સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દીવમાં પશ્ચિમ ઝોનની પ્રાદેશિક સમીક્ષા બેઠકનું આયોજન
બેઠકમાં મંત્રાલયના અધિકારીઓ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોના વરિષ્ઠ પ્રતિનિધિઓએ હાજરી આપી
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MoSJE)ના સચિવ શ્રી સુધાંશ પંતે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા, લાભાર્થી સેચ્યુરેશન અને પરિણામલક્ષી અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુખ્ય કલ્યાણ, સામાજિક સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી
પોસ્ટેડ ઓન:
09 OCT 2026 9:35PM by PIB Ahmedabad
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દેશના પશ્ચિમ ઝોનમાં મુખ્ય કલ્યાણ, સામાજિક સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા યોજનાઓના અમલીકરણની વ્યાપક સમીક્ષા કરવા માટે આજે અહીં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (DNH&DD) કેન્દ્રશાસિત પ્રદેશમાં દિવસભરની પ્રાદેશિક સમીક્ષા બેઠક (RRM) યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રાજસ્થાન, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે દાદરા અને નગર હાવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ એકત્ર થયા હતા.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ, શ્રી સુધાંશ પંતે બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પ્રાદેશિક સમીક્ષા બેઠકના મુખ્ય અમલીકરણ અગ્રતાઓ અને ઉદ્દેશ્યોની રૂપરેખા આપી હતી.
DNH&DD ના કેન્દ્રશાસિત પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ, પ્રાદેશિક સમીક્ષા બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

સમીક્ષા બેઠકમાં હાજરી આપનાર કેન્દ્રશાસિત પ્રદેશના અન્ય વરિષ્ઠ અધિકારીઓમાં સામાજિક કલ્યાણ વિભાગના સચિવ શ્રી આશિષ મોહન, દીવના કલેક્ટર શ્રી રાહુલ દેવ બૂરા અને સામાજિક કલ્યાણ વિભાગના નિયામક તથા નાયબ સચિવ શ્રી પુનીત કુલશ્રેષ્ઠનો સમાવેશ થતો હતો.
આ ચર્ચામાં સહભાગી થયેલા રાજ્યોના વરિષ્ઠ પ્રતિનિધિઓમાં રાજસ્થાન સરકારના સામાજિક કલ્યાણ વિભાગના નિયામક શ્રી લલિત કુમાર; ગોવા સરકારના સામાજિક કલ્યાણ વિભાગના નિયામક શ્રી દીપક દેસાઈ; મહારાષ્ટ્ર સરકારના સામાજિક કલ્યાણ વિભાગના કમિશનર સુશ્રી દીપા મુધોલ મુંઢે; અને મહારાષ્ટ્ર સરકારના નિયામક સુશ્રી સોનાલી મુલેનો સમાવેશ થતો હતો.સામાજિક કલ્યાણ વિભાગના સચિવ શ્રી આશિષ મોહન, દીવના કલેક્ટર શ્રી રાહુલ દેવ બૂરા અને સામાજિક કલ્યાણ વિભાગના નિયામક-સહ-નાયબ સચિવ શ્રી પુનીત કુલેશ્રેષ્ઠ, સમીક્ષા બેઠકમાં હાજરી આપનારા કેન્દ્રશાસિત પ્રદેશના અન્ય વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતા.

આ દિવસભરની બેઠકમાં ગુજરાત સરકારના ઓબીસી (OBC) વિભાગના સંયુક્ત નિયામક ડૉ. જગદીશ વઢવાણા; સામાજિક સુરક્ષા વિભાગના નાયબ નિયામક ડૉ. પ્રાર્થના શેરશિયા; અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી હિરેન એલ. ચૌધરી; અને ઓબીસી વિભાગના સમાજ કલ્યાણ અધિકારી શ્રી દીપક ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં અધિક સચિવ શ્રીમતી દેબોલિના ઠાકુર; સંયુક્ત સચિવો શ્રી સજીશ કુમાર એન., શ્રી પરવીન કુમાર થિંડ અને ડૉ. સંદીપ રેવાજી રાઠોડ; નાયબ મહાનિયામક શ્રીમતી પ્રતિમા ગુપ્તા; તથા નિયામક શ્રી ગૌરવ સિંહ રાજાવતનો સમાવેશ થાય છે.

બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સુધાંશ પંતે જણાવ્યું હતું કે પ્રાદેશિક સમીક્ષા બેઠકનો ઉદ્દેશ્ય મંત્રાલય, સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વચ્ચે સંસ્થાકીય સંકલનને મજબૂત કરવાનો છે અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ કાર્યક્રમોના અસરકારક, પારદર્શક, જવાબદારીપૂર્વક અને પરિણામ-લક્ષી અમલીકરણને સુનિશ્ચિત કરવાનો છે, જેમાં છેવાડાના માનવી સુધી પહોંચાડવા, લાભાર્થી કવરેજ અને સેચ્યુરેશન, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને માપી શકાય તેવા પરિણામો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ બેઠક પ્રગતિના યોજનાવાર મૂલ્યાંકન, અમલીકરણની ખામીઓ અને પડકારોની ઓળખ, શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી અને પાત્ર લાભાર્થીઓને લાભો પહોંચાડવામાં સુધારો કરવા માટે સમયબદ્ધ સુધારાત્મક અને ફોલો-અપ પગલાં ઘડવા માટે એક સંસ્થાકીય મંચ પૂરો પાડે છે.

શ્રી પંતે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રાદેશિક સમીક્ષા બેઠકની પદ્ધતિથી પશ્ચિમ ક્ષેત્રમાં સામાજિક ન્યાય, સામાજિક સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે સંસ્થાકીય માળખાને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.

સચિવે જણાવ્યું હતું કે આ બેઠક સમાજના વંચિત અને નબળા વર્ગોના સમાવેશી વિકાસ, સામાજિક સુરક્ષા, ગૌરવ, સમાન તક અને સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરે છે, જેમાં સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મુખ્ય કાર્યક્રમોની યોજનાવાર સમીક્ષા
પ્રાદેશિક સમીક્ષા બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મુખ્ય કાર્યક્રમોની વિગતવાર યોજનાવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY), નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ અમલીકરણ મશીનરીને મજબૂત કરવાના ઉપાયો અને ડ્રગની માંગ ઘટાડવા માટેની રાષ્ટ્રીય કાર્ય યોજના (NAPDDR)નો સમાવેશ થાય છે.
આ સમીક્ષામાં ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થી કવરેજ અને સેચ્યુરેશન, ભંડોળનો ઉપયોગ, સંસ્થાકીય પદ્ધતિઓ, વૈધાનિક સુરક્ષાના ઉપાયોનું અમલીકરણ, જાગૃતિ અને આઉટરીચ પગલાં, પુનર્વસન અને સામાજિક પુનઃસંકલનની પહેલો, તેમજ નશા મુક્ત ભારત અભિયાન (NMBA) સાથેના સંકલનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

વિગતવાર ચર્ચા અને ઓપન-હાઉસ સત્રમાં અમલીકરણના પડકારોની તપાસ કરવાની અને લાભાર્થીઓની ઓળખ અને સેચ્યુરેશન, આંતર-વિભાગીય સંકલન, મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટ, ભંડોળનો ઉપયોગ, ફરિયાદ નિવારણ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પુનરાવર્તિત મોડેલોના પ્રસારને લગતા વ્યવહારુ ઉકેલોની ઓળખ કરવાની તક પૂરી પાડી હતી. આ સત્રમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં સમયબદ્ધ સુધારાત્મક પગલાં વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
શિષ્યવૃત્તિ, વરિષ્ઠ નાગરિક કલ્યાણ અને નમસ્તે (NAMASTE) ની સમીક્ષા
દિવસભરની ચર્ચાઓમાં સ્કોલરશીપ સ્કીમ્સ, અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) અને નેશનલ એક્શન ફોર મેકનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE) સહિત મુખ્ય કલ્યાણ અને સામાજિક સશક્તિકરણની પહેલો આવરી લેવામાં આવી હતી.

