આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) ના વિવિધ સર્વેક્ષણો અને નાગરિક સહયોગ અંગેની જાહેરાત

પોસ્ટેડ ઓન: 30 JUL 2026 3:45PM by PIB Ahmedabad

ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળનું રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO)નું ક્ષેત્ર સંચાલન વિભાગ (Field Operations Division - FOD) વર્ષ 1950થી ઘરગથ્થુ પરિવારો તથા વિવિધ પ્રતિષ્ઠાનો પાસેથી વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યું છે. આ માહિતીનો ઉપયોગ રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે વિકાસ યોજનાઓના ઘડતર અને નીતિ નિર્માણ માટે કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, દેશવ્યાપી નમૂના સર્વેક્ષણો દ્વારા વિવિધ સામાજિક-આર્થિક પરિમાણો અંગે મજબૂત આંકડાકીય ડેટાબેઝ વિકસાવવામાં આ વિભાગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને વિકાસલક્ષી યોજનાઓ અને નીતિઓ ઘડવામાં અસરકારક સહાય મળી છે.

2. એનએસઓ (NSO)ના પ્રશિક્ષિત અધિકારીઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માટે તેઓ e-Sigma સોફ્ટવેરથી સજ્જ હેન્ડહેલ્ડ ડિજિટલ ઉપકરણો (ટેબ્લેટ) તેમજ ઉદ્યોગ સર્વેક્ષણો માટે નિર્ધારિત સુરક્ષિત વેબ પોર્ટલનો ઉપયોગ કરે છે. અધિકારીઓ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ નમૂના પસંદગી (Sampling) પદ્ધતિના આધારે પસંદ કરાયેલા પરિવારો, ઉદ્યોગો, ગામો તથા શહેરી બ્લોકોની મુલાકાત લે છે. ઘરગથ્થુ સર્વેક્ષણોમાં માહિતી પરિવારના વડા અથવા પરિવારના જાણકાર સભ્ય પાસેથી મેળવવામાં આવે છે, જ્યારે ઉદ્યોગ સર્વેક્ષણોમાં જરૂરી માહિતી અધિકૃત વ્યક્તિ અથવા સંસ્થાના માલિક દ્વારા પૂરી પાડવામાં આવે છે.

3. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય દ્વારા 81મા રાઉન્ડના સામાજિક-આર્થિક સર્વેક્ષણો અંતર્ગત 1 જુલાઈ, 2026થી સમગ્ર દેશમાં અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ (All India Debt and Investment Survey - AIDIS), સ્થિતિ આકલન સર્વેક્ષણ (Situation Assessment Survey - SAS) તથા સ્થળાંતર (Migration) સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ (AIDIS) નો હેતુ પરિવારોની સંપત્તિ, દેવું, રોકાણ, જવાબદારીઓ તથા તેમની સમગ્ર નાણાકીય સ્થિતિ અંગેની માહિતી એકત્રિત કરવાનો છે.

સ્થિતિ આકલન સર્વેક્ષણ (SAS)નો હેતુ કૃષિ પરિવારોની સામાજિક અને આર્થિક સ્થિતિ, કૃષિ તથા સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી થતી આવક, ખેતી ખર્ચ, પશુધન, દેવાની સ્થિતિ, સરકારી યોજનાઓ સુધીની પહોંચ તથા ખેડૂતોની આજીવિકા સંબંધિત માહિતી એકત્રિત કરવાનો છે. આ માહિતીનો ઉપયોગ કૃષિ અને ગ્રામિણ વિકાસ સંબંધિત નીતિઓ ઘડવામાં કરવામાં આવશે.

સ્થળાંતર (Migration) સર્વેક્ષણનો હેતુ દેશમાં સ્થળાંતરના પ્રકારો અને કારણો, રોજગાર, શિક્ષણ, લગ્ન તથા સ્થળાંતર કરનાર પરિવારોની અન્ય સામાજિક અને આર્થિક વિશેષતાઓ અંગે વિશ્વસનીય માહિતી એકત્રિત કરવાનો છે.

4. આ ઉપરાંત, આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (Periodic Labour Force Survey – PLFS) દ્વારા રોજગાર, બેરોજગારી, શ્રમબળમાં ભાગીદારી તેમજ શ્રમબજારના અન્ય મુખ્ય સૂચકો સંબંધિત વિશ્વસનીય માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે પુરાવા આધારિત નીતિ નિર્માણ અને રોજગાર આયોજન માટે મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે.

તે જ રીતે, બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (Annual Survey of Unincorporated Sector Enterprises – ASUSE) અંતર્ગત બિન-કૃષિ બિન-નિગમિત ઉદ્યોગોની કાર્યપ્રણાલી, રોજગાર, મૂલ્યવર્ધન તથા નાણાકીય કામગીરી સંબંધિત વ્યાપક માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે અસંગઠિત ક્ષેત્રના વિકાસ માટે અસરકારક નીતિઓ ઘડવામાં મહત્વપૂર્ણ સહાયરૂપ બને છે.

