નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકાર અને RBI દ્વારા નવા નિયમનકારી માળખા, ડિજિટલ લેન્ડિંગ એપ ડિરેક્ટરી અને સુધારેલા ગ્રાહક સુરક્ષા પગલાં દ્વારા ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી


પહેલોમાં ડિજિટલ લેન્ડિંગ એપ્સનું સક્રિયપણે વિશ્લેષણ કરવા માટે RBI (ડિજિટલ લેન્ડિંગ) ડાયરેક્શન્સ, 2025, મુખ્ય ઇન્ટરનેટ મધ્યસ્થીઓ સાથેની જોડાણ પ્રક્રિયાઓ, I4C, ‘સચેત’ પોર્ટલ વગેરેનો સમાવેશ થાય છે

प्रविष्टि तिथि: 21 JUL 2026 5:41PM by PIB Ahmedabad

દેશમાં નકલી/ગેરકાયદેસર લોન એપ્સની કામગીરીને રોકવા માટે સરકાર ભારતીય રિઝર્વ બેંક (RBI) અને અન્ય સંબંધિત નિયામકો/હિતધારકો સાથે સતત સંકલન કરી રહી છે. જાહેર જનતાની જાણકારી માટે, RBI 01.07.2025 થી તેની વેબસાઇટ પર ‘ડિજિટલ લેન્ડિંગ એપ્સ (DLAs)’ ડિરેક્ટરી કાર્યાન્વિત કરી છે, જેમાં RBI ની નિયંત્રિત સંસ્થાઓ (REs) દ્વારા રોકવામાં આવેલી DLAs નો પણ સમાવેશ થાય છે. આ ડિરેક્ટરીનો હેતુ ગ્રાહકોને RE સાથે DLA ના જોડાણના દાવાની ચકાસણી કરવામાં મદદ કરવાનો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ યોગ્ય પ્રક્રિયાને અનુસરીને માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 69A હેઠળ અત્યાર સુધીમાં કુલ 87 ગેરકાયદેસર લોન લેન્ડિંગ એપ્લિકેશન્સને બ્લોક કરી છે. આ ઉપરાંત, 22.10.2025 ના રોજ સૂચિત કરવામાં આવેલા માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) નિયમો, 2025 હેઠળ જાહેર પ્રવેશ માટેની માહિતીને બ્લોક કરવા અંગેના દિશાનિર્દેશો બહાર પાડવા માટે ક્ષેત્રીય નિયામકોને અધિકૃત કરવામાં આવ્યા છે.

વધુમાં, નાગરિકોને નકલી/ગેરકાયદેસર લોન એપ્સ દ્વારા થતા શોષણથી બચાવવા માટે સરકાર અને RBI સમયાંતરે વિવિધ પહેલો કરી રહ્યા છે. આમાં અન્ય બાબતોની સાથે નીચે મુજબનો સમાવેશ થાય છે:

  • RBI 8 મે, 2025 ના રોજ ભારતીય રિઝર્વ બેંક (ડિજિટલ લેન્ડિંગ) ડાયરેક્શન્સ, 2025 બહાર પાડ્યા છે. આ નિર્દેશોમાં રિકવરી, ડેટા પ્રાઇવસી અને ગ્રાહકની ફરિયાદોના નિવારણની પદ્ધતિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ છે જે REs, તેમના દ્વારા રોકવામાં આવેલા લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર્સ (LSPs) અને ડિજિટલ લેન્ડિંગ એપ્સ (DLAs) માટે ફરજિયાત છે.
  • અનધિકૃત લોન એપ્સની કામગીરીની સમીક્ષા કરવા માટે સરકાર અને RBI મુખ્ય ઇન્ટરનેટ મધ્યસ્થીઓ અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ સાથે સક્રિયપણે જોડાયેલા છે. ગૃહ મંત્રાલય (MHA) નું ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ડિજિટલ લેન્ડિંગ એપ્સનું સક્રિયપણે વિશ્લેષણ કરી રહ્યું છે. નાગરિકોને નકલી/ગેરકાયદેસર લોન એપ્સ સહિતની સાયબર ઘટનાઓની નોંધણી સુલભ બનાવવા માટે, MHA એ નેશનલ સાયબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) અને સાથે જ નેશનલ સાયબરક્રાઇમ હેલ્પલાઇન નંબર “1930” શરૂ કર્યો છે.
  • બેંકો જાહેર ઉપયોગ માટેના પ્લેટફોર્મ ‘સચેત’ (SACHET) પોર્ટલ અને સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટી (SLCC) દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં જમા કરાવવા/એકત્રિત કરવા સંબંધિત ચોક્કસ સંસ્થા સામે નાગરિકોને કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે સુવિધા પૂરી પાડે છે.
  • RBI અને બેંકો ટૂંકા SMS, રેડિયો ઝુંબેશ, સાયબર-ગુના નિવારણ પર પ્રચાર દ્વારા જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે. વધુમાં, RBI ઈલેક્ટ્રોનિક-બેંકિંગ અવેરનેસ એન્ડ ટ્રેનિંગ (e-BAAT) કાર્યક્રમો યોજી રહી છે જે ફ્રોડ અને જોખમ ઘટાડવા અંગેની જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ માહિતી નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SM/NP/JD


(रिलीज़ आईडी: 2287340) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी