PIB Backgrounder
આંકડાઓથી ઉપર: ભારતના શાળાકીય શિક્ષણની પ્રગતિનું વિશ્લેષણ
UDISE+ 2025–26 રિપોર્ટ (NEP માળખું)
प्रविष्टि तिथि:
17 AUG 2026 3:14PM by PIB Ahmedabad
યુડીઆઈએસઈ+ (UDISE+) રિપોર્ટ 2025–26 ભારતમાં શાળાકીય શિક્ષણનું વ્યાપક મૂલ્યાંકન રજૂ કરે છે, જેમાં 14.67 લાખ શાળાઓ, 1.03 કરોડ શિક્ષકો અને 24.72 કરોડ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે નોંધણી (એનરોલમેન્ટ), ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER), શિક્ષકોની ઉપલબ્ધતા, વિદ્યાર્થી-શિક્ષક (PTR), રીટેન્શન અને ટ્રાન્ઝિશન રેટમાં સુધારાની સાથે ડ્રોપઆઉટ દરમાં થયેલા ઘટાડા પર પ્રકાશ પાડે છે. આ રિપોર્ટ ડિજિટલ અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિ, મહિલા શિક્ષકોની વધુ ભાગીદારી અને લિંગ સમાનતા, સામાજિક સમાવેશ તથા સુલભ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ નોંધે છે, જે NEP 2020 હેઠળ પુરાવા-આધારિત આયોજનને વધુ મજબૂત બનાવે છે.
શિક્ષણમાં ડેટા-ડ્રિવન ગવર્નન્સ: UDISE+ ના તારણો યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એ સમગ્ર ભારતમાં શાળાકીય શિક્ષણના ડેટાને એકત્રિત કરવા અને તેનું સંચાલન કરવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSE&L) દ્વારા વિકસાવવામાં આવેલું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. 2018–19 માં તેની શરૂઆત થઈ ત્યારથી, UDISE+ એ પુરાવા-આધારિત આયોજન, નીતિ નિર્માણ અને શૈક્ષણિક પ્રગતિની દેખરેખને સરળ બનાવી છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણને ટ્રેક કરવા માટે એક મુખ્ય ડેટા રિપોઝિટરી તરીકે પણ કામ કરે છે, જે સાર્વત્રિક પહોંચ, ઇક્વિટી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુધારેલા વિદ્યાર્થી રીટેન્શનને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
શાળાકીય શિક્ષણનું ચિત્ર UDISE+ 2025–26 રિપોર્ટ મજબૂત થતી ભારતીય શાળા શિક્ષણ પ્રણાલીને પ્રતિબિંબિત કરે છે જેમાં આશરે 14.67 લાખ શાળાઓ, 1.03 કરોડ શિક્ષકો અને 24.72 કરોડથી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સતત નોંધણી અને સુધારેલી શિક્ષકોની ઉપલબ્ધતા શાળા દીઠ સરેરાશ સાત શિક્ષકો અને 169 વિદ્યાર્થીઓમાં પરિણમે છે. પરિણામે, સિસ્ટમ 24:1 નો અત્યંત સાનુકૂળ એકંદર પ્યુપિલ-ટીચર રેશિયો (PTR) જાળવી રાખે છે, જે NEP 2020 દ્વારા ભલામણ કરાયેલા 30:1ના બેન્ચમાર્ક કરતાં ઘણો સારો છે.

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER): શાળાકીય શિક્ષણ સુધી પહોંચનો વિસ્તાર
માધ્યમિક (Secondary) તબક્કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) સુધરીને 71.7% થયો છે, જ્યારે મિડલ (Middle) તબક્કે GER સતત 89.6% ના ઉચ્ચ સ્તરે રહ્યો છે. શાળાકીય શિક્ષણના તમામ તબક્કામાં નોંધણી સારી રીતે વહેંચાયેલી રહી છે, જેમાં કુલ નોંધણીમાં માધ્યમિક તબક્કાનો હિસ્સો 27.16% છે, ત્યારબાદ પ્રિપેરેટરી (Preparatory) તબક્કો (25.60%), મિડલ તબક્કો (25.58%), અને ફાઉન્ડેશનલ (Foundational) તબક્કો (21.66%) આવે છે.

