સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

TRAI એ અમદાવાદથી ગાંધીધામ રેલવે રૂટ (ગુજરાત LSA) પર મોબાઇલ નેટવર્ક ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

प्रविष्टि तिथि: 04 AUG 2026 11:07AM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની જાણકારી માટે જૂન 2026 મહિના દરમિયાન અમદાવાદથી ગાંધીધામ રેલવે રૂટ (ગુજરાત LSA) પર હાથ ધરાયેલ ઈન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ (IDT)ના તારણો જાહેર કર્યા છે. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ નેટવર્ક સેવાઓ (વોઈસ અને ડેટા બંને) ની રીઅલ ટાઈમ ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, TRAI મુખ્ય ક્વોલિટી ઓફ સર્વિસ (QoS) પરમિતિઓ જેમ કે કવરેજ, કોલ ડ્રોપ રેટ (CDR), કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડેટા ડાઉનલોડ (DL) અને અપલોડ (UL) થ્રુપુટ વગેરે માટે TSPs ની કામગીરી રેકોર્ડ કરે છે, જે પછી ગ્રાહકોને માહિતગાર કરવા અને TSPs ને તેમની સેવાઓમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.

IDT વિવિધ ઉપયોગના વાતાવરણ જેમ કે શહેરો, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન હબ વગેરેમાં તમામ TSPs ની ગ્રાઉન્ડ મોબાઇલ નેટવર્ક કામગીરી કેપ્ચર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રાઇવ ટેસ્ટિંગમાં, 2G, 3G, 4G, અને 5G નેટવર્ક્સ પર તમામ TSPs ના SIM કાર્ડનો ઉપયોગ કરીને લાઈવ ડેટા અને વોઈસ સેશન્સ સ્થાપિત કરવામાં આવે છે. મલ્ટિપલ એડવાન્સ્ડ ટેસ્ટ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને એડવાન્સ્ડ સોફ્ટવેર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમમાં સેશન્સનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે.

TRAI , તેની નિમણૂક કરાયેલ એજન્સી દ્વારા, 30 જૂન 2026 ના રોજ અમદાવાદથી ગાંધીધામ રેલવે રૂટ પર 300 કિલોમીટર (ગુજરાત LSA) આવરી લેતી ડ્રાઇવ ટેસ્ટ યોજી હતી. આ ટેસ્ટ TRAI ની પ્રાદેશિક કચેરી જયપુરના નિરીક્ષણ હેઠળ લેવામાં આવ્યો હતો. ડ્રાઈવ ટેસ્ટ રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા અવલોકનો ડ્રાઈવ ટેસ્ટ યોજવાના દિવસ/સમય પર ટેસ્ટ હેઠળના વિસ્તાર/રૂટ પર TSPs ની કામગીરી દર્શાવે છે.

ડ્રાઇવ ટેસ્ટ રૂટ મેપ: નીચેનો નકશો મેપ પર દર્શાવેલ લેજન્ડ્સ અનુસાર ડ્રાઇવ ટેસ્ટ રૂટની ઓવરવ્યૂ આપે છે: -

મૂલ્યાંકન કરાયેલ મુખ્ય પરામિતિઓ

  • કવરેજ ગેપ: સેમ્પલ્સની ટકાવારી, જેના માટે સંબંધિત ટેકનોલોજી (2G/ 3G/ 4G/ 5G) માટે લઘુત્તમ નિર્ધારિત સિગ્નલ સ્ટ્રેન્થ કરતાં ઓછી સિગ્નલ સ્ટ્રેન્થ જોવા મળી છે.
  • વોઇસ સેવાઓ: કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડ્રોપ કોલ રેટ (DCR), કોલ સેટઅપ ટાઇમ, કોલ સાયલન્સ રેટ, સ્પીચ ક્વોલિટી (MOS).
  • ડેટા સેવાઓ: ડાઉનલોડ/અપલોડ થ્રુપુટ, લેટન્સી, જીટર, પેકેટ ડ્રોપ રેટ.

