મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
નાણાકીય સમાવેશથી લઈને આર્થિક સશક્તિકરણ સુધી: કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પ્રધાનમંત્રી જન-ધન યોજનાના 12 વર્ષની પ્રશંસા કરી
59 કરોડથી વધુ જન-ધન ખાતા ખોલવામાં આવ્યા, જેમાંથી 56% મહિલાઓના છે અને 78% ગામડાઓ તથા નાના શહેરોમાં છે
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 5:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પ્રધાનમંત્રી જન-ધન યોજનાના 12 વર્ષ પૂર્ણ થવાની પ્રશંસા કરતાં તેની આ સફરને નાણાકીય સમાવેશથી લઈને આર્થિક સશક્તિકરણ તરફની સફર ગણાવી છે.
'X' પરની એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ, જન-ધન યોજનાએ કરોડો નાગરિકોને – ખાસ કરીને મહિલાઓ અને ગ્રામીણ પરિવારોને – ઔપચારિક બેંકિંગ પ્રણાલી સાથે જોડ્યા છે અને નાણાકીય આત્મનિર્ભરતાનો મજબૂત પાયો નાખ્યો છે.
આ યોજનાની સિદ્ધિઓ શેર કરતા તેમણે જણાવ્યું હતું કે 59 કરોડથી વધુ જન-ધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 56% મહિલાઓના છે અને 78% ગામડાઓ તથા નાના શહેરોમાં છે. આ ખાતાઓમાં જમા થયેલી રકમ રૂ. 3.1 લાખ કરોડને વટાવી ગઈ છે, અને JAM (જન ધન-આધાર-મોબાઈલ) ત્રિપુટી દ્વારા લાભાર્થીઓને સીધા જ રૂ. 53 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ માત્ર બેંક ખાતા ખોલવા માટેની યોજના નથી, પરંતુ ગૌરવ, સુરક્ષા અને સશક્તિકરણની એક પરિવર્તનકારી સફર છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2304396)
મુલાકાતી સંખ્યા : 9