શિષ્યવૃત્તિ યોજનાઓની સમીક્ષામાં લાભાર્થી કવરેજ, અરજી અને ચકાસણી પ્રક્રિયાઓ, સમયસર સહાયની ચુકવણી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સંબંધિત મુદ્દાઓ અને પાત્ર વિદ્યાર્થીઓ, ખાસ કરીને જેઓ હાલના કવરેજથી બહાર છે, તેમની વચ્ચે આઉટરીચ વધારવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
AVYAY હેઠળ, સમીક્ષામાં વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, સંરક્ષણ અને સશક્તિકરણ સંબંધિત પહેલોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાકીય સંભાળ, સક્રિય વયવૃદ્ધિ (એક્ટિવ એજિંગ), સામાજિક સુરક્ષા, સુલભતા, સપોર્ટ સેવાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના કાર્યક્રમો અને હસ્તક્ષેપો સાથે સંકલનનો સમાવેશ થાય છે.

NAMASTEની સમીક્ષામાં સફાઈ કામદારો અને કચરો વીણનારાઓની ઓળખ અને પ્રોફાઇલિંગ, વ્યવસાયિક સુરક્ષા અને ગૌરવ, સફાઈ કામગીરી દરમિયાન શૂન્ય મૃત્યુદર સુનિશ્ચિત કરવા, સામાજિક સુરક્ષા અને આરોગ્ય લાભો સુધી પહોંચ, સફાઈ કામગીરીનું યાંત્રિકીકરણ, ક્ષમતા નિર્માણ, આજીવિકા સહાય અને અન્ય કલ્યાણ તથા સામાજિક સુરક્ષા યોજનાઓ સાથેના સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને માપી શકાય તેવા પરિણામો પર ધ્યાન એક સમર્પિત પરિણામ સમીક્ષા સત્રમાં પાત્ર લાભાર્થીઓના કવરેજ અને સેચ્યુરેશનની સરહદ, સેવા વિતરણની ગુણવત્તા અને સમયસરતા, અમલીકરણની અડચણો, જાગૃતિ અને આઉટરીચ મિકેનિઝમ્સ, ટેકનોલોજી-સક્ષમ મોનિટરિંગ, ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીઓ, અને કેન્દ્ર સરકારની યોજનાઓ તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા અમલમાં મુકાયેલા કાર્યક્રમો વચ્ચેના સંકલનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

સરકારી હસ્તક્ષેપો લક્ષિત લાભાર્થીઓના જીવનમાં મૂર્ત સુધારામાં પરિણમે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા અને માપી શકાય તેવા પરિણામો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે અગ્રતા વાળા હસ્તક્ષેપો અને ચોક્કસ પગલાંઓ અને મહત્વના મુદ્દાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં અમલીકરણ પ્રણાલીને મજબૂત કરવા, આઉટરીચ સુધારવા, લાભાર્થીઓની ઓળખમાં ખામીઓને દૂર કરવા અને લાભોનું સમયસર અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ભવિષ્યનો માર્ગ
આખરી સત્રમાં ચર્ચાઓમાંથી ઉભરી આવેલા મુખ્ય અવલોકનો, પ્રાથમિકતાઓ અને ભલામણોને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પગલાંઓ અને જવાબદારીઓને આખરી ઓપ આપવો, મંત્રાલય, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વચ્ચે સંકલન મજબૂત કરવું, અમલીકરણના મુદ્દાઓનો સમયબદ્ધ ઉકેલ, ભૌતિક અને નાણાકીય પ્રગતિનું સુધારેલું મોનિટરિંગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા ફોલો-અપ એક્શન ટેકન રિપોર્ટ્સ (ATRs) સબમિટ કરવાનો સમાવેશ થાય છે.

NMBA, વરિષ્ઠ નાગરિકોના સન્માન અને કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા
સચિવ સુધાંશ પંતે બેઠક દરમિયાન સહભાગીઓને વરિષ્ઠ નાગરિક પ્રતિજ્ઞા અને નશા મુક્ત ભારત અભિયાન પ્રતિજ્ઞા લેવડાવી હતી, જેમાં નશા મુક્ત વિકસિત ભારત માટે પૂરી સરકાર અને પૂરા સમાજના અભિગમને અપનાવવા અને મજબૂત કરવા અને દેશભરમાં વરિષ્ઠ નાગરિકોના સન્માન, ગૌરવ, કલ્યાણ અને આરોગ્ય સંભાળને જાળવી રાખવા માટે સામાજિક મૂલ્યોને જાળવી રાખવા અને એકીકૃત કરવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
SM/IJ/GP/JT
(રીલીઝ આઈડી: 2321616)
મુલાકાતી સંખ્યા : 8