મુખ્ય પરામિતિઓ માટે અમદાવાદથી ગાંધીધામ રેલવે રૂટ (ગુજરાત LSA) પર એકંદર મોબાઇલ નેટવર્ક કામગીરીનો સારાંશ નીચે મુજબ છે:

  • કવરેજ ગેપ - ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G) માં ડ્રાઇવ ટેસ્ટ રૂટ પર વોઇસ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી સિગ્નલ સ્ટ્રેન્થ, જે એકત્રિત કરવામાં આવેલા કુલ સેમ્પલ્સમાંથી નબળી સિગ્નલ સ્ટ્રેન્થ ધરાવતા સેમ્પલ્સની સંખ્યા તરીકે માપવામાં આવી છે, તે એરટેલ માટે 909/19130, BSNL માટે 3904/17085, RJIL માટે 361/19028 અને VIL માટે 522/18945 હતી. કવરેજ ગેપની વિગતો સાથે જોડેલા મેપમાં આપવામાં આવી છે.
  • ડ્રોપ થયેલા કોલ્સ - ડ્રોપ થયેલા કોલ્સ, જે સફળતાપૂર્વક સ્થાપિત થયેલા કોલ્સની સંખ્યામાંથી ડ્રોપ થયેલા કોલ્સની સંખ્યા તરીકે માપવામાં આવ્યા છે, તે એરટેલ માટે 0/96, BSNL માટે 7/84, RJIL માટે 0/96 અને VIL માટે 0/95 હતા. ડ્રોપ થયેલા કોલ સ્થાનોની વિગતો સાથે જોડેલા મેપમાં આપવામાં આવી છે.
  • ડેટા ડાઉનલોડ અને અપલોડ થ્રુપુટ: ડેટા ડાઉનલોડ કામગીરી (એકંદર):
  • સરેરાશ ડાઉનલોડ સ્પીડ એરટેલ (5G/4G) માટે 64.47 Mbps, BSNL (4G/3G/2G) માટે 18.52 Mbps, RJIL (5G/4G) માટે 134.73 Mbps અને VIL (5G/4G/2G) માટે 23.44 Mbps જોવા મળી હતી. ડાઉનલોડ થ્રુપુટની વિગત સાથે જોડેલા મેપમાં આપવામાં આવી છે.
  • ડેટા અપલોડ કામગીરી (એકંદર): સરેરાશ અપલોડ સ્પીડ એરટેલ (5G/4G) માટે 13.32 Mbps, BSNL (4G/3G/2G) માટે 7.64 Mbps, RJIL (5G/4G) માટે 14.93 Mbps અને VIL (5G/4G/2G) માટે 11.48 Mbps જોવા મળી હતી. અપલોડ થ્રુપુટની વિગત સાથે જોડેલા મેપમાં આપવામાં આવી છે.

ડ્રોપ થયેલા કોલ્સના સ્થાનો સાથે જોડેલા મેપ પર લાલ ટપકાં (રેડ ડોટ) પર ક્લિક કરીને જોઈ શકાય છે.

IDT દરમિયાન આવરી લેવાયેલ ડ્રાઇવ ટેસ્ટ રૂટ અને વિસ્તારની વિગતો નીચે મુજબ છે: - અમદાવાદથી ગાંધીધામ વિરમગામ જંકશન, ધ્રાંગધ્રા જંકશન, હળવદ, સામખિયાળી જંકશન અને ભચાઉ વગેરેમાંથી પસાર થાય છે.

IDT રિપોર્ટના તારણો સંબંધિત TSPs સાથે જો જરૂર હોય તો તેમના અંતે વધુ જરૂરી કાર્યવાહી કરવા માટે શેર કરવામાં આવ્યા છે. IDT નો વિગતવાર રિપોર્ટ TRAI ની વેબસાઇટ www.trai.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈ પણ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી માટે, TRAI ની જયપુર સ્થિત પ્રાદેશિક કચેરીને ઈમેલ આઈડી adv.jaipur@trai.gov.in પર ઈમેલ મોકલી શકાય છે. TRAI ની જયપુર સ્થિત પ્રાદેશિક કચેરી (RO) નો ટેલિફોન નંબર 0141-2701919 પર સંપર્ક કરી શકાય છે.

એનેક્સચર જોવા માટે અહીં ક્લિક કરો

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2294163) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी