પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 01 NOV 2026 12:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ભવ્ય વારસો, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યની ભૂમિ છે અને તેના વિશ્વ-પ્રસિદ્ધ વારસા સ્થળો રાજ્યની ઐતિહાસિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે.

શ્રી મોદીએ જણાવ્યું કે, "મધ્યપ્રદેશના લોકોએ તેમની પ્રતિભા અને ઉદ્યોગસાહસિક ભાવના દ્વારા દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કૃષિ, ઉદ્યોગ, પર્યટન, શિક્ષણ અને માળખાગત સુવિધાઓથી લઈને નવીનતા સુધી, રાજ્ય નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે."

પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:

મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ!

આપણું રાજ્ય ભવ્ય વારસા, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની ભૂમિ છે. અહીંના વિશ્વપ્રસિદ્ધ વારસાના સ્થળો તેની ભવ્ય ઐતિહાસિક ઓળખને વધુ ઉજ્જવળ બનાવે છે.

મધ્યપ્રદેશના લોકોએ પોતાની પ્રતિભા અને ઉદ્યમી ભાવના દ્વારા દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓથી લઈને ઇનોવેશન સુધી, રાજ્ય સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. પોતાના સર્વાંગી વિકાસની સાથે સાથે, તે 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

હું પ્રાર્થના કરું છું કે આ વિશેષ અવસર રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2331103) મુલાકાતી સંખ્યા : 32