પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતમાં મેટ્રો નેટવર્કના 2014ના 248 કિમીથી વધીને આજે લગભગ 1,200 કિમી સુધીના વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 05 NOV 2026 4:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમા મેટ્રો નેટવર્કના નોંધપાત્ર વિસ્તાર પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે, 2014 માં દેશમાં પાંચ શહેરોમાં માત્ર 248 કિમી મેટ્રો લાઇન હતી, જેની સરખામણીએ આજે 26 શહેરોમાં લગભગ 1,200 કિમી મેટ્રો લાઇન છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દરરોજ એક કરોડથી વધુ લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. તેમણે કહ્યું કે આ વિસ્તારનો અર્થ એ છે કે ટ્રાફિકમાં ઓછો સમય વિતે, પરિવાર સાથે વધુ સમય મળે, વધુ ઉત્પાદકતા અને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થાય.

શ્રી મોદીએ કહ્યું કે આ એવું પરિવર્તન છે જેમના માટે સરકાર શહેરી ભારત માટે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"ચાલો હું તમને પૂછું…

જો ભારતનું મેટ્રો નેટવર્ક 2014 પહેલા જે ગતિથી વિસ્તરી રહ્યું હતું તે જ ગતિથી વિસ્તરતું રહ્યું હોત, તો પુણે જેવા શહેરો માટે મેટ્રો મેળવવા માટે કેટલી લાંબી રાહ જોવી પડી હોત?

વર્ષો….ના…કદાચ દાયકાઓ.

અને તે અસ્વીકાર્ય હતું.

2014માં, ભારતમાં 5 શહેરોમાં માત્ર 248 કિમી મેટ્રો લાઇન હતી.

આજે, આપણી પાસે 26 શહેરોમાં લગભગ 1,200 કિમી મેટ્રો લાઇન છે.

દરરોજ 1 કરોડથી વધુ લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરે છે.

આની અસર માત્ર આંકડા કે સંખ્યાઓથી પર છે.

એનો અર્થ ટ્રાફિકમાં ઓછો સમય, પરિવાર માટે વધુ સમય, વધુ ઉત્પાદકતા અને શ્રેષ્ઠ તકો છે.

આ એ પરિવર્તન છે જેમના માટે અમે શહેરી ભારત માટે કામ કરી રહ્યા છીએ!"

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2333120) મુલાકાતી સંખ્યા : 27