ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 18 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 4:48PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 18 સપ્ટેમ્બર, 2026 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ, લોનાવાલા અને પુણેની મુલાકાત લેશે.

તેમની મુલાકાત દરમિયાન, તેઓ સવારે મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરશે.

બપોરે, ઉપરાષ્ટ્રપતિ કૈવલ્યધામના ગોવર્ધનદાસ સેકસરીયા કોલેજ ઓફ યોગ એન્ડ કલ્ચરલ સિન્થેસીસના પ્લેટિનમ જુબિલી સમારોહમાં હાજરી આપવા માટે લોનાવાલાની મુલાકાત લેશે.

સાંજે, શ્રી સી. પી. રાધાકૃષ્ણન શ્રી ગણેશ કલા ક્રીડા રંગમંચ, નહેરુ સ્ટેડિયમ, પુણે ખાતે પુણે ફેસ્ટિવલની 38મી આવૃત્તિમાં હાજરી આપશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2311645) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Malayalam