સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
કેન્દ્રીય સચિવ MoSJE શ્રી સુધાંશ પંતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચ દિવસીય વૃદ્ધ સંભાળ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
આંગણવાડી વર્કર્સ, ફ્રન્ટલાઈન કાર્યકરોની વૃદ્ધ સંભાળ, સંભાળની જરૂરિયાતોની વહેલી ઓળખ અને વરિષ્ઠ નાગરિકો માટે સમુદાય-આધારિત સહાયને મજબૂત કરવા માટે રેફરલ સપોર્ટ ક્ષમતા નિર્માણ કરવાનો કાર્યક્રમ
પોસ્ટેડ ઓન:
09 OCT 2026 3:59PM by PIB Ahmedabad
ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના કેન્દ્રીય સચિવ શ્રી સુધાંશ પંતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (DNH&DD) કેન્દ્રશાસિત પ્રદેશમાં કેવડી, દીવ ખાતે એજ્યુકેશન હબમાં પાંચ દિવસીય વૃદ્ધ સંભાળ (ગેરિયાટ્રિક કેર) તાલીમ કાર્યક્રમનું આજે ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ (NISD) દ્વારા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (DNH&DD) કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના કલેક્ટર કાર્યાલય, દીવના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. સંદીપ આર રાઠોડ, શ્રી સજીશ કુમાર એન. અને એનઆઈએસડીના નિયામક શ્રી ગૌરવ સિંહ રાજાવતે પણ ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. કલેક્ટર, દીવ શ્રી રાહુલ દેવ બૂરાએ મહાનુભાવો અને સહભાગીઓનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે બોલતા શ્રી પંતે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય મૂળભૂત ગેરિયાટ્રિક કેર પૂરી પાડવા, ઉભરતી સંભાળની જરૂરિયાતોની ઓળખ કરવા, યોગ્ય સરકારી યોજનાઓ અને સેવાઓ સુધી પહોંચ સુગમ બનાવવા અને સમુદાય સ્તરે વરિષ્ઠ નાગરિકોને ભાવનાત્મક અને મનોસામાજિક ટેકો આપવા માટે સક્ષમ તાલીમબદ્ધ, સંવેદનશીલ અને સ્થાનિક રીતે ઉપલબ્ધ ફ્રન્ટલાઈન કાર્યકરોનો એક સમૂહ તૈયાર કરવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે આ તાલીમને દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોની ચોક્કસ જરૂરિયાતો અને પરિસ્થિતિઓને સંબોધવા માટે યોગ્ય રીતે સંદર્ભિત કરવામાં આવી છે, જેમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ સહાયક પ્રણાલીઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સચિવે જણાવ્યું હતું કે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો, દૈનિક જીવનની પ્રવૃત્તિઓ (ADLs)માં સહાયની જરૂરિયાત ધરાવતા લોકો અને પરિવાર-આધારિત સંભાળ સુધી મર્યાદિત પહોંચ ધરાવતા વૃદ્ધો સહિત વયસ્ક વસ્તીની વિકસતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે.
શ્રી પંતે ઉમેર્યું હતું કે આ તાલીમ એક વ્યવહારુ, સહભાગી અને ક્ષેત્ર-ઉન્મુખ અભિગમ અપનાવશે, જે સહભાગીઓને તેમના સંબંધિત સમુદાયોમાં મેળવેલા જ્ઞાન અને કૌશલ્યોને અસરકારક સહાયમાં રૂપાંતરિત કરવા સક્ષમ બનાવશે.

સચિવ પંતે જણાવ્યું હતું કે 5 દિવસીય તાલીમ સહભાગીઓને વૃદ્ધાવસ્થાના શારીરિક, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અને સામાજિક પરિમાણોની સમજ પૂરી પાડશે, જ્યારે તેમને વૃદ્ધ વ્યક્તિઓની સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને કરુણાપૂર્વકની સંભાળ માટે વ્યવહારુ ક્ષમતાઓથી સજ્જ કરશે.

કેન્દ્રીય સચિવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી દીવ જિલ્લામાં આશરે 50 તાલીમબદ્ધ અને સંવેદનશીલ આંગણવાડી વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને જમીની સ્તરના કાર્યકરોનો સમૂહ તૈયાર થવાની અને વૃદ્ધ વ્યક્તિઓને મૂળભૂત સંભાળ અને ટેકો આપવાની તેમની ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.
તેમણે કહ્યું કે વધારાની સંભાળ અથવા રેફરલની જરૂરિયાત ધરાવતા વરિષ્ઠ નાગરિકોની વહેલી ઓળખમાં સુધારો થશે, સરકારી યોજનાઓ અને સપોર્ટ મિકેનિઝમ્સ વિશે જાગૃતિ મજબૂત થશે અને એકલા અથવા મર્યાદિત કૌટુંબિક સહાય સાથે રહેતા વૃદ્ધ લોકો માટે સમુદાય-સ્તરની સહાયમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.

શ્રી પંતે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દીવ જિલ્લામાં વૃદ્ધોની સંભાળની સ્થાનિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્રિત ક્ષમતા-નિર્માણ હસ્તક્ષેપનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે તાલીમબદ્ધ અને સંવેદનશીલ કર્મચારીઓનો સ્થાનિક રીતે ઉપલબ્ધ સમૂહ વિકસાવીને, આ પહેલ વરિષ્ઠ નાગરિકો માટે વધુ પ્રતિભાવશીલ, સમાવેશી અને સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપવા અને તેમના ગૌરવ, સુરક્ષા, સ્વતંત્રતા, સામાજિક સમાવેશ અને જીવનની ગુણવત્તામાં યોગદાન આપવા માંગે છે.
સચિવે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો માટે સમુદાય-આધારિત સપોર્ટ સિસ્ટમ્સને મજબૂત કરવાનો અને છેવાડાના માનવી સુધી સેવા વિતરણમાં રોકાયેલા કર્મચારીઓની ક્ષમતામાં વધારો કરવાનો છે.

મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા અને વરિષ્ઠ નાગરિકોની બદલાતી જરૂરિયાતો; વૃદ્ધ વ્યક્તિઓના અધિકારો, ગૌરવ અને કલ્યાણ; પરિવારો, સમુદાયો અને ફ્રન્ટલાઈન સંભાળ રાખનારાઓની ભૂમિકાઓ; મૂળભૂત ગેરિયાટ્રિક કેરના સિદ્ધાંતો; દૈનિક પ્રવૃત્તિઓ અને ADLsમાં સહાય; વ્યક્તિગત સ્વચ્છતા; પોષણ અને હાઇડ્રેશન; દવા સંબંધિત સહાય; ગતિશીલતા સહાય; સુરક્ષિત સ્થાનાંતરણ તકનીકો; પડી જવાથી બચાવ અને ઘરની સુરક્ષાનો સમાવેશ થશે.
આ કાર્યક્રમમાં મૂળભૂત પ્રાથમિક સારવાર અને સામાન્ય કટોકટીઓનો પ્રતિસાદ, સંચાર કૌશલ્ય, મનોસામાજિક સહાય, એકલતા અને સામાજિક અલગતા, ભાવનાત્મક કલ્યાણ, અને ડિમેન્શિયા જાગૃતિ તેમજ મૂળભૂત સંભાળ પદ્ધતિઓને પણ આવરી લેવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ખાનગીપણું, ગૌરવ, આદર અને કરુણાપૂર્વકની સંભાળના સિદ્ધાંતોને મજબૂત કરતી વખતે, વરિષ્ઠ નાગરિકોની ઉપેક્ષા, શોષણ અને દુરુપયોગની રોકથામ, ઓળખ અને રિપોર્ટિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
સહભાગીઓને વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ, કાર્યક્રમો, સંસ્થાકીય પ્રણાલીઓ અને સહાયક સેવાઓથી પણ માહિતગાર કરવામાં આવશે, જે તેમને સંબંધિત લાભો અને સેવાઓ સુધી સમયસર પહોંચ સુગમ બનાવવા સક્ષમ બનાવશે.
આ કાર્યક્રમમાં તકનીકી સત્રો, ઇન્ટરેક્ટિવ વ્યાખ્યાનો, નિદર્શન, વ્યવહારુ કવાયતો, કેસ સ્ટડીઝ અને ફિલ્ડ-ઓરિએન્ટેડ ઉદાહરણોનો સમન્વય કરવામાં આવશે. જૂથ પ્રવૃત્તિઓ, અનુભવની આપ-લે અને પ્રશ્નોત્તરી સત્રો સહભાગીઓને તાલીમના ઇનપુટ્સને તેમના ક્ષેત્રના અનુભવ સાથે સાંકળવાની અને વૃદ્ધ વ્યક્તિઓની વિવિધ જરૂરિયાતો માટે વ્યવહારુ પ્રતિસાદ વિકસાવવાની તક પૂરી પાડશે.
મૂળભૂત સંભાળ તકનીકોનું વ્યવહારુ એક્સપોઝર આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ઘટક બનશે, જેમાં જ્ઞાનને અસરકારક સમુદાય-સ્તરની સહાયમાં રૂપાંતરિત કરવા પર ભાર મૂકવામાં આવશે.
એનઆઈએસડી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકાર અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વચ્ચે કલેક્ટર કાર્યાલય, દીવ મારફતે સહયોગ, ક્ષેત્રિય સ્તરે ગેરિયાટ્રિક કેર અને સમુદાય-આધારિત સપોર્ટ પ્રણાલીઓને મજબૂત કરવા તરફના સંકલિત અભિગમને દર્શાવે છે.

શ્રી પંતે બાદમાં સહભાગીઓને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટેના શપથ લેવડાવ્યા હતા.

એનઆઈએસડીના સીનિયર સિટીઝન ડિવિઝનના કોર્સ કોઓર્ડિનેટર સુશ્રી આશા શર્મા અને જુનિયર કન્સલ્ટન્ટ સુશ્રી રીતુ દાંદરીયાલ આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે.

ડેપ્યુટી ડાયરેક્ટર (ટ્રેનિંગ) અને હેડ, સીનિયર સિટીઝન ડિવિઝન, એનઆઈએસડી, અસરકારક શૈક્ષણિક, વહીવટી અને લોજિસ્ટિકલ વ્યવસ્થાઓ માટે કલેક્ટર કાર્યાલય, દીવ અને અન્ય સંબંધિત હિતધારકોની મસલતથી કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે મંત્રાલય સ્તરે, એનઆઈએસડી વરિષ્ઠ નાગરિકોની સંભાળ, કલ્યાણ અને સંરક્ષણ માટે તાલીમબદ્ધ માનવ સંસાધનોની ઉપલબ્ધતાને મજબૂત કરવાના તેના સતત પ્રયાસોના ભાગરૂપે ગેરિયાટ્રિક કેર અને સંબંધિત ક્ષેત્રોમાં ક્ષમતા-નિર્માણ અને તાલીમ કાર્યક્રમો યોજી રહ્યું છે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2321338)
મુલાકાતી સંખ્યા : 39