ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026નાં રોજ ગોવાની રાજધાની પણજી ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારી સંઘવાદ પર આધારિત દેશ માટે "ટીમ ભારત"ની કલ્પના કરી છે અને ક્ષેત્રીય પરિષદો આ દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે

ક્ષેત્રીય પરિષદો બે અથવા વધુ રાજ્યો, અથવા કેન્દ્ર અને રાજ્યોને સંયુક્ત રીતે અસર કરતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક સંરચનાત્મક પદ્ધતિ પૂરી પાડે છે અને આ પ્રક્રિયા દ્વારા પરસ્પર સહયોગ વધારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે

તમામ રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સહયોગથી, જૂન 2014 થી અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 70 બેઠકો યોજાઈ છે

ક્ષેત્રીય પરિષદો કેન્દ્ર અને સભ્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે, સભ્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના મુદ્દાઓ અને વિવાદોને ઉકેલવા માટે અને ક્ષેત્રને લગતી બાબતો પર પ્રગતિ કરવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પૂરું પાડે છે

આ પરિષદો રાષ્ટ્રીય મહત્વના વ્યાપક મુદ્દાઓ પર પણ ચર્ચા કરે છે, જેમ કે મહિલાઓ અને બાળકો સામેના બળાત્કારના કેસોની તપાસમાં ઝડપ લાવવી, તેમના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSCs) નો અમલ કરવો, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો અમલ વગેરે

પોસ્ટેડ ઓન: 05 SEP 2026 3:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026નાં રોજ ગોવાની રાજધાની પણજી ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદ (Western Zonal Council)ની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમી ક્ષેત્રીય પરિષદમાં ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 ની કલમ 15 થી 22 હેઠળ પશ્ચિમી ક્ષેત્રીય પરિષદ સહિત પાંચ ક્ષેત્રીય પરિષદોની સ્થાપના કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ પશ્ચિમી ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ છે, જ્યારે ગોવાના મુખ્યમંત્રી તેના ઉપાધ્યક્ષ છે. સભ્ય રાજ્યોમાંથી, એક રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે રોટેશનલ ધોરણે પરિષદના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપે છે. આ બેઠકનું આયોજન આંતર-રાજ્ય પરિષદ સચિવાલય, ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને તેની યજમાની ગોવા સરકાર કરી રહી છે. ક્ષેત્રીય પરિષદમાં પશ્ચિમ ક્ષેત્રના દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ અને સભ્યો તરીકે દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રીઓનો સમાવેશ થાય છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ પણ પરિષદની બેઠકમાં ભાગ લેશે.

ક્ષેત્રીય પરિષદે મુખ્ય સચિવોના સ્તરે એક સ્થાયી સમિતિ (Standing Committee) ની પણ રચના કરી છે. રાજ્યો દ્વારા પ્રસ્તાવિત મુદ્દાઓને ચર્ચા માટે સૌપ્રથમ ક્ષેત્રીય પરિષદની સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. વિચાર-વિમર્શ પછી, જે મુદ્દાઓ ણઉકેલાયેલા રહે છે તેને વિચારણા માટે ક્ષેત્રીય પરિષદની બેઠક સમક્ષ મૂકવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારી સંઘવાદના સિદ્ધાંત પર આધારિત દેશ માટે "ટીમ ભારત"ની કલ્પના કરી છે, અને ક્ષેત્રીય પરિષદો આ દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સર્વાંગી વિકાસ હાસલ કરવા માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદની ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

મજબૂત રાજ્યો મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે તે ભાવના સાથે, ક્ષેત્રીય પરિષદો બે અથવા વધુ રાજ્યો, અથવા કેન્દ્ર અને રાજ્યોને સંયુક્ત રીતે અસર કરતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક સંરચનાત્મક પદ્ધતિ પૂરી પાડે છે, અને આ પ્રક્રિયા દ્વારા પરસ્પર સહયોગ વધારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે.

ક્ષેત્રીય પરિષદોની ભૂમિકા સલાહકારી છે; જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પરિષદો વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સમજણ અને સહયોગના તંદુરસ્ત સંબંધોને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવી છે.

તમામ રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સહયોગથી, છેલ્લા 12 વર્ષોમાં (જૂન 2014 થી આજ સુધી) વિવિધ ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 70 બેઠકો યોજાઈ છે.

ક્ષેત્રીય પરિષદો કેન્દ્ર અને સભ્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે, સભ્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના મુદ્દાઓ અને વિવાદોને ઉકેલવા માટે અને ક્ષેત્રને લગતી બાબતો પર પ્રગતિ કરવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પૂરું પાડે છે.

આ પરિષદોમાં રાષ્ટ્રીય મહત્વના અન્ય વ્યાપક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે. જેમાં મહિલાઓ અને બાળકો સામેના બળાત્કારના કેસોની ઝડપી તપાસ કરવી અને તેના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSCs) શરૂ કરવી; ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS-112) લાગુ કરવી; ખાદ્ય સુરક્ષાના ધોરણો સુધારવા; દરેક ગામના નક્કી કરેલા વિસ્તારમાં બેંકની ભૌતિક શાખા (brick-and-mortar banking) ઉપલબ્ધ કરાવવી; તેમજ પોષણ, શિક્ષણ, આરોગ્ય, ઊર્જા ક્ષેત્રના સુધારા, શહેરી આયોજન, સહકારી વ્યવસ્થાને મજબૂત બનાવવી, સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના વિષયોનો સમાવેશ થાય છે.


(રીલીઝ આઈડી: 2306935) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Kannada