સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને દીનદયાળ દિવ્યાંગજન પુનર્વસન યોજના
प्रविष्टि तिथि:
04 AUG 2026 4:19PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) અને દીનદયાળ દિવ્યાંગજન પુનર્વસન યોજના (DDRS)નું મૂલ્યાંકન કરવા માટે થર્ડ-પાર્ટી ઈમ્પેક્ટ ઇવેલ્યુએશન કરવામાં આવ્યું છે.
ઇવેલ્યુએશન અભ્યાસે અહેવાલ આપ્યો છે કે RVY પાત્ર વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો સાથે અપવાદરૂપ રીતે સારી રીતે સુસંગત છે. આ યોજનાએ લાભાર્થીઓને સહાયક ઉપકરણો પૂરા પાડીને તેમની ગતિશીલતા (મોબિલિટી) અને કાર્યાત્મક સ્વતંત્રતા પર પરિવર્તનકારી અસર કરી છે, જે તેમને સ્વતંત્ર રીતે ચાલવા અને મદદ વગર આસપાસ ફરવા માટે સક્ષમ બનાવે છે. તે ખાસ કરીને સ્વતંત્ર જીવનને પ્રોત્સાહન આપવામાં અને પાયાની ગતિશીલતા તથા દૈનિક કામગીરી માટે સંભાળ રાખનારાઓ પરની નિર્ભરતા ઘટાડવામાં અસરકારક છે.
DDRS નો ઇવેલ્યુએશન અભ્યાસ દર્શાવે છે કે આ યોજનાએ શિક્ષણ, પુનર્વસન, સહાયક ટેકો અને આજીવિકાના સમાવેશમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે. તે શૈક્ષણિક અને રોગનિવારક (થેરાપ્યુટિક) સેવાઓની જોગવાઈ પર પ્રકાશ પાડે છે, જેનાથી નોંધપાત્ર કાર્યાત્મક સુધારો થયો છે, સાથે જ મફત સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું છે જેણે ઉચ્ચ ઉપયોગિતા અને લાભાર્થીઓનો સંતોષ દર્શાવ્યો છે. ઇવેલ્યુએશનમાં સુધારેલી આજીવિકા લિંકેજ, મજબૂત સમુદાય અને વાલીઓનું જોડાણ (એંગેજમેન્ટ), અને ઇ-અનુદાન (e-Anudaan) ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સુધારેલી પારદર્શિતા અને સમયબદ્ધતા પણ નોંધવામાં આવી છે. એકંદરે, તારણો ઉચ્ચ લાભાર્થી સંતોષ, સુધારેલ સામાજિક સમાવેશ અને જીવનની ગુણવત્તામાં સુધારો દર્શાવે છે.
આ માહિતી આજે લોકસભામાં સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે દ્વારા એક લેખિત જવાબમાં આપવામાં આવી છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2294432)
आगंतुक पटल : 17