ઓગસ્ટ, 2026 દરમિયાન ઉપ પ્રાદેશિક કાર્યાલય, ભાવનગરના અધિકારક્ષેત્ર હેઠળના પસંદ કરાયેલા વિસ્તારોમાં નીચે મુજબના સર્વેક્ષણો હાથ ધરવામાં આવશે:

ભાવનગર જિલ્લો:

અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ (AIDIS) તથા સ્થિતિ આકલન સર્વેક્ષણ (SAS) અંતર્ગત અમૃતવેલ (મહુવા), બેલાડા (તળાજા), માંડાવડા (ગારિયાધાર) તેમજ વલ્લભીપુર, સિહોર, મહુવા, ગારિયાધાર અને ભાવનગર શહેરોમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.

સ્થળાંતર (Migration) સર્વેક્ષણ અંતર્ગત ખરકડી (ઘોઘા), ઊંચડી (તળાજા), નાગધણીબા (ભાવનગર) તેમજ અલંગ, ગારિયાધાર અને ભાવનગર શહેરોમાં માહિતી એકત્રિત કરવામાં આવશે.

આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS) અંતર્ગત ધામણકા (ઉમરાળા), કેરલા (તળાજા) તથા ભાવનગર શહેરના પસંદ કરાયેલા પરિવારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) અંતર્ગત ઢસા, અલંગ, મીઠાપુર અને અવાણિયા ખાતે આવેલા પસંદ કરાયેલા ઉદ્યોગોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વેક્ષણ (NHIS) અંતર્ગત ડામરાળા (ગારિયાધાર), ભૂતેશ્વર (ભાવનગર), તાણા, ઘાંઘળી (સિહોર), મહુવા શહેર તથા ભાવનગર શહેરમાં માહિતી એકત્રિત કરવામાં આવશે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) સર્વેક્ષણ અંતર્ગત ચોગઠ, વલ્લભીપુર, ખદરપર, તળાજા અને ગોરખી ખાતે ભાવ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

અમરેલી જિલ્લો:

અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ (AIDIS) તથા સ્થિતિ આકલન સર્વેક્ષણ (SAS) અંતર્ગત વિજપડી (સાવરકુંડલા) ખાતે સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.

સ્થળાંતર (Migration) સર્વેક્ષણ અંતર્ગત ધારી ખાતે માહિતી એકત્રિત કરવામાં આવશે.

આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS) અંતર્ગત બાદનપુર નવા (કુંકાવાવ-વડિયા), અણસોદર (લાઠી) તથા રાજુલા શહેરના પસંદ કરાયેલા પરિવારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) અંતર્ગત ડુંગર (રાજુલા) ખાતે આવેલા પસંદ કરાયેલા ઉદ્યોગોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) સર્વેક્ષણ અંતર્ગત ડુંગર, ચિતલ, અમરેલી, ચમારદી અને બાબરા ખાતે ભાવ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

બોટાદ જિલ્લો:

આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS) અંતર્ગત લાખેણી (બોટાદ) તથા ગઢડા શહેરના પસંદ કરાયેલા પરિવારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) અંતર્ગત ભાવનગર રોડ (બોટાદ), બરવાળા શહેર તથા રામપરા (બોટાદ) ખાતે આવેલા પસંદ કરાયેલા ઉદ્યોગોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) સર્વેક્ષણ અંતર્ગત સરવા અને બોટાદ ખાતે ભાવ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

દીવ જિલ્લો:

આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS) અંતર્ગત ઘોઘલા તથા દીવ શહેરના પસંદ કરાયેલા પરિવારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) અંતર્ગત દીવ શહેર (બસ સ્ટેન્ડ નજીક) તથા ઘોઘલા ખાતે આવેલા પસંદ કરાયેલા ઉદ્યોગોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) સર્વેક્ષણ અંતર્ગત વનકબારા, બુચરવાડા, સૌદવાડી, ઝોલાવાડી, દીવ શહેર તથા ઘોઘલા ખાતે ભાવ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

6. આ તમામ સર્વેક્ષણો હેઠળ એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે. સર્વેક્ષણમાં ભાગ લેનાર પરિવારો અને પ્રતિષ્ઠાનોની ઓળખ કોઈપણ અહેવાલ અથવા પ્રકાશિત આંકડાઓમાં જાહેર કરવામાં આવતી નથી. એકત્રિત માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ માટે જ કરવામાં આવે છે.

7. તેથી, ભારત સરકાર તમામ નાગરિકો તથા ઉદ્યોગો/પ્રતિષ્ઠાનોને વિનંતી કરે છે કે તેઓ સર્વેક્ષણ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપે તથા સાચી અને સંપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે પોતાનો કિંમતી સમય ફાળવે. તમામ નાગરિકો અને ઉદ્યોગોની સક્રિય ભાગીદારી રાષ્ટ્રહિતમાં વધુ સચોટ આયોજન, અસરકારક નીતિ નિર્માણ અને સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


(રીલીઝ આઈડી: 2291723) મુલાકાતી સંખ્યા : 108
આ રીલીઝ વાંચો: English