રેલવે મંત્રાલય
ભારતીય રેલવેએ ઓગસ્ટ 2026માં મુસાફર કનેક્ટિવિટી અને ફ્રેટ ક્ષમતાનો વિસ્તાર કર્યો; ઓગસ્ટ 2025ની સરખામણીમાં માલસામાનના લોડિંગમાં 5.4% નો ગ્રોથ થયો
પરવડે તેવી રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે અમૃત ભારતની 14 સેવાઓને નિયમિત કરવામાં આવી; સેવાઓ ઓગસ્ટ 2026માં ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય મુખ્ય પ્રદેશોને જોડે છે
5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ કાર્યરત કરાયા, કુલ સંખ્યા 149 પર પહોંચી; ઉદ્યોગ અને પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા ઝડપી માલસામાનની અવરજવર
પોસ્ટેડ ઓન:
13 SEP 2026 12:06PM by PIB Ahmedabad
ઓગસ્ટ 2026માં દેશભરમાં રેલવે કનેક્ટિવિટી અને સેવાઓમાં નોંધપાત્ર વિસ્તાર જોવા મળ્યો, જેમાં ભારતીય રેલવેએ મુસાફરોની અવરજવર અને ફ્રેટ લોડિંગ બંનેમાં વૃદ્ધિ નોંધાવી છે. મહિના દરમિયાન, 14 અમૃત ભારત સેવાઓને નિયમિત કરવામાં આવી હતી, જેણે કેટલાક મહત્વપૂર્ણ માર્ગો પર મુસાફરોને વધુ પરવડે તેવા અને આરામદાયક પ્રવાસના વિકલ્પો પૂરા પાડ્યા હતા, જ્યારે ઉદ્યોગો માટે લાસ્ટ-માઈલ ફ્રેટ કનેક્ટિવિટી સુધારવા માટે 5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ (GCTs) કાર્યરત કરવામાં આવ્યા હતા.
ભારતીય રેલવેએ ફ્રેટ લોડિંગમાં પણ 5.4 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે, જે અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાંથી સતત માંગ દર્શાવે છે. તહેવારોની મોસમ દરમિયાન માંગમાં થયેલા ઉછાળાને પહોંચી વળવા માટે વધારાની સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચલાવવામાં આવતાં મુસાફરોની અવરજવરમાં પણ વધારો થયો છે.
વધુ માલસામાનની અવરજવર, ઉદ્યોગ અને અર્થતંત્રને ટેકો આપે છે
ભારતીય રેલવેએ ઓગસ્ટ 2025માં 130.9 મિલિયન ટનની સરખામણીએ ઓગસ્ટ 2026 દરમિયાન 137.9 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 5.4 ટકાનો ગ્રોથ નોંધાવે છે.
માલસામાનની અવરજવરમાં થયેલો આ વધારો કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, ખાતરો અને અન્ય ચીજવસ્તુઓ જેવા મુખ્ય ક્ષેત્રોમાંથી વધતી જતી માંગને દર્શાવે છે. ઉચ્ચ રેલ ફ્રેટ અવરજવર ઉદ્યોગોને ભરોસાપાત્ર પરિવહન મેળવવામાં મદદ કરે છે જ્યારે પ્રદેશોમાં આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને ટેકો આપે છે.
ઓગસ્ટ 2026 દરમિયાન ફ્રેટ રેવેન્યુma ઓગસ્ટ 2025ની સરખામણીમાં 6.27 ટકા વધી છે, જે ભારતીય રેલવેના ફ્રેટ બિઝનેસમાં સતત મજબૂતીકરણ સૂચવે છે.
મુખ્ય ચીજવસ્તુઓની ઉચ્ચ અવરજવર ઉદ્યોગ અને આવશ્યક સપ્લાય ચેઈનને ટેકો આપે છે
ઓગસ્ટ 2026 દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કમોડિટી જૂથોએ હેલ્ધી ગ્રોથ નોંધાવ્યો હતો. આયર્ન ઓર લોડિંગમાં 12.1 ટકા, ક્લિન્કરમાં 10.4 ટકા, ડોમેસ્ટિક કન્ટેનરમાં 9.2 ટકા અને કોલસામાં 6 ટકાનો વધારો થયો છે. ફિનિશ્ડ સ્ટીલ લોડિંગમાં 4.9 ટકા, મિનરલ ઓઈલમાં 3.1 ટકા, ખાતરોમાં 1.6 ટકા અને બાકીના અન્ય માલસામાનમાં 8.2 ટકાનો વધારો થયો છે.
આ વિભાગોમાં ગ્રોથ ઉદ્યોગો માટે રેલ-આધારિત સપ્લાય ચેઈનને મજબૂત કરે છે અને દેશભરમાં આવશ્યક ઈનપુટ્સ અને ફિનિશ્ડ ગુડ્સની અવરજવરને ટેકો આપે છે. ખાસ કરીને વધેલી કન્ટેનરની અવરજવર, રેલ નેટવર્ક દ્વારા વિવિધ માલસામાનના વધુ કાર્યક્ષમ પરિવહનને ટેકો આપે છે.
