પોસ્ટેડ ઓન:
01 NOV 2026 12:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કન્નડ રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે કર્ણાટક સમૃદ્ધ પરંપરાઓ, નોંધપાત્ર સિદ્ધિઓ અને અપાર સંભાવનાઓની ભૂમિ છે. તેના ભવ્ય વારસા અને કાયમી રિવાજોએ આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવ્યું છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, "તેમની સખત મહેનત, ઉદ્યોગસાહસિક ભાવના અને અસાધારણ કુશળતા દ્વારા - ખાસ કરીને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં - કર્ણાટકના લોકોએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. માહિતી ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને એરોસ્પેસથી લઈને કૃત્રિમ બુદ્ધિ, અદ્યતન ઉત્પાદન અને સ્ટાર્ટઅપ્સ સુધી, કર્ણાટકના લોકોએ વારંવાર તેમની કુશળતા દર્શાવી છે."
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
કન્નડ રાજ્યોત્સવના આનંદદાયક અવસર પર કર્ણાટકના લોકોને હાર્દિક શુભેચ્છાઓ!
કર્ણાટક સમૃદ્ધ પરંપરાઓ, નોંધપાત્ર સિદ્ધિઓ અને અપાર સંભાવનાઓની ભૂમિ છે. તેના ભવ્ય વારસા અને કાયમી રિવાજોએ આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવ્યું છે.
કર્ણાટકના લોકોએ તેમની સખત મહેનત, ઉદ્યોગસાહસિક ભાવના અને અસાધારણ કુશળતા દ્વારા - ખાસ કરીને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં - પોતાના માટે એક અલગ ઓળખ બનાવી છે. માહિતી ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને એરોસ્પેસથી લઈને કૃત્રિમ બુદ્ધિમત્તા, અદ્યતન ઉત્પાદન અને સ્ટાર્ટઅપ્સ સુધી કર્ણાટકના લોકોએ સતત તેમની ક્ષમતા દર્શાવી છે. તેઓ મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારોના ઉકેલો શોધવામાં મોખરે રહ્યા છે.
આ ખાસ પ્રસંગ લોકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે.
ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು!
ಕರ್ನಾಟಕವು ಶ್ರೀಮಂತ ಪರಂಪರೆ, ಗಮನಾರ್ಹ ಸಾಧನೆಗಳು ಮತ್ತು ಅಪಾರ ಸಾಧ್ಯತೆಗಳ ನಾಡಾಗಿದೆ. ಇದರ ವೈಭವೋಪೇತ ಪಾರಂಪರಿಕ ಶ್ರೇಷ್ಠತೆ ಹಾಗೂ ಸಾರ್ವಕಾಲಿಕ ಆಚಾರ, ವಿಚಾರಗಳು ನಮ್ಮ ದೇಶದ ಸಾಂಸ್ಕೃತಿಕ ಭವ್ಯತೆಯನ್ನು ಮತ್ತಷ್ಟು ಶ್ರೀಮಂತಗೊಳಿಸಿವೆ.
ಕರ್ನಾಟಕದ ಜನರು ತಮ್ಮ ಕಠಿಣ ಪರಿಶ್ರಮ, ಉದ್ಯಮಶೀಲತೆ ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಭವಿಷ್ಯದ ವಲಯಗಳಲ್ಲಿನ ಅದ್ಭುತ ಕೌಶಲ್ಯಗಳ ಮೂಲಕ ತಮ್ಮದೇ ಆದ ವಿಶಿಷ್ಟ ಛಾಪು ಮೂಡಿಸಿದ್ದಾರೆ. ಮಾಹಿತಿ ತಂತ್ರಜ್ಞಾನ, ಜೈವಿಕ ತಂತ್ರಜ್ಞಾನ ಮತ್ತು ಬಾಹ್ಯಾಕಾಶ ಕ್ಷೇತ್ರದಿಂದ ಹಿಡಿದು ಕೃತಕ ಬುದ್ಧಿಮತ್ತೆ, ಸುಧಾರಿತ ಉತ್ಪಾದನೆ ಹಾಗೂ ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ಗಳವರೆಗೆ, ಕರ್ನಾಟಕದ ಜನರು ತಮ್ಮ ಚಾಣಾಕ್ಷತೆ ಹಾಗೂ ನೈಪುಣ್ಯತೆಯನ್ನು ಪದೇ ಪದೇ ಪ್ರದರ್ಶಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಜಾಗತಿಕ ಮಟ್ಟದ ಜಟಿಲ ಸವಾಲುಗಳಿಗೆ ಪರಿಹಾರಗಳನ್ನು ಒದಗಿಸುವಲ್ಲಿ ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದ್ದಾರೆ.
ಈ ವಿಶೇಷ ಸಂದರ್ಭವು ಜನರ ಜೀವನದಲ್ಲಿ ಸಂತಸ ಮತ್ತು ಸಮೃದ್ಧಿಯನ್ನು ತರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com