સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશેષ અભિયાન 6.0: ટપાલ વિભાગે એક દિવસીય દેશવ્યાપી સમર્પિત પ્રવૃત્તિઓનું આયોજન કર્યું


ટપાલ વિભાગે 1,861 'ડાક ચૌપાલ' યોજી

સ્વચ્છતા પ્રવૃત્તિઓએ 55,952 સ્થળોને આવરી લીધા; 9,007 જાહેર ફરિયાદોનો નિકાલ કર્યો

પોસ્ટેડ ઓન: 27 OCT 2026 6:40PM by PIB Ahmedabad

સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે વિશેષ અભિયાન 6.0ના ભાગરૂપે 23 ઓક્ટોબર 2026 ના રોજ દેશભરમાં 1,861 'ડાક ચૌપાલ'નું આયોજન કર્યું હતું, જેથી નાગરિકો સાથેનું જોડાણ મજબૂત કરી શકાય અને ટપાલ તથા સરકારી સેવાઓને લોકોની વધુ નજીક લાવી શકાય. આ સમર્પિત એક દિવસીય કાર્યક્રમ દરમિયાન દેશવ્યાપી આશરે 55,952 સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી અને 9,007 જાહેર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG)ની પહેલના પ્રતિસાદ રૂપે હાથ ધરવામાં આવેલા આ કાર્યક્રમમાં નાગરિક આઉટરીચ, ફરિયાદ નિવારણ, સ્વચ્છતા, પર્યાવરણીય ટકાઉપણું અને ટપાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારણા પર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ડાક ચૌપાલ: નાગરિકો સુધી સરકારી સેવાઓ પહોંચાડવી ડાક ચૌપાલે ટપાલ અધિકારીઓ અને નાગરિકો વચ્ચે સીધા સંવાદ માટેના મંચ તરીકે સેવા આપી હતી, જેણે ટપાલ અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતિ લાવવા, જાહેર ફરિયાદોનું નિવારણ કરવા અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે પ્રતિસાદ મેળવવામાં સુગમતા પૂરી પાડી હતી.

આ પ્રવૃત્તિઓમાં પોસ્ટેલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) અને રૂઇરલ પોસ્ટેલ લાઇફ ઇન્સ્યોરન્સ (RPLI) યોજનાઓ વિશે જાગૃતિ લાવવી અને સુવિધા પૂરી પાડવી, સુલભ ટપાલ સેવાઓને પ્રોત્સાહન આપવું અને સ્થાનિક સમુદાયો સાથે જોડાણ કરવાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન 9,007 જાહેર ફરિયાદોનું નિવારણ ટપાલ વિભાગની પ્રતિભાવશીલ શાસન અને નાગરિકોની ચિંતાઓના સમયસર ઉકેલ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

દેશવ્યાપી સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉપણું અભિયાન બ્રાંચ પોસ્ટ ઓફિસો, મેઇલ ઓફિસો અને વહીવટી મથકો સહિતની તમામ પોસ્ટ ઓફિસોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતા પ્રવૃત્તિઓએ 55,952 સ્થળોને આવરી લીધા હતા, જેણે સ્વચ્છ વાતાવરણ અને સુધારેલા જાહેર સ્થળોમાં યોગદાન આપ્યું હતું.

ટપાલ વર્તુળો (Postal Circles) એ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે પણ પહેલો હાથ ધરી હતી, જેમાં કચરાના પૃથક્કરણ, કમ્પોસ્ટિંગ અને જવાબદાર કચરા વ્યવસ્થાપન પર જાગૃતિ અભિયાનોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓએ સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરી અને સ્વચ્છતા તથા પર્યાવરણીય જવાબદારીના સિદ્ધાંતોને બળ આપ્યું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને સમુદાય જોડાણ ટપાલ મથકોએ ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, જાહેર જનતા માટેના વિસ્તારોને વધારવા અને ઉપલબ્ધ જગ્યાનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરવા પહેલો હાથ ધરી હતી. રચનાત્મક સૌંદર્યીકરણ, જાળવણી અને અન્ય સુધારણા પ્રવૃત્તિઓએ ટપાલ મથકોને વધુ સ્વચ્છ અને વધુ આવકારદાયક બનાવવામાં યોગદાન આપ્યું હતું.

આ સમર્પિત એક દિવસીય કાર્યક્રમ વિશેષ અભિયાન 6.0 ના ઉદ્દેશ્યો, ખાસ કરીને સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવી, ફરિયાદ નિવારણને મજબૂત બનાવવું, નાગરિક જોડાણ વધારવું અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા પ્રત્યે ટપાલ વિભાગની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ટપાલ મથકોને વધુ સ્વચ્છ, વધુ સુલભ અને નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવવા માટે વિભાગ આ પહેલો આગળ પણ ધપાવવાનું ચાલુ રાખશે.

SM/JD


(રીલીઝ આઈડી: 2329205) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी