પર્યાવરણ અને વન મંત્રાલય
શ્રી નરેન્દ્ર ભૂષણે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સચિવ તરીકે પદભાળ સંભાળ્યો
પોસ્ટેડ ઓન:
01 OCT 2026 11:21AM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશ કેડરના 1992-બેચના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી શ્રી નરેન્દ્ર ભૂષણે ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) ના સચિવ તરીકે પદભાળ સંભાળ્યો છે.

શ્રી ભૂષણ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ત્રણ દાયકાથી વધુનો વહીવટી અનુભવ ધરાવે છે અને તેમને ઊર્જા, માળખાગત સુવિધાઓ, ઉદ્યોગ, કૃષિ, શહેરી વિકાસ, નાણાં અને ભૂ-સંસાધન વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોનો વ્યાપક અનુભવ છે. MoEFCCના સચિવ તરીકેની તેમની નિમણૂક, ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂ-સંસાધન વિભાગના સચિવ તરીકેના તેમના કાર્યકાળ બાદ કરવામાં આવી છે.
કારકિર્દીની પૃષ્ઠભૂમિ
ઉત્તર પ્રદેશ કેડરમાં તેમની કારકિર્દી દરમિયાન, શ્રી ભૂષણે ઊર્જા અને વધારાના ઊર્જા સ્ત્રોત અને તકનીકી શિક્ષણના અતિરિક્ત મુખ્ય સચિવ સહિત અનેક વરિષ્ઠ જવાબદારીઓ સંભાળી છે. અગાઉ તેમણે PWD, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ, I.T. અને ઇલેક્ટ્રોનિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પંચાયતી રાજ વિભાગોમાં અગ્ર સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે અન્ય મહત્વપૂર્ણ પ્રભારો સંભાળવા ઉપરાંત ગ્રેટર નોઇડા ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પણ સેવા આપી છે. મથુરા, ફિરોઝાબાદ અને ઉધમ સિંહ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપીને શ્રી ભૂષણ નોંધપાત્ર ક્ષેત્રીય અનુભવ પણ ધરાવે છે.
ભારત સરકારના સ્તરે, શ્રી ભૂષણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, નેશનલ ફૂડ સિક્યુરિટી મેનેજમેન્ટના મિશન ડાયરેક્ટર તેમજ કૃષિ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ તરીકે સેવા આપી છે. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO) માં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે પણ સેવા આપી છે.
શ્રી ભૂષણ ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રેજ્યુએટ ડિગ્રી અને યુએસએની ડ્યુક યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પોલિસીમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેમની વ્યાવસાયિક તાલીમમાં જાહેર નાણાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આબોહવા-પરિવર્તન સજ્જતા સંબંધિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad