સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

DRDO દ્વારા ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું સફળ ઉડ્ડયન પરીક્ષણ કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 05 NOV 2026 7:47PM by PIB Ahmedabad

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા 5 નવેમ્બર 2026 ના રોજ આશરે 1110 કલાકે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય' (Pralay) નું સફળ ઉડ્ડયન પરીક્ષણ (flight-test) હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર દ્વારા તૈનાત વિવિધ રેન્જ સાધનો દ્વારા મેળવવામાં આવેલા ટેસ્ટ ડેટા દ્વારા પુષ્ટિ થયા મુજબ તમામ પરીક્ષણ ઉદ્દેશ્યો સંપૂર્ણપણે પ્રાપ્ત થયા હતા.

રિસર્ચ સેન્ટર ઇમારત, હૈદરાબાદે, અન્ય ડીઆરડીઓ પ્રયોગશાળાઓ સાથે મળીને, આ મિસાઇલને સ્વદેશી રીતે વિકસાવી છે. ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન-પાર્ટનર્સમાંના એક એવા ભારત ડાયનામિક્સ લિમિટેડે આ સિસ્ટમનું ઉત્પાદન કર્યું છે. યુઝર ઇવેલ્યુએશન ટ્રાયલ્સના ભાગરૂપે ડીઆરડીઓ, ઉદ્યોગ અને સંરક્ષણ દળોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઉડ્ડયન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ સાથે, આ સિસ્ટમનો (સેનામાં) સમાવેશ ખૂબ નજીક બન્યો છે.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આ સફળ ઉડ્ડયન પરીક્ષણ બદલ ડીઆરડીઓ, સંરક્ષણ દળો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ મિસાઇલ ઉભરતા જોખમો સામે લશ્કરની તકનીકી ક્ષમતાઓ અને ઓપરેશનલ સજ્જતાને વધુ મજબૂત કરશે.

સંરક્ષણ સચિવ અને સંરક્ષણ આર એન્ડ ડી વિભાગના સચિવ તથા ડીઆરડીઓ ના અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર સિંહે પણ સફળ ઉડ્ડયન પરીક્ષણ સાથે જોડાયેલી ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2333354) મુલાકાતી સંખ્યા : 24