સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશભરમાં 89,900થી વધુ સીવર અને સેપ્ટિક ટેન્કના કામદારોનું સત્યાપન કરવામાં આવ્યું અને 87,000થી વધુ PPE કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 27 JUL 2026 6:20PM by PIB Ahmedabad

ભારત સરકારે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે - NAMASTE) યોજના દ્વારા જોખમી સફાઈ પ્રથાઓને નાબૂદ કરવા અને સફાઈ કામદારોનું ગૌરવ, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાના પ્રયાસોને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. આ પહેલ સફાઈ કામદારો માટે વ્યાવસાયિક સુરક્ષા, સામાજિક સુરક્ષા અને આજીવિકા સહાય વધારવાની સાથે સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈના સંપૂર્ણ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપે છે.

આ માહિતી સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે દ્વારા લોકસભામાં શ્રી અપ્પલાનાયડુ કાલિસેટ્ટી અને ડૉ. બાયરેડ્ડી શબરીને આપેલા એક લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે હાથથી કચરો ઉપાડનારા (મેન્યુઅલ સ્કેવેન્જર્સ) ની ઓળખ માટે 2013 અને 2018 માં સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. 2018ના સર્વેક્ષણ દરમિયાન, ચૌદ રાજ્યોમાં 44,217 મેન્યુઅલ સ્કેવેન્જર્સની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ, પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, 2013ની જોગવાઈઓ હેઠળ દેશના તમામ જિલ્લાઓમાં એક નવું દેશવ્યાપી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ મેન્યુઅલ સ્કેવેન્જર મળી આવ્યો ન હતો, જે મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાને નાબૂદ કરવા તરફ સરકારના સતત પ્રયાસોને દર્શાવે છે.

મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપી હતી કે 2023માં શરૂ કરવામાં આવેલી નમસ્તે (NAMASTE) યોજના, યાંત્રીકીકરણ અને સુધારેલી વ્યાવસાયિક સુરક્ષા દ્વારા સુરક્ષિત અને ગૌરવપૂર્ણ સફાઈ કાર્ય સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 89,915 સીવર અને સેપ્ટિક ટેન્ક વર્કર્સ (SSWs) ની ચકાસણી કરવામાં આવી છે, જ્યારે કાર્યસ્થળની સુરક્ષા વધારવા માટે સફાઈ કામદારોને 87,037 પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સ પૂરી પાડવામાં આવી છે.

જવાબમાં વધુમાં જણાવાયું છે કે નમસ્તે યોજના હેઠળ સ્થપાયેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ (ERSUs) ટોર્ચ સાથેના સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી ટ્રાઇપોડ્સ, એક્સિયલ ફેન બ્લોઅર્સ, એન્ટી-સ્ટેટિક કંડ્યુટ્સ, ફુલ બોડી વેડર સૂટ્સ અને મલ્ટી ગેસ ડિટેક્ટર્સ સહિતના આવશ્યક સુરક્ષા સાધનોથી સજ્જ છે, જે સફાઈ કામદારોને સીવર અને સેપ્ટિક ટેન્કની કામગીરી નોંધપાત્ર રીતે વધુ સુરક્ષિત રીતે કરવા સક્ષમ બનાવે છે. દેશભરમાં, ERSUs ને 753 સુરક્ષા સાધન સેટ પૂરા પાડવામાં આવ્યા છે.

યોજના હેઠળની નાણાકીય સહાય અંગે, મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે નમસ્તે એ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના (Central Sector Scheme) છે અને તેથી તે નાણાંની રાજ્યવાર ફાળવણી પૂરી પાડતી નથી. 2023 માં તેની શરૂઆત થઈ ત્યારથી, 2023-24 દરમિયાન ₹30.06 કરોડ, 2024-25 દરમિયાન ₹47.625 કરોડ, 2025-26 દરમિયાન ₹97.6791 કરોડ અને 2026-27 દરમિયાન (અત્યાર સુધી) ₹28.30 કરોડ મુક્ત કરવામાં આવ્યા છે. તેની સામે અનુક્રમે ₹30.06 કરોડ, ₹35.64 કરોડ, ₹97.6791 કરોડ (અંદાજે) અને ₹12.45 કરોડ (અંદાજે) નો ખર્ચ થયો છે.

સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય સફાઈ કામદારો ગૌરવ, સુરક્ષા અને આધુનિક યાંત્રિક સાધનોની પહોંચ સાથે પોતાની ફરજો બજાવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. નમસ્તે યોજનાના અમલીકરણ દ્વારા, સરકાર યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવા, કામદારોની સુરક્ષા મજબૂત કરવા, રક્ષણાત્મક સાધનો અને આધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને દેશભરમાં જોખમી મેન્યુઅલ સફાઈ પ્રથાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2290086) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी