નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 14 થી 18 ઓક્ટોબર 2026 દરમિયાન બેંગકોક, થાઈલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે


કેન્દ્રીય નાણામંત્રી આઈએમએફ-વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોમાં ઉપસ્થિત રહેશે

ઘણા દેશો અને સંગઠનો સાથેની દ્વિપક્ષીય બેઠકો ઉપરાંત નાણાં મંત્રી G20 અને G7 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠકોમાં પણ ભાગ લેશે

શ્રીમતી સીતારમણ ભારતની આર્થિક ગતિશીલતા દર્શાવવા માટે વિવિધ મંચો પર બહુપક્ષીય સંવાદોમાં ભાગ લેશે

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 3:06PM by PIB Ahmedabad

નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંક ગ્રુપની વાર્ષિક બેઠકો તેમજ G20 અને G7 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (FMCBG) ની બેઠકોમાં ભાગ લેવા માટે 14 થી 18 ઓક્ટોબર, 2026 દરમિયાન બેંગકોક, થાઈલેન્ડની સત્તાવાર મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન, કેન્દ્રીય નાણાં મંત્રી વર્તમાન આર્થિક વિકાસ અને નાણાંકીય ક્ષેત્રના મુદ્દાઓ સહિત મુખ્ય વૈશ્વિક આર્થિક અને નાણાંકીય મુદ્દાઓ પર બહુપક્ષીય બેઠકો અને ચર્ચાઓની શ્રેણીમાં ભાગ લેશે. આ જોડાણો વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય, વિકાસની પ્રાથમિકતાઓ અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય સહયોગ પર દ્રષ્ટિકોણની આપ-લે કરવાની તક પૂરી પાડશે.

કેન્દ્રીય નાણાં મંત્રી કિંગડમ ઓફ થાઈલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી મહામહિમ એકનિતી નીતિથાનપ્રપાસ; અને સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, લક્ઝમબર્ગ, ભૂતાન અને કુરાકાઓના નાણા મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજવા માટે પણ નિર્ધારિત છે.

તેઓ આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી ક્રિસ્ટાલિના જ્યોર્જિવા; અને જાપાન બેંક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) ના ગવર્નરને પણ મળશે.

મંત્રીસ્તરીય જોડાણો ઉપરાંત, શ્રીમતી સીતારામન વૈશ્વિક નીતિ ઘડવૈયાઓ, નાણાકીય સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારોને સાંકળતી ચર્ચાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાં ભારતના વિકાસ દ્રષ્ટિકોણ, વેપાર સ્થિતિસ્થાપકતા અને પહોંચ, આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારા, ભારત અને આસિયાન, અને વિકસિત ભારત 2047 તરફનો માર્ગ જેવા વિષયો પર એટલાન્ટિક કાઉન્સિલ ફાયર-સાઇડ ચેટ; અને શહેરી અને જળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી મૂડી એકત્રિત કરવા - શહેરોને રોકાણ યોગ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવા અંગેના જર્મની સાઇડ ઇવેન્ટનો સમાવેશ થાય છે.

આ જોડાણો વૈશ્વિક આર્થિક મહત્વના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંવાદ અને સહયોગને મજબૂત કરતી વખતે ભારતની આર્થિક કામગીરી, સુધારાની પ્રાથમિકતાઓ અને રોકાણની તકોને રેખાંકિત કરવા માટે એક મંચ પૂરો પાડશે.

આ મુલાકાત બહુપક્ષીય સંસ્થાઓ સાથે ભારતના સક્રિય જોડાણ અને વૈશ્વિક આર્થિક તથા નાણાંકીય પડકારો પર રચનાત્મક આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323237) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada