પ્રધાનમંત્રીનું કાર્યાલય
20મા રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 19 સપ્ટેમ્બરના રોજ સરકારમાં નવયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
પોસ્ટેડ ઓન:
18 SEP 2026 3:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 20મા રોજગાર મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓમાં નવયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે નવા પસંદ થયેલા ઉમેદવારોને પણ સંબોધિત કરશે.
આ રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાશે. નવા ભરતી થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે જેમાં મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય અન્ય વિભાગો સામેલ છે.
રોજગાર મેળો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા અને દેશની વિકાસયાત્રામાં તેમની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પર સરકારના સતત ધ્યાન કેન્દ્રિત કરવાને પ્રતિબિંબિત કરે છે. 20મા રોજગાર મેળા સાથે, વિવિધ વિભાગો અને સરકારી સંસ્થાઓમાં કુલ આશરે 12.75 લાખ યુવાનોને નિમણૂક પત્રો પ્રાપ્ત થયા હશે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2311991)
મુલાકાતી સંખ્યા : 16