રેલવે મંત્રાલય
સાબરમતી રોલિંગ સ્ટોક ડેપો: બુલેટ ટ્રેન સેટ્સના જાળવણીનું મુખ્ય કેન્દ્ર
प्रविष्टि तिथि:
13 AUG 2026 4:43PM by PIB Ahmedabad
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ત્રણ રોલિંગ સ્ટોક ડેપો સાબરમતી અને સુરત (ગુજરાત) તથા થાણે (મહારાષ્ટ્ર) ખાતે વિકસાવવામાં આવી રહ્યા છે. આ ડેપો હાઈ-સ્પીડ ટ્રેનસેટ્સની કાર્યક્ષમ જાળવણી અને વિશ્વસનીય સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સાબરમતી રોલિંગ સ્ટોક ડેપો ટ્રેનસેટ્સની હળવી તેમજ ભારે જાળવણી બંને માટે વિકસાવવામાં આવી રહ્યો છે. આ સુવિધામાં ઇમરજન્સી રિપેર વર્કશોપ, વ્હીલ રી-પ્રોફાઇલિંગ શોપ, કાર બોડી રિપેર વર્કશોપ, ઇક્વિપમેન્ટ વર્કશોપ, બોગી વર્કશોપ, જનરલ ઇન્સ્પેક્શન શોપ, ઇન્સ્પેક્શન શેડ, ટ્રેન વોશિંગ પ્લાન્ટ, ETP/STP તેમજ કચરા નિકાલની સુવિધાઓ અને સ્ટેબલિંગ લાઇનોનો સમાવેશ થશે.

ડેપોમાં શરૂઆતમાં 4 ઇન્સ્પેક્શન લાઇનો અને 10 સ્ટેબલિંગ લાઇનો હશે. ભવિષ્યમાં આ ક્ષમતાને વધારીને 8 ઇન્સ્પેક્શન લાઇનો અને 29 સ્ટેબલિંગ લાઇનો કરવામાં આવશે. આથી બુલેટ ટ્રેન નેટવર્કની વધતી જતી ઓપરેશનલ જરૂરિયાતોને અનુરૂપ પૂરતી ક્ષમતા ઉપલબ્ધ થશે.
વર્કશોપમાં સમર્પિત બોગી એક્સચેન્જ લાઇનો અને જનરલ ઇન્સ્પેક્શન લાઇનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી ટ્રેનસેટ્સમાં બોગી બદલવાની, નિરીક્ષણ અને સામાન્ય ઓવરહોલની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ રીતે પૂર્ણ કરી શકાય.

ઇન્સ્પેક્શન અને વર્કશોપની સુવિધાઓ 16-કોચવાળા ટ્રેનસેટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે, જે હાઈ-સ્પીડ રેલ સંચાલનની જરૂરિયાતોને અનુરૂપ છે.
પ્રોજેક્ટના ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપતાં, ડેપોમાં ભૂગર્ભજળ રિચાર્જ તેમજ પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ચાર જળાશયો (Reservoirs)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આથી જળ સંસાધનોના જવાબદાર અને કાર્યક્ષમ વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળશે.
સાબરમતી રોલિંગ સ્ટોક ડેપો એક મહત્વપૂર્ણ જાળવણી કેન્દ્ર તરીકે કાર્ય કરશે, જ્યાં અદ્યતન સુવિધાઓ, ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ક્ષમતા અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવશે. આ ડેપો બુલેટ ટ્રેન સેવાઓના સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ સંચાલનને સહયોગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
MAHSR પર વિકસાવવામાં આવી રહેલા રોલિંગ સ્ટોક ડેપો વિશ્વના શ્રેષ્ઠ રોલિંગ સ્ટોક મેન્ટેનન્સ સેન્ટર્સના ધોરણોને અનુરૂપ ઉત્તમ ગ્રીન (પર્યાવરણ-અનુકૂળ) સ્થાપનાઓ તરીકે વિકસાવવામાં આવશે અને તેમની સાથે અનેક ‘પ્રથમ વખત’ની સિદ્ધિઓ જોડાયેલી હશે. ડેપોમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મશીનરી એવી હશે, જેનો દેશમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે.
આ ડેપો MAHSR કોરિડોર પર હાઈ-સ્પીડ ટ્રેનોની જાળવણી અને સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમના સંચાલનથી પ્રાપ્ત અનુભવ અને શીખ અન્ય ભવિષ્યના હાઈ-સ્પીડ રેલ કોરિડોરના વિકાસ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરશે.
(रिलीज़ आईडी: 2298955)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English