કૂલ બીજાપુર ખાતે યોજાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ્સ સોસાયટી દ્વારા આયોજિત, આ પાંચ દિવસીય રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમ દેશભરના કેડેટ્સને તેમની રમતગમત પ્રતિભા, સ્પર્ધાત્મક ભાવના અને મિત્રતા દર્શાવવા માટે એકત્ર કરે છે. આ કાર્યક્રમમાં કુલ 544 સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 296 છોકરાઓ અને 248 છોકરીઓ (કેડેટ્સ)નો સમાવેશ થાય છે. આ કેડેટ્સ 30 જૂની અને 13 નવી સૈનિક સ્કૂલોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ટીમોમાં ઝોનલ સ્પર્ધાઓના વિજેતાઓનો સમાવેશ થાય છે.
આ ચેમ્પિયનશિપમાં બાસ્કેટબોલ (જુનિયર બોયઝ અને ગર્લ્સ), વોલીબોલ (જુનિયર બોયઝ), બોયઝ અને ગર્લ્સ બંને માટે સબ-જુનિયર અને જુનિયર કેટેગરી માટે ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ્સ સાથે ડિબેટ અને ક્વિઝ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ટ્રેક ઈવેન્ટ્સમાં 100m, 200m અને 400m સ્પ્રિન્ટ્સ, 1500m રેસ અને 4x100m રિલેનો સમાવેશ થાય છે. સબ-જુનિયર અને જુનિયર બંને કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સ માટે લાંબી કૂદની સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ પાંચ દિવસીય રમતગમત મહોત્સવનું સમાપન 07 નવેમ્બર, 2026ના રોજ સમાપન સમારોહ સાથે થશે, જેમાં સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. નેવલ સ્ટાફના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથન અને સૈનિક સ્કૂલ બીજાપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી, શ્રી MB પાટિલ, બૃહદ અને મધ્યમ ઉદ્યોગ અને માળખાકીય વિકાસ મંત્રી, કર્ણાટક, અન્ય વિશિષ્ટ મહાનુભાવો, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહેશે.
"અજીત હૈ અભીત હૈ" ના સૂત્ર સાથે, સૈનિક સ્કૂલ બીજાપુરે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અને રાષ્ટ્રના ભાવિ નેતાઓનું ઘડતર કરવામાં તેની વિશિષ્ટ સેવાના 63 ગૌરવશાળી વર્ષ પૂર્ણ કર્યા છે. ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સનું આયોજન કરીને, આ સંસ્થા સૈનિક સ્કૂલોની સર્વોચ્ચ પરંપરાઓ અને સિદ્ધાંતોને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે, જે શિસ્ત, ભાઈચારો, રમતગમતની ભાવના અને ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે છે.
SM/BS/GP/JT