પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમી પર સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ ભગવાન કૃષ્ણને દિવ્યતાના અવતાર તરીકે વર્ણવતું એક સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 04 SEP 2026 10:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જન્માષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી.

એક સુભાષિત શેર કરતા, પ્રધાનમંત્રીએ ભગવાન પ્રત્યે ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા, પ્રધાનમંત્રીએ આ માહિતી શેર કરી:

"જન્મષ્ટમી પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન કૃષ્ણના દિવ્ય સંદેશાઓમાં નિઃસ્વાર્થ કાર્યની અદ્ભુત પ્રેરણા રહેલી છે, જે માનવતાને સતત માર્ગદર્શન આપે છે. તેમની ભક્તિ અને ઉપાસનાને સમર્પિત આ પવિત્ર પ્રસંગ દરેકના જીવનમાં સકારાત્મક ઊર્જા અને શક્તિનો સંચાર કરે. જય શ્રી કૃષ્ણ!"

"वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥"

હું વાસુદેવના પુત્ર, દિવ્યતાના સાક્ષાત અવતાર, કંસ અને ચાણૂરના સંહારક, માતા દેવકીને પરમ આનંદ આપનાર અને સમગ્ર બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને નમન કરું છું.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2306642) મુલાકાતી સંખ્યા : 10