રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી 

ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી 

પોસ્ટેડ ઓન: 13 SEP 2026 4:27PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશામાં જણાવ્યું છે: -

"ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને મંગળ મુહૂર્તના પ્રતીક છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આપણા જીવનમાં ઊર્જા, જ્ઞાન અને સકારાત્મકતા લાવે છે. આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં નવા સંકલ્પો સાથે પ્રગતિના પંથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

હું પ્રાર્થના કરું છું કે ભગવાન ગણેશ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. ચાલો આપણે સૌ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ."

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2309767) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी