પોસ્ટેડ ઓન:
04 NOV 2026 12:07PM by PIB Ahmedabad
ગ્લોબલ સાઉથના દેશોની પ્રગતિ માટે ક્ષમતા નિર્માણ, સંશોધન સહયોગ, ટેકનોલોજી ભાગીદારીને મજબૂત કરવાના સહિયારા દ્રષ્ટિકોણ સાથે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) અને રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS) ખાતે દક્ષિણ (DAKSHIN) - ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલન્સે 3 નવેમ્બર 2026ના રોજ લેટર ઓફ એસોસિએશન (LoA) પર હસ્તાક્ષર કર્યા.
દક્ષિણ (DAKSHIN) ટકાઉ, સસ્તું અને સ્થાનિક રીતે સંબંધિત ઉકેલોના વિકાસને પ્રોત્સાહન આપીને ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને પરસ્પર શિક્ષણને પ્રોત્સાહન આપવાની કલ્પના કરે છે. સંસાધનોની વહેંચણી, ટેકનોલોજી હસ્તાંતરણ, અનુભવોના આદાનપ્રદાન અને સહયોગી વ્યૂહરચનાઓ દ્વારા દક્ષિણ (DAKSHIN) સામાન્ય વિકાસલક્ષી પડકારોનો સામનો કરવા અને ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) તરફ પ્રગતિને વેગ આપવા માંગે છે. આ સંદર્ભમાં CSIR ગ્લોબલ સાઉથની વિકાસલક્ષી જરૂરિયાતો સાથે નોંધપાત્ર સુસંગતતા ધરાવતી ઉપયોગ માટે તૈયાર (ready-to-deploy), સસ્તી અને અનુકૂલનશીલ ટેકનોલોજીના પોર્ટફોલિયો સાથે તેનો વ્યાપક વૈજ્ઞાનિક અને તકનીકી જ્ઞાન આધાર આ ભાગીદારીમાં લાવે છે. આ ટેક્નોલોજીઓ ભાગીદાર દેશોમાં વ્યાપક પ્રસાર, ઉદ્યોગ-સંચાલિત અમલીકરણ અને ઉદ્યોગસાહસિકતાની સુવિધા માટે નોંધપાત્ર સંભાવનાઓ પ્રદાન કરે છે.
આ પ્રસંગે CSIRના ઇન્ટરનેશનલ S&T અફેર્સ ડિરેક્ટોરેટના વડા ડૉ. રામા સ્વામી બંસલે ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય જોડાણના મહત્વને રેખાંકિત કર્યું અને વહેંચાયેલ વિકાસલક્ષી પ્રાથમિકતાઓને સંબોધવા સહયોગી ભાગીદારીના નવીન મોડલ વિકસાવવાની સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો.
RISના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર સચિન કુમાર શર્માએ અવલોકન કર્યું કે CSIR સાથેનું જોડાણ સમગ્ર ગ્લોબલ સાઉથના દેશો માટે વૈજ્ઞાનિક નિપુણતા અને તકનીકી નવીનતાઓને સહયોગી, પ્રભાવશાળી ઉકેલોમાં અનુવાદિત કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે ખાસ કરીને આરોગ્યસંભાળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, બ્લુ ઈકોનોમી અને ડિજિટલ ઈકોનોમી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકારની સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો.
LoAના મુખ્ય ઉદ્દેશ્યોમાં સામેલ છે:
- વિકાસલક્ષી પડકારોના નવીન અને સંદર્ભ-વિશિષ્ટ ઉકેલો ઓળખવા માટે સંયુક્ત નીતિગત અભ્યાસોને પ્રોત્સાહન આપવું.
- વિકાસલક્ષી હસ્તક્ષેપોના વ્યાપને વધારવાની સુવિધા માટે સંબંધિત સંસ્થાઓ અને એજન્સીઓને જોડવી.
- ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ અને કૌશલ્ય ઉન્નતીકરણને પ્રોત્સાહન આપવું.
- ગ્લોબલ સાઉથના દેશોમાં સામૂહિક આત્મનિર્ભરતાને મજબૂત કરવા વિકાસના અનુભવો, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સફળતાની વાર્તાઓનું દસ્તાવેજીકરણ અને આદાનપ્રદાન કરવું.
આ જોડાણ સાઉથ-સાઉથ કોર્પોરેશન (South-South cooperation) વધારવા, આંતરરાષ્ટ્રીય ભાગીદારીને ઉત્પ્રેરિત કરવા અને યોગ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ઉકેલોના હસ્તાંતરણ, અનુકૂલન અને જમાવટને સરળ બનાવવા માટે એક અર્થપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે તેવી અપેક્ષા છે. CSIRની વૈજ્ઞાનિક અને તકનીકી નિપુણતા અને દક્ષિણ (DAKSHIN) ના વૈશ્વિક જોડાણ પ્લેટફોર્મનો લાભ ઉઠાવીને, આ સહયોગનો હેતુ ગ્લોબલ સાઉથમાં સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં યોગદાન આપીને, સસ્તું, ટકાઉ અને સ્થાનિક રીતે સંબંધિત ટેક્નોલોજી ઉકેલો અને ઉત્પાદનોના વિકાસ અને પ્રસારને ટેકો આપવાનો છે.

SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com