એકસાથે, આ સંતુલિત વિતરણ અને વધતો જતો સેકન્ડરી GER શિક્ષણની પહોંચ વિસ્તરણ કરવા અને શાળાકીય શિક્ષણના સમગ્ર તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓની ભાગીદારી જાળવી રાખવામાં ભારતની સતત પ્રગતિ દર્શાવે છે.
સાનુકૂળ વિદ્યાર્થી –શિક્ષક ગુણોત્તર (પ્યુપિલ-ટીચર રેશિયો): શીખવાના પરિણામોમાં સુધારો

2025–26 માં, શાળા શિક્ષણના તમામ તબક્કામાં PTR એ શિક્ષકોની ઉપલબ્ધતામાં સતત સુધારો દર્શાવ્યો છે. તબક્કાવાર PTR ફાઉન્ડેશનલ તબક્કે 10:1, પ્રિપેરેટરી તબક્કે 12:1, મિડલ તબક્કે 17:1 અને સેકન્ડરી તબક્કે 21:1 રહ્યો હતો. આ અત્યંત સાનુકૂળ ગુણોત્તર વ્યક્તિગત ધ્યાન આપવા, વર્ગખંડમાં વધુ અસરકારક જોડાણ પ્રોત્સાહિત કરવા અને શીખવાના પરિણામોમાં સુધારા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે.
વિદ્યાર્થી –શિક્ષક ગુણોત્તર (PTR) શિક્ષણના ચોક્કસ સ્તરે શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા માપે છે. ઉદાહરણ તરીકે, 10:1 નો PTR એટલે ચોક્કસ તબક્કે સરેરાશ 10 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ઉપલબ્ધ છે. ઓછો PTR શિક્ષકોને વધુ વ્યક્તિગત ધ્યાન આપવા, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે વધુ મજબૂત સંબંધો વિકસાવવા અને શિક્ષણ તથા શીખવાની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવે છે.
સુધારેલું વિદ્યાર્થી રીટેન્શન(જાળવણી) અને ઓછો ડ્રોપઆઉટ દર

UDISE+ 2025–26 રિપોર્ટ ભારતીય શાળા પ્રણાલીમાં બાળકોને જાળવી રાખવામાં સતત પ્રગતિ દર્શાવે છે. ડ્રોપઆઉટ દર પ્રિપેરેટરી તબક્કે ઘટીને 1.8% અને સેકન્ડરી તબક્કે 7.0% થયો હતો. જ્યારે મિડલ તબક્કે નજીવો વધીને 3.6% થયો હતો, છતાં તમામ ત્રણેય તબક્કામાં ડ્રોપઆઉટ દર 2022–23 ની સરખામણીમાં નોંધપાત્ર રીતે નીચો રહ્યો છે. આ સકારાત્મક વલણ મજબૂત વિદ્યાર્થી રીટેન્શન દરમાં પ્રતિબિંબિત થાય છે, જે 98.5% (ફાઉન્ડેશનલ), 91.1% (પ્રિપેરેટરી), 83.7% (મિડલ), અને 51.9% (સેકન્ડરી) રહ્યો હતો. વધુમાં, ક્રમિક તબક્કાઓ વચ્ચેનો ટ્રાન્ઝિશન દર મજબૂત રહ્યો હતો—જેમાં 99.2% વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનલમાંથી પ્રિપેરેટરી તબક્કામાં, 93.8% મિડલ તબક્કામાં અને 88.3% સેકન્ડરી તબક્કામાં આગળ વધ્યા હતા. એકસાથે, આ આંકડા શૈક્ષણિક પહોંચ અને વિદ્યાર્થીઓના સતત આગળ વધવાના સુધરતા સ્તરને રેખાંકિત કરે છે.
એકલ-શિક્ષક અને શૂન્ય-નોંધણી ધરાવતી શાળાઓમાં ઘટાડો 2025–26 માં, એક જ શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યા આશરે 3% ઘટીને 1,00,843 થઈ ગઈ છે, જ્યારે શૂન્ય-નોંધણી ધરાવતી શાળાઓમાં અગાઉના વર્ષ (2024-25)ની સરખામણીમાં 29% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને 5,663 થઈ ગઈ છે. આ સુધારાઓ શિક્ષકોની ફાળવણીને યોગ્ય બનાવવા, તેમની નિયુક્તિને સુવ્યવસ્થિત કરવા અને શૈક્ષણિક સંસાધનો દેશભરમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતો સાથે વધુ અસરકારક રીતે જોડાય તે સુનિશ્ચિત કરવાના સતત પ્રયાસો દર્શાવે છે.

જેન્ડર અને સામાજિક સમાવેશ
UDISE+ 2025–26 રિપોર્ટ વધુ સમાવેશી શાળા શિક્ષણ પ્રણાલી તરફ સતત પ્રગતિ દર્શાવે છે. કુલ વિદ્યાર્થી નોંધણીમાં છોકરીઓનો હિસ્સો 48.4% રહ્યો હતો, જે શાળાઓમાં સંતુલિત લિંગ વિતરણ દર્શાવે છે. મહિલાઓએ પણ શિક્ષણ કાર્યબળમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે, જે તમામ શિક્ષકોમાં 54.9% હિસ્સો ધરાવે છે.

શાળા નોંધણીની સામાજિક રચના પણ વ્યાપક અને પ્રતિનિધિત્વ ધરાવતી રહી હતી. અન્ય પછાત વર્ગો (OBCs) ના વિદ્યાર્થીઓનો સૌથી મોટો હિસ્સો 44.9% રહ્યો હતો, ત્યારબાદ સામાન્ય કેટેગરી (27.5%), અનુસૂચિત જાતિ (17.7%), અને અનુસૂચિત જનજાતિ (10%) આવે છે. એકસાથે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કુલ નોંધણીમાં 27.7% હિસ્સો ધરાવે છે, જે શાળા શિક્ષણમાં સમાન પહોંચને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસો દર્શાવે છે. સમાવેશ પ્રત્યેની આ કટિબદ્ધતા દિવ્યાંગ બાળકો (CWSN) સુધી પણ વિસ્તરે છે, જેમના દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં 57.16% છોકરાઓ અને 42.84% છોકરીઓ છે. સામૂહિક રીતે, આ ડેટા સુલભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશિષ્ટ સહાયક સેવાઓ અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન શિક્ષણ તકો દ્વારા સમાવેશી શિક્ષણને આગળ વધારવા માટે ભારતનું સમર્પણ દર્શાવે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
UDISE+ 2025–26 રિપોર્ટ અધ્યાપન અને શીખવા માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના નોંધપાત્ર પ્રયાસો દર્શાવે છે. ડિજિટલ મોરચે, કમ્પ્યુટરથી સજ્જ શાળાઓનું પ્રમાણ વધીને 69.9% થયું છે, અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધીને 67.4% થઈ ગઈ છે, જે ટેકનોલોજી-સક્ષમ શિક્ષણ માટેની તકોનો વિસ્તાર કરે છે.

શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓમાં પણ સતત વધારો નોંધાયો છે:
· 95% શાળાઓમાં વીજળી
· 99.5% શાળાઓમાં પીવાનું સુરક્ષિત પાણી
· 98.5% શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલય
· 97.2% શાળાઓમાં છોકરાઓ માટે શૌચાલય
· 96.9% શાળાઓમાં હાથ ધોવાની સુવિધાઓ
· 90.5% શાળાઓમાં લાઈબ્રેરી
· 29.9% શાળાઓમાં રેનવોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ)
· 58.2% શાળાઓમાં હેન્ડરેલિંગ સાથેના રેમ્પ.
એકસાથે, આ ડિજિટલ અને ભૌતિક સુવિધાઓનો વિસ્તાર સુલભતા, સમાવેશકતા અને ભારતની શૈક્ષણિક સ્થિતિની એકંદર ગુણવત્તા સુધારવા માટેની સતત કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
પ્રગતિનું વિશ્લેષણ: UDISE+ 2025–26 ના મુખ્ય તારણો UDISE+ 2025–26 રિપોર્ટ સુધારેલી પહોંચ, ઇક્વિટી, ગુણવત્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતની શાળા શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં સતત પ્રગતિ દર્શાવે છે. નવો રિપોર્ટ શિક્ષકોની ઉપલબ્ધતા, સાનુકૂળ વિદ્યાર્થી-શિક્ષક રેશિયો, વિદ્યાર્થી રીટેન્શન અને ટ્રાન્ઝિશન, લિંગ સમાનતા, સામાજિક સમાવેશ, ડિજિટલ સજ્જતા અને શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુખ્ય સુધારાઓ પર પ્રકાશ પાડે છે, જે સમગ્ર દેશમાં શૈક્ષણિક પરિણામો સુધારવા માટેના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.
એક વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ તરીકે, UDISE+ પુરાવા-આધારિત આયોજન, માહિતગાર નીતિ નિર્માણ અને શાળા શિક્ષણ ક્ષેત્રની અસરકારક દેખરેખને સક્ષમ કરવાનું ચાલુ રાખે છે. તેના તારણો સમાન, સમાવેશી, ટેકનોલોજી-સક્ષમ અને વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પ્રણાલી બનાવવાની NEP 2020 ના વિઝન તરફની સતત પ્રગતિની પુષ્ટિ કરે છે.
સંદર્ભો:
શિક્ષણ મંત્રાલય
https://udiseplus.gov.in/#/en/page/publications https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282141®=48&lang=1
https://dashboard.udiseplus.gov.in/
Click here to see PDF
SM/DK/JD
(रिलीज़ आईडी: 2300470)
आगंतुक पटल : 20