પોસ્ટેડ ઓન:
30 SEP 2026 12:53PM by PIB Ahmedabad
સંરક્ષણ લેખા વિભાગ (DAD) 1 ઓક્ટોબર, 2026 ના રોજ નવી દિલ્હી ખાતે તેનો 279 મો વાર્ષિક દિવસ ઉજવશે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ DRDO ભવનના ડૉ. ડી. એસ. કોઠારી ઓડિટોરિયમ ખાતે આ ઉજવણીની શોભા વધારશે.
આ પ્રસંગે સંરક્ષણ મંત્રી DADની વિવિધ IT પહેલોનું લોન્ચિંગ કરવાના છે. આમાં ભારતીય સેના નાણાકીય માહિતી પ્રણાલી (IAFIS)નું વિભાગના સક્ષમ (SAKSHAM) પ્લેટફોર્મ સાથે એકીકરણ, સંરક્ષણ મંત્રાલય માટે સુધારેલી નેશનલ કમ્પાઇલેશન સિસ્ટમ (NCS) અને સંરક્ષણ મંત્રાલયમાં ટ્રેઝરી-સિંગલ એકાઉન્ટ ચૂકવણીઓ શરૂ કરવા માટે પેમેન્ટ રાઉટીંગ એન્ડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ મેનેજમેન્ટ (PRISM) પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રી સંરક્ષણ ખર્ચ પર વ્યાપક આંકડાકીય પુસ્તિકા (COSHE) 2026, વિભાગનાં હિન્દી સામયિક રક્ષા લેખા ભારતી અને માર્કેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ 2025-2026 સહિત સંખ્યાબંધ પ્રકાશનો પણ બહાર પાડશે.
આ પ્રસંગે ફ્લેગશિપ સંરક્ષણ પેન્શન સિસ્ટમ - સ્પર્શ (SPARSH - સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન (રક્ષા)) પરની એક ટૂંકી ફિલ્મ પણ બહાર પાડવામાં આવનાર છે. આ ઉપરાંત, સંરક્ષણ મંત્રાલય અને DADની મુખ્ય પહેલોને અમલમાં મૂકવા તરફ તેમના અનુકરણીય પ્રદર્શન અને યોગદાન માટે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્કૃષ્ટતા માટેના સંરક્ષણ મંત્રી એવોર્ડ્સ 2026 એનાયત કરવામાં આવશે.
SM/IJ/GP/JT