પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન કર્યું


નવી દિલ્હીમાં 55 લોધી એસ્ટેટ IBCAના મુખ્યાલયનું નવું સરનામું બન્યું

પોસ્ટેડ ઓન: 12 OCT 2026 6:29PM by PIB Ahmedabad

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA)ના નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન આજે નવી દિલ્હીમાં 55 લોધી એસ્ટેટ ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીજી (IBCA) ડૉ. એસ.પી. યાદવે ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને IBCA, તેની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની ટૂંકી માહિતી આપી હતી. ઉદ્ઘાટન સમારોહમાં ડીજી (વન) અને વિશેષ સચિવ (MoEFCC) શ્રી સંતોષ તિવારી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી; ડીજી, ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ (GBA); ડીજી, કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI); ડીજી, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA); અને ભારતમાં વિવિધ આંતરરાષ્ટ્રીય/યુએન સંગઠનોના વડાઓ/પ્રતિનિધિઓ, એટલે કે UN, UNDP, વર્લ્ડ બેંક, UNICEF, ADB, WWF, IUCN, UNEP, FAO અને UNDSS, વગેરેની સહભાગિતા પણ જોવા મળી હતી.

IBCA વિશે

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, સંધિ-આધારિત આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન, વિશ્વની સાત બિગ કેટ્સ એટલે કે સિંહ, વાઘ, દીપડો, હિમ-દીપડો, ચિત્તો, જેગુઆર અને પ્યુમાના સંરક્ષણ માટે ભારતમાં મુખ્યાલય સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે.

ભારત સરકારે પાંચ વર્ષ (2023-24 થી 2027-28) માટે ₹150 કરોડના પ્રારંભિક યોગદાનનું વચન આપ્યું છે. અત્યાર સુધીમાં, ભારત સહિત વિશ્વભરના 29 દેશો સભ્યો તરીકે IBCA માં જોડાયા છે અને 5 દેશોએ નિરીક્ષક (Observers) બનવાનું પસંદ કર્યું છે અને અન્ય 11 દેશોએ આ એલાયન્સના સભ્ય બનવા માટે સંમતિ આપી છે.

IBCA ની સ્થાપનાના અઢી વર્ષના ટૂંકા ગાળા દરમિયાન, તેના મહત્વના માઇલસ્ટોન નીચે મુજબ છે:

  • વિવિધ દેશોના વિદેશી સહભાગીઓ માટે MEA દ્વારા પ્રાયોજિત ITEC કાર્યક્રમ હેઠળ બે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
  • 20 દેશોના વેટરનરી ડોકટરો માટે પ્રાઇમ (PRIME) કેટ હેલ્થ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો.
  • CITES COP, UNFCCC COP, CITES સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય મંચોમાં વ્યાપક અને અર્થપૂર્ણ ભાગીદારી પ્રાપ્ત કરી.
  • આંતરરાષ્ટ્રીય વેબિનાર્સ, ગ્લોબલ ફોટોગ્રાફી સ્પર્ધાઓ જેવી જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓ યોજાઈ.

SM/JY/JD

 


(રીલીઝ આઈડી: 2322449) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी