વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

DGFTએ ટ્રેડ કનેક્ટ ઈ-પ્લેટફોર્મ પર સર્ટિફિકેટ ઓફ ઓરિજિન માટે ઓપન API સુવિધા શરૂ કરી


નિકાસકારો હવે તેમના પોતાના ERP અથવા એકાઉન્ટિંગ સોફ્ટવેર પરથી સીધા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન માટે અરજી કરી શકે છે

આ સુવિધા પ્રેફરન્શિયલ અને નોન-પ્રેફરન્શિયલ બંને પ્રકારના સર્ટિફિકેટ ઓફ ઓરિજિનને આવરી લે છે

પોસ્ટેડ ઓન: 07 SEP 2026 4:28PM by PIB Ahmedabad

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ ટ્રેડ કનેક્ટ ઈ-પ્લેટફોર્મ દ્વારા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન (CoO)ના ઇશ્યુઅન્સ અને વેરિફિકેશન માટે ઓપન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હવે પાત્ર નિકાસકારો અને તેમની સિસ્ટમો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

ઓપન API સુવિધા નિકાસકારોને તેમના એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, એકાઉન્ટિંગ અથવા અન્ય વ્યવસાયિક સોફ્ટવેરને DGFTની CoO સિસ્ટમ સાથે સીધા સંકલિત કરવા સક્ષમ બનાવે છે. હાલમાં, નિકાસકારોએ DGFT પ્લેટફોર્મ પર અલગથી CoO-સંબંધિત વિગતો દાખલ કરવી જરૂરી છે, ભલે તે જ માહિતી તેમના વ્યવસાયિક સોફ્ટવેરમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય. નવી સુવિધા નિકાસકારની સિસ્ટમમાંથી DGFT પ્લેટફોર્મ પર અરજી ડેટાના ઇલેક્ટ્રોનિક સ્થાનાંતરણને સક્ષમ કરે છે, જેનાથી વારંવાર ડેટા એન્ટ્રી દૂર થાય છે, ભૂલો ઘટે છે અને અરજી પ્રક્રિયા ઝડપી બને છે.

આ સુવિધા પ્રેફરન્શિયલ અને નોન-પ્રેફરન્શિયલ બંને પ્રકારના સર્ટિફિકેટ ઓફ ઓરિજિનને સમર્થન આપે છે. મુક્ત વ્યાપાર કરારો (FTAs), પ્રાદેશિક વ્યાપાર કરારો (RTAs) અને પ્રેફરન્શિયલ વ્યાપાર કરારો (PTAs) હેઠળ પ્રેફરન્શિયલ CoOs ઇશ્યૂ કરવામાં આવે છે, જે નિકાસકારોને આયાત કરનાર દેશમાં લાગુ પડતી ટેરિફ રાહતોનો દાવો કરવા સક્ષમ બનાવે છે. નોન-પ્રેફરન્શિયલ CoOs ટેરિફ લાભો આપ્યા વિના કસ્ટમ્સ ક્લિયરન્સ, અનુ પાલન (કોમ્પ્લાયન્સ), ટ્રેડ રેમેડી અને અન્ય વેપાર હેતુઓ માટે ઇશ્યૂ કરવામાં આવે છે.

આ સુવિધા હેઠળ, નિકાસકારો CoO પોર્ટલના API મેનેજમેન્ટ વિભાગ દ્વારા API ક્રેડેન્શિયલ્સ મેળવી શકે છે અને IP સરનામાઓની નોંધણી કરી શકે છે જ્યાંથી તેમની સિસ્ટમ્સ કનેક્ટ થશે. ત્રણ APIs ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, એટલે કે સુરક્ષિત લોગિન માટે ઓથેન્ટિકેશન ટોકન API, અરજીઓ સબમિટ કરવા અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે CoO ફાઇલ API, અને ઇશ્યૂ કરાયેલા પ્રમાણપત્રોની ચકાસણી માટે સર્ટિફિકેટ વેરિફિકેશન API.

દરેક અરજી માટે ટ્રાન્ઝેક્શન લેજર જાળવવામાં આવે છે, જે ડ્રાફ્ટ, ઇન પ્રોસેસ, મંજૂર, સર્ટિફિકેટ ઇશ્યૂ થયેલ અને અસ્વીકૃત સહિતની અરજીની સ્થિતિની વિગતો પૂરી પાડે છે. લેજર સ્વીકૃતિ ID, ફાઇલ નંબર, ફાઇલ તારીખ અને સર્ટિફિકેટ નંબર પણ કેપ્ચર કરે છે, જેનાથી નિકાસકારો તેમની અરજીઓને ઇલેક્ટ્રોનિક રીતે ટ્રેક કરી શકે છે.

માહિતીના સુરક્ષિત અને વિશ્વસનીય આદાનપ્રદાનને સુનિશ્ચિત કરવા માટે ઓપન API સુવિધા મલ્ટિપલ સિક્યોરિટી સેફગાર્ડ્સને એકીકૃત કરે છે. ડેટાની અખંડિતતા, મોકલનારની પ્રમાણભૂતતા અને નોન-રેપ્યુડિયેશન સુનિશ્ચિત કરવા માટે 2048-બિટ X.509 પ્રમાણપત્રો સાથે SHA-256 RSA ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને તમામ વિનંતીઓ અને જવાબો ડિજિટલી સહીયંકિત કરવામાં આવે છે. ડાયનેમિક સોલ્ટ સાથે PBKDF2 હેશિંગનો ઉપયોગ કરીને પાસવર્ડ્સ સુરક્ષિત કરવામાં આવે છે, જ્યારે એક્સેસ નિકાસકાર દ્વારા વ્હાઇટલિસ્ટ કરવામાં આવેલા IP સરનામાઓ સુધી મર્યાદિત છે. દરેક એક્સેસ ટોકન 60 મિનિટ માટે માન્ય રહે છે.

આ માળખું પ્રમુખ વ્યાપાર કરારો અને પ્રમાણપત્ર યોજનાઓને આવરી લે છે, જેમાં ઇન્ડિયા–જાપાન CEPA, ઇન્ડિયા–કોરિયા CEPA, SAFTA, SAPTA, આસિયાન–ઇન્ડિયા FTA, ઇન્ડિયા–સિંગાપોર CECA, ઇન્ડિયા–મલેશિયા CECA, ઇન્ડિયા–ચિલી PTA, ઇન્ડિયા–મર્કોસુર PTA, ઇન્ડિયા–UAE CEPA, ઇન્ડિયા–ઓસ્ટ્રેલિયા ECTA, ઇન્ડિયા–ઓમાન CEPA, ઇન્ડિયા–EFTA TEPA, ઇન્ડિયા–UK CETA, જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ અને નોન-પ્રેફરન્શિયલ CoO સ્કીમનો સમાવેશ થાય છે. સિસ્ટમ નિકાસકાર દ્વારા પસંદ કરાયેલા કરાર અથવા પ્રમાણપત્ર યોજનાના આધારે સંબંધિત ક્ષેત્રો, ઓરિજિન નાપદંડ અને વેરિફિકેશન નિયમો આપમેળે લાગુ કરે છે.

નોંધણી, ઓથેન્ટિકેશન અને ટેકનિકલ ઇન્ટિગ્રેશન પ્રક્રિયા ટ્રેડ કનેક્ટ ઈ-પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે: https://www.trade.gov.in/pages/certificate-of-origin

ટ્રેડ નોટિસ સાથે તબક્કાવાર મદદ માર્ગદર્શિકા (હેલ્પ મેન્યુઅલ) પણ જોડવામાં આવી છે.

નિકાસકારો, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, નિયુક્ત CoO ઇશ્યૂ કરતી એજન્સીઓ અને વેપાર સંસ્થાઓ eCoO મોડ્યુલને લગતી પ્રશ્નોતરી, સૂચનો અને પ્રતિસાદ માટે ટોલ-ફ્રી નંબર અથવા ઈ-મેઇલ દ્વારા DGFT હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે.

વધુ વિગતો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી 07 સપ્ટેમ્બર 2026 ના રોજની ટ્રેડ નોટિસ નંબર 25/2026-27 માં ઉપલબ્ધ છે.

અહીં ક્લિક કરો

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2307482) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी