પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 12:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન નિમિત્તે લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પવિત્ર તહેવાર બધા માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે. તેમણે એવી પણ પ્રાર્થના કરી કે રક્ષાબંધન દ્વારા ઉજવવામાં આવતો પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા મજબૂત અને અતૂટ રહે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ શુભ તહેવાર તમારા બધા માટે ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે.
પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસના બંધનો હંમેશા અતૂટ રહે.”
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad