રસાયણો અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
ભારતે છેલ્લા 12 વર્ષોમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી
પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન્સ (PCPIRs)એ 3.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કર્યું છે જેણે 3.7 લાખ લોકોને રોજગારી તરફ દોરી જવાનું કામ કર્યું છે
ત્રણ નવા કેમિકલ પાર્ક માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા 'ભવ્ય રસાયણ યોજના'ને મંજૂરી આપવામાં આવી
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:52PM by PIB Ahmedabad
છેલ્લાં બાર વર્ષમાં, રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (DCPC) એ કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે નીતિગત સુધારા, માળખાકીય વિકાસ, ક્ષમતા નિર્માણ, કૌશલ્ય વિકાસ, ગુણવત્તામાં સુધારો અને રોકાણ પ્રોત્સાહન પહેલ હાથ ધરી છે. આ પહેલોએ સ્થાનિક ઉત્પાદન, નવીનતા, રોજગાર સર્જન, રોકાણ અને વિકસિત ભારત @2047 તથા આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપ્યું છે.
વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, ન્યૂ સ્કીમ ઓફ પેટ્રોકેમિકલ્સ (NSP) હેઠળની સબ-સ્કીમ, કેમિકલ પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ સ્કીમ (CPDS) એ પરિષદો, પ્રદર્શનો, તાલીમ કાર્યક્રમો, અભ્યાસો અને જાગૃતિ લાવવાના કાર્યક્રમો દ્વારા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસમાં સહયોગ આપ્યો છે.
DCPC પોતાના હેઠળના એક PSU, HIL (ઇન્ડિયા) લિમિટેડ અને વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટિસાઇડ ફોર્મ્યુલેશન ટેકનોલોજી (IPFT) દ્વારા યોજાતા જાગૃતિ કાર્યક્રમો દ્વારા પાકોમાં જંતુનાશકોના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. CPDS હેઠળ, બંને સંસ્થાઓ જંતુનાશકોના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગ અંગે ખેડૂતોના તાલીમ કાર્યક્રમો યોજી રહી છે અને અનાજ, ખાદ્ય તેલ, ફળો અને શાકભાજીમાં જંતુનાશકોના અવશેષો ઘટાડવા માટે સંકલિત કીટ નિયંત્રણ પદ્ધતિઓ (Integrated Pest Management Practices) અપનાવવાની બાબતને પ્રોત્સાહિત કરી રહી છે. આજદિન સુધી, દેશભરમાં 250 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેનો લાભ દેશભરના એક લાખથી વધુ ખેડૂતોને મળ્યો છે.
વિભાગે વિકસિત ભારત@2047 એક્શન પ્લાન હેઠળ "કાર્યસ્થળ પર જોખમી રસાયણોની સુરક્ષિત હેન્ડલિંગ અને જોખમી રસાયણો સાથે સંકળાયેલા જોખમો ઘટાડવા" વિષય પર મેજર એક્સીડન્ટ હેઝાર્ડસ (MAH) યુનિટ્સના કર્મચારીઓ માટે દેશવ્યાપી તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ 5 વર્ષના સમયગાળા દરમિયાન તમામ 2,393 MAH યુનિટ્સને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. દરેક કાર્યક્રમમાં 50 MAH યુનિટ્સમાંથી 100 સહભાગીઓને આવરી લેવામાં આવે છે, જેમાં દરેક યુનિટમાંથી 2 કર્મચારીઓ હોય છે. આજદિન સુધી, દેશભરમાં આવા 21 તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં 1,376 ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો છે, અને કુલ 2,441 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.
દહેજ (ગુજરાત), વિશાખાપટ્ટનમ-કાકીનાડા (આંધ્રપ્રદેશ), અને પારાડીપ (ઓડિશા) ખાતેના ત્રણ કાર્યાન્વિત પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન્સ (PCPIRs) એ રૂ. 3.4 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કર્યું છે, 3.7 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે, અને 2,200 થી વધુ કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપનામાં મદદ કરી છે.
ગ્રાહકોનું રક્ષણ કરવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને હલકી ગુણવત્તાની આયાતને અટકાવવા માટે વિભાગે સમયાંતરે ക്વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ (QCOs) જારી કર્યા છે. હાલમાં, કુલ 37 QCOs અમલમાં છે.
ભારતની FDI નીતિ, જે મોટાભાગના કેમિકલ ક્ષેત્રો માટે ઓટોમેટિક રૂટ હેઠળ 100% FDI ની મંજૂરી આપે છે, તેણે ક્ષેત્રમાં રોકાણને સહયોગ આપ્યો છે. 2014-2026 દરમિયાન એફડીઆઈ પ્રવાહ (FDI inflow) રૂ. 1,04,895 કરોડ રહ્યો હતો જે 2004-2014 દરમિયાન પ્રાપ્ત થયેલ એફડીઆઈ (રૂ. 45,240 કરોડ) કરતાં બમણાથી વધુ છે.
રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગે ડાઉનસ્ટ્રીમ પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઉદ્યોગો માટે માળખાકીય સહાયનો વિસ્તાર કર્યો છે. દેશભરમાં 10 પ્લાસ્ટિક પાર્ક્સ મંજૂર કરવામાં આવ્યા છે. 2025-26 દરમિયાન પૂર્ણ થયેલા 3 સહિત ચાર પ્લાસ્ટિક પાર્ક્સે 100% માળખાકીય કામગીરી પૂર્ણ કરી લીધી છે. વધુમાં, વિભાગે સંશોધન અને નવીનતાને સહયોગ આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. 18 સેન્ટર ઓફ એક્સેલન્સે 85 પેટન્ટ્સ ફાઇલ કરી છે, 600 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને 105 નવી ટેકનોલોજી/પ્રોડક્ટ્સ વિકસાવી છે.
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET) એ સેન્ટર ફોર સ્કિલિંગ એન્ડ ટેકનિકલ સપોર્ટ (CSTS), પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર (PWMC), સ્કૂલ ઓફ એડવાન્સ રિસર્ચ ઇન પેટ્રોકેમિકલ્સ (SARP), એડવાન્સ રિસર્ચ સ્કૂલ ફોર ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ સિમ્યુલેશન (ARSTPS), અને એડવાન્સ પોલિમર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ લેબોરેટરી (APDDRL) ની સ્થાપના કરીને પોતાના નેટવર્ક અને સુવિધાઓનો વિસ્તાર કર્યો છે. સિપેટ (CIPET) નેટવર્ક 51 કેન્દ્રો સુધી વિસ્તર્યું છે, જેમાં 2014 થી સ્થપાયેલા 19 કેન્દ્રોનો સમાવેશ થાય છે, જેમાંથી 03 પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર્સ (PWMCs) છે. સિપેટ (CIPET) એ લગભગ 6.72 લાખ કુશળ પ્રોફેશનલ્સને તાલીમ આપી છે, જેમાં 2014-24 દરમિયાન 5.21 લાખથી વધુનો સમાવેશ થાય છે, અને 2014-24 દરમિયાન 8.53 લાખ ટેકનોલોજી સપોર્ટ સર્વિસ કાર્યો પૂર્ણ કર્યા છે.
કેન્દ્રીય બજેટ 2026-27 માં, સરકારે સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા, આયાત નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે ક્લસ્ટર-આધારિત પ્લગ-એન્ડ-પ્લે મોડેલ પર ત્રણ કેમિકલ પાર્ક્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે રૂ. 3030 કરોડથી વધુની જોગવાઈ સાથે ત્રણ કેમિકલ પાર્ક્સની સ્થાપના માટે 'ભવ્ય રસાયણ યોજના' (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ - BHAVYA Rasayan Scheme) ને મંજૂરી આપી છે. સૂચિત પાર્ક્સ કેમિકલ ક્ષેત્ર અને સંકલિત સરક્યુલર ઇકોનોમી સિદ્ધાંતને સહયોગ આપશે તેવી અપેક્ષા છે.
છેલ્લા 12 વર્ષોમાં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટિસાઇડ ફોર્મ્યુલેશન ટેકનોલોજી (IPFT), ગુરુગ્રામે ટકાઉ પાક સંરક્ષણ, એગ્રોકેમિકલ ફોર્મ્યુલેશન અને અદ્યતન વિશ્લેષણાત્મક વિજ્ઞાનમાં ક્ષમતાઓ વિકસાવી છે. પ્રયોગશાળાઓ અને પાયલટ-સ્કેલ સુવિધાઓથી સજ્જ, IPFT એ ઉદ્યોગને 64 પજંતુનાશક ફોર્મ્યુલેશન ટેકનોલોજી વિકસાવીને ટ્રાન્સફર કરી છે. આ સંસ્થા NABL-એક્રેડિટેડ અને OECD-GLP-સુસંગત ટેસ્ટ ફેસિલિટી છે. બાયોપેસ્ટિસાઇડ્સ અને અદ્યતન બાયોલોજિકલ ફોર્મ્યુલેશન માટે બાયોફાઉન્ડ્રી ફેસિલિટી સ્થાપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા રૂ. 28.69 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. IPFT ને ફર્ટિલાઇઝર્સ કન્ટ્રોલ ઓર્ડર (FCO), 1985 હેઠળ બાયોસ્ટિમ્યુલન્ટ ટેસ્ટિંગ માટે અધિકૃત પ્રયોગશાળા તરીકે પણ સૂચિત કરવામાં આવી છે.
IPFT દ્વારા, વિભાગે જંતુનાશકોના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગ અને બાયોપેસ્ટિસાઇડ્સના પ્રોત્સાહન અંગે દેશભરમાં 45 ખેડૂત જાગૃતિ કાર્યક્રમો યોજ્યા છે, જેનો લાભ 16,436 ખેડૂતોને મળ્યો છે. IPFT એ 59મી OPCW (ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ) પ્રોફિશિયન્સી ટેસ્ટમાં "A" રેટિંગ મેળવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત સહભાગીઓ માટે અદ્યતન વિશ્લેષણાત્મક તાલીમ યોજવાનો વૈશ્વિક OPCW કોન્ટ્રાક્ટ એનાયત કરવામાં આવ્યો હતો.
છેલ્લાં બાર વર્ષમાં, વિભાગે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને ટેકો આપવા માટે માળખાકીય વિકાસ, નીતિગત સુધારા, રોકાણ પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને સંશોધનમાં વિવિધ પહેલો હાથ ધરી છે. આ પ્રયાસોએ ઉત્પાદન, રોજગાર, નિકાસ અને ટકાઉ વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2295178)
आगंतुक पटल : 17