સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
નાણાકીય અવરોધોથી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સુધી: PM-YASASVI શિષ્યવૃત્તિએ રાજન કુમારને તેનું એમબીએ (MBA) નું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરી
प्रविष्टि तिथि:
06 AUG 2026 5:34PM by PIB Ahmedabad
આર્થિક રીતે નબળા પરિવારોના હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ માટે, શ્રેષ્ઠ સંસ્થામાં પ્રવેશ મેળવવો એ તેમની સફરની માત્ર શરૂઆત હોય છે. ઉચ્ચ શિક્ષણનો ઊંચો ખર્ચ ઘણીવાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં એક મોટો અવરોધ બની જાય છે.
લક્ષિત નાણાકીય સહાય કેવી રીતે જીવન બદલી શકે છે તે દર્શાવતા, અન્ય પછાત વર્ગ (OBC) ના 25 વર્ષીય વિદ્યાર્થી રાજન કુમારે PM-YASASVI યોજના – OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટે ટોપ ક્લાસ એજ્યુકેશન હેઠળના સપોર્ટ સાથે તેનું માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
મર્યાદિત નાણાકીય સંસાધનો ધરાવતા નમ્ર પરિવારમાંથી આવતા, રાજન હંમેશા એક પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટ શિક્ષણ મેળવવાની આકાંક્ષા ધરાવતો હતો. સતત સખત પરિશ્રમ અને નિશ્ચય દ્વારા, તેણે કોમન એડમિશન ટેસ્ટ (CAT) માં પ્રભાવશાળી 99.5 પર્સેન્ટાઇલ મેળવ્યા અને એક પ્રતિષ્ઠિત એમબીએ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. જો કે, ઊંચી ટ્યુશન ફી તેના પરિવાર માટે એક ગંભીર નાણાકીય પડકાર બની ગઈ હતી, જેમના મર્યાદિત આવકના સાધનો દૈનિક ઘરગથ્થુ ખર્ચાઓને પૂરા કરવાની સાથે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું મુશ્કેલ બનાવતા હતા.
સામાજિક અને આર્થિક રીતે વંચિત સમુદાયોના તેજસ્વી વિદ્યાર્થીઓને ટેકો આપવાના મહત્વને ઓળખીને, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 2024-2026 દરમિયાન PM-YASASVI યોજના હેઠળ રાજનને ₹15.51 લાખની નાણાકીય સહાય પૂરી પાડી હતી. આ શિષ્યવૃત્તિએ તેના શિક્ષણમાં રહેલા નાણાકીય અવરોધોને દૂર કર્યા અને તેને કોઈ પણ વિક્ષેપ વગર તેનો અભ્યાસ ચાલુ રાખવા માટે સક્ષમ બનાવ્યો.
પોતાની સફરને યાદ કરતાં રાજન કુમારે કહ્યું: "PM-YASASVI શિષ્યવૃત્તિ મેળવવાથી મારું જીવન બદલાઈ ગયું. તેણે મને માત્ર નાણાકીય રીતે જ ટેકો આપ્યો નથી પરંતુ મને એવો વિશ્વાસ પણ આપ્યો છે કે મારા સ્વપ્નોનું મહત્વ છે. આ શિષ્યવૃત્તિએ મારા માતાપિતા પરનો બોજ ઓછો કર્યો અને મને શિક્ષણના ખર્ચની સતત ચિંતા કર્યા વિના મારા અભ્યાસ, પ્રોજેક્ટ્સ અને કારકિર્દીની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપી. PM-YASASVI એ માત્ર નાણાકીય સહાય કરતાં વિશેષ છે—તે ઓછી આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તકો ઊભી કરે છે."

કૌશલ્ય નિર્માણ અને સફળ કારકિર્દી માટેની તૈયારી નાણાકીય બોજમાં નોંધપાત્ર ઘટાડો થતાં, રાજન તેનું સંપૂર્ણ ધ્યાન શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ પર કેન્દ્રિત કરવા સક્ષમ બન્યો હતો. તેના એમબીએ દરમિયાન, તેણે શૈક્ષણિક પ્રેઝન્ટેશન, મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણે લીન સિક્સ સિગ્મા ગ્રીન બેલ્ટ સર્ટિફિકેશન પણ મેળવ્યું હતું અને ફાઇનાન્સ, ઇક્વિટી રિસર્ચ અને મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા, જેણે તેની વ્યાવસાયિક ક્ષમતાઓ અને કારકિર્દીની તકોને મજબૂત બનાવી હતી.
રાજન કુમારની સફળતા દર્શાવે છે કે કેવી રીતે OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટે ટોપ ક્લાસ એજ્યુકેશન માટેની PM-YASASVI યોજના વંચિત સમુદાયોના યોગ્ય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવી રહી છે. નાણાકીય અવરોધોને દૂર કરીને અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપીને, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય યુવા મનને સશક્ત બનાવવાનું, સામાજિક ગતિશીલતા માટે તકો ઊભી કરવાનું અને વધુ સમાવેશી તથા કુશળ ભારતનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2295775)
आगंतुक पटल : 5