સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
TRAI દ્વારા પંચમહાલ ખાતે કન્ઝ્યુમર આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
પોસ્ટેડ ઓન:
16 OCT 2026 4:07PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા 16 ઓક્ટોબર 2026ના રોજ પંચમહાલ સ્થિત પંચામૃત ડેરી ખાતે કન્ઝ્યુમર આઉટરીચ પ્રોગ્રામ (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગમાં ઉપભોક્તા ફરિયાદ નિવારણ" માટે ટ્રાઈની પહેલો, ગ્રાહક ફરિયાદ નિવારણ વ્યવસ્થાપન અને સાયબર ફ્રોડ તથા અનિચ્છનીય વ્યાપારી સંદેશાઓ (સ્પામ) ને રોકવા માટે લેવામાં આવેલા પગલાં વિશે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત હતો.

આ કાર્યક્રમમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રોમાં સેવાની ગુણવત્તા (QoS) સુધારવા માટે હાથ ધરવામાં આવેલા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહક ફરિયાદ નિવારણ માળખા, ફરિયાદ નિવારણની ઉચ્ચ સ્તરીય પ્રક્રિયાઓ અને ટ્રાઈના નિયમો હેઠળ નિર્ધારિત ગ્રાહક અધિકારો પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી જય પ્રકાશ ગર્ગ, જોઈન્ટ એડવાઈઝર, પ્રાદેશિક કાર્યાલય જયપુરના ઉદ્ઘાટન સંબોધન સાથે થઈ હતી, જેમણે ગ્રાહક જાગૃતિના મહત્વ અને સ્પામ તથા છેતરપિંડીવાળી ટેલિકોમ પ્રથાઓ સામે ગ્રાહકોનું રક્ષણ કરવા માટેના ટ્રાઈના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

ટ્રાઈ પ્રાદેશિક કાર્યાલય જયપુરના SRO શ્રી સંજીવ મીણા દ્વારા "ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગમાં ઉપભોક્તા ફરિયાદ નિવારણ" વિષય પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અનિચ્છનીય વ્યાપારી સંદેશાઓ પર અંકુશ મેળવવો, ટ્રાઈ ડીએનડી (TRAI DND) એપ, ગ્રાહક ફરિયાદ નિવારણ માળખા અને અન્ય ગ્રાહક-કેન્દ્રીત પગલાંઓ જેવી ટ્રાઈની પહેલો આવરી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના PSI શ્રી સુમિત પરમાર દ્વારા સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ પર એક નિષ્ણાત સત્ર પણ યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ, મલ્ટી સર્વિસ ઓપરેટરો (કેબલ ઓપરેટરો), ગ્રાહક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પંચમહાલ ડેરીના કર્મચારીઓ તથા કામદારોએ હાજરી આપી હતી, જેમાં વાસ્તવિક જીવનના છેતરપિંડીના કિસ્સાઓ અને નિવારક પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન ટ્રાઈ પ્રાદેશિક કાર્યાલય જયપુરના SRO શ્રી સંજીવ મીણા દ્વારા તમામ સહભાગીઓનો આભાર માનીને કરવામાં આવ્યું હતું.
(રીલીઝ આઈડી: 2324353)
મુલાકાતી સંખ્યા : 19