ફ્રેટ કનેક્ટિવિટી સુધારવા માટે 5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ
ઓગસ્ટ 2026માં 5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેનાથી 31 ઓગસ્ટ 2026ના રોજ કાર્યરત GCTની કુલ સંખ્યા 149 પર પહોંચી ગઈ છે.
નવા કાર્યરત થયેલા ટર્મિનલ્સ અહીં છે -
- શિવલખા, ગુજરાત
- નલ્લી, તમિલનાડુ
- શક્તિનગર, ઉત્તર પ્રદેશ
- દેઓરાગ્રામ,મધ્ય પ્રદેશ
- બ્રજરાજનગર, ઓડિશા
ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ નેટવર્કનો વિસ્તાર ઉત્પાદન અને વપરાશના કેન્દ્રોની નજીક ફ્રેટ-હેન્ડલિંગ સુવિધાઓ લાવે છે. માલસામાનના વધુ સીધા અને કાર્યક્ષમ હેન્ડલિંગને સક્ષમ કરીને, આ ટર્મિનલ્સ અટકાવી શકાય તેવી અવરજવર ઘટાડી શકે છે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરી શકે છે અને ઔદ્યોગિક તથા વ્યાપારી સ્થળોએથી માલસામાનની ઝડપી નિકાસ/અવરજવરને સુગમ બનાવી શકે છે.
વધતું જતું GCT નેટવર્ક ભારતના વ્યાપક લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રેલવેના એકીકરણને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહ્યું છે, જેનાથી ઉદ્યોગોને રેલ-આધારિત માલવાહક પરિવહનની વધુ પહોંચ મળે છે.
પરવડે તેવી રેલ કનેક્ટિવિટી વિસ્તૃત કરવા અમૃત ભારતની 14 સેવાઓ નિયમિત કરવામાં આવી
ઓગસ્ટ 2026 એ મુસાફર કનેક્ટિવિટીના નોંધપાત્ર વિસ્તારને ચિહ્નિત કર્યો, જેમાં મહિના દરમિયાન અમૃત ભારતની 14 સેવાઓને સ્પેશિયલ ટ્રેનમાંથી નિયમિત ટ્રેનમાં રૂપાંતરિત કરીને નિયમિત કરવામાં આવી હતી, જેનાથી અમૃત ભારત સેવાઓની કુલ સંખ્યા 86 થઈ ગઈ છે.
આ સેવાઓ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દેશના અન્ય મહત્વપૂર્ણ ભાગો સહિત દેશના કેટલાક મુખ્ય શહેરો અને પ્રદેશોને જોડે છે.
આ સેવાઓમાં સમાવેશ થાય છે:
- સુબેદારગંજ - લોકમાન્ય તિલક ટર્મિનસ
- ગોરખપુર - બાંદ્રા ટર્મિનસ
- ગોરખપુર - દિલ્હી જંક્શન
- અમદાવાદ - ભાગલપુર
- લોકમાન્ય તિલક ટર્મિનસ - પ્રયાગરાજ જંક્શન
- પ્રયાગરાજ જંક્શન - ઉધના જંક્શન
- ધનબાદ - કોઈમ્બતુર, અન્ય સેવાઓ સાથે.
આ નવી સેવાઓ મુસાફરોને મુસાફરીના વધુ વિકલ્પો, મુખ્ય શહેરી કેન્દ્રો અને પ્રાદેશિક ગંતવ્યો વચ્ચે સુધારેલી કનેક્ટિવિટી તથા પરવડે તેવી લાંબા અંતરની રેલ મુસાફરી પૂરી પાડે તેવી અપેક્ષા છે.
પૂર્વાંચલ અને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે, ગોરખપુરથી બાંદ્રા ટર્મિનસ અને દિલ્હીની સેવાઓ બે મુખ્ય મેટ્રોપોલિટન પ્રદેશો માટે વધારાની કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેનાથી રોજગાર, શિક્ષણ, વ્યાપાર અને પારિવારિક હેતુઓ માટે મુસાફરી કરતા મુસાફરોને લાભ થાય છે.
એ જ રીતે, અમદાવાદ-ભાગલપુર કનેક્ટિવિટી ગુજરાત અને બિહાર વચ્ચેની રેલ લિંકને મજબૂત કરે છે, જે બંને પ્રદેશોના મુસાફરોને સીધો મુસાફરીનો અન્ય એક વિકલ્પ પૂરો પાડે છે. ધનબાદ-કોઈમ્બતુર સેવા પૂર્વ ભારત અને દક્ષિણ ભારત વચ્ચેની લાંબા અંતરની કનેક્ટિવિટી સુધારે છે, ખાસ કરીને ઔદ્યોગિક અને રોજગાર કેન્દ્રો વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને લાભ આપે છે.
પ્રયાગરાજ અને ઉધના વચ્ચે તથા પ્રયાગરાજ અને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભારત તરફ મુસાફરી કરતા મુસાફરો માટે પ્રવાસના વિકલ્પોને વધુ વિસ્તાર આપે છે.
અમૃત ભારત સેવાઓનો વિસ્તાર એ ખાસ કરીને મુખ્ય શહેરો અને ઉભરતા પ્રાદેશિક કેન્દ્રો વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે આરામદાયક, પરવડે તેવી અને સુલભ લાંબા અંતરની રેલ મુસાફરી પૂરી પાડવાના ભારતીય રેલવેના સતત પ્રયાસોનો એક ભાગ છે.
પેસેન્જર ટ્રાફિક સતત વધતો રહ્યો છે
ભારતીય રેલવેએ ઓગસ્ટ 2025 દરમિયાન 64.43 કરોડ મુસાફરોની સરખામણીએ ઓગસ્ટ 2026 દરમિયાન 67.27 કરોડ મુસાફરોને પરિવહન પૂરું પાડ્યું હતું.
સબઅર્બન (સબર્બન) પેસેન્જર ટ્રાફિકે ખાસ કરીને મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે, જેમાં 9.02 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ 2025માં 34.89 કરોડની સરખામણીએ ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 38.01 કરોડ સબઅર્બન મુસાફરોએ મુસાફરી કરી હતી.
આ વધારો લાખો મુસાફરોને, ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા શહેરી અને સબઅર્બન પ્રદેશોમાં પરવડે તેવી દૈનિક ગતિશીલતા પૂરી પાડવામાં રેલવે નેટવર્કના સતત મહત્વને દર્શાવે છે.
વધારાની સ્પેશિયલ ટ્રેનો તહેવારોના ધસારા દરમિયાન મુસાફરોને મદદ કરે છે
તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની વધેલી માંગ સાથે, ભારતીય રેલવેએ 8 અને 14 ઓગસ્ટ 2025 વચ્ચે સંચાલિત 48 ટ્રિપ્સની સરખામણીએ 25 અને 31 ઓગસ્ટ 2026 વચ્ચે રક્ષાબંધન સ્પેશિયલ ટ્રેનોની 144 ટ્રિપ્સ ચલાવી હતી.
સ્પેશિયલ ટ્રેન સેવાઓમાં નોંધપાત્ર વધારાથી તહેવારોના પીક પિરિયડ દરમિયાન વધારાની પ્રવાસ ક્ષમતા પૂરી પાડવામાં મદદ મળી, જેનાથી અત્યંત ઊંચી માંગના સમયગાળા દરમિયાન મુસાફરોને મુસાફરીના વધુ વિકલ્પો મળ્યા.
આવી વધારાની સેવાઓ તહેવારો દરમિયાન પોતાના વતન અને પરિવારો તરફ મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, જે નિયમિત સેવાઓ પરનું દબાણ હળવું કરવામાં અને પીક પિરિયડ દરમિયાન મુસાફરીની ઉપલબ્ધતા સુધારવામાં મદદ કરે છે.
રેલ કનેક્ટિવિટીનો વિસ્તાર, દૈનિક ગતિશીલતાને મજબૂત કરવી
ઓગસ્ટ 2026 દરમિયાનના વિકાસ ભારતીય રેલવેના મુસાફર કનેક્ટિવિટી વિસ્તારવા, પ્રવાસના વિકલ્પો સુધારવા, ફ્રેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા અને બદલાતી માંગને પ્રતિસાદ આપવા પરના સતત ધ્યાન કેન્દ્રિત કરવાને દર્શાવે છે.
નવી અમૃત ભારત સેવાઓની શરૂઆત મુખ્ય શહેરો અને પ્રાદેશિક કેન્દ્રો વચ્ચે પરવડે તેવી લાંબા અંતરની કનેક્ટિવિટી વિસ્તારી રહી છે, જ્યારે વધારાની તહેવાર સેવાઓ મુસાફરોને મોસમી મુસાફરીની માંગને પહોંચી વળવામાં મદદ કરી રહી છે. તે જ સમયે, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સનો વિસ્તાર લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત કરી રહ્યો છે અને ઉદ્યોગો માટે રેલ એક્સેસમાં સુધારો કરી રહ્યો છે.
સતત ક્ષમતા વૃદ્ધિ, સુધારેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને મુસાફર તથા ફ્રેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર દ્વારા, ભારતીય રેલવે રેલ મુસાફરીને વધુ સુલભ બનાવવા અને દેશભરમાં આર્થિક પ્રવૃત્તિ તથા પ્રાદેશિક કનેક્ટિવિટીના મહત્વપૂર્ણ ડ્રાઈવર તરીકે રેલવે નેટવર્કને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત રાખે છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad