કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
IICAએ તેના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સોલવન્સી પ્રોગ્રામ (PGIP 2026–28)ની આઠમી બેચનું ઉદ્ઘાટન કર્યું
प्रविष्टि तिथि:
21 JUL 2026 4:20PM by PIB Ahmedabad
ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA) એ આજે તેના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સોલવન્સી પ્રોગ્રામ (PGIP) ની આઠમી બેચ (2026–28) નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોગ્રામમાં વિવિધ વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતા સહભાગીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમાં ઈન્સોલવન્સી ઈકોસિસ્ટમના વિશિષ્ટ સભ્યો, ફેકલ્ટીના સભ્યો, IICA ના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
ઉદ્ઘાટન સંબોધન આપતા, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના ભૂતપૂર્વ ચેરપર્સન અને ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ અશોક ભૂષણે ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC), 2016 ની પરિવર્તનકારી અસર પર ભાર મૂક્યો હતો અને તેને ભારતના સૌથી મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓમાંના એક તરીકે વર્ણવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે કોડે વિભાજિત કાનૂની માળખાને વ્યાપક ઈન્સોલવન્સી વ્યવસ્થા સાથે બદલ્યું છે જે સાત વિધાયક સુધારાઓ અને અસંખ્ય નિયમનકારી સુધારાઓ દ્વારા વિકસિત થયું છે. જસ્ટિસ ભૂષણે સહભાગીઓને લેન્ડમાર્ક ચુકાદાઓનો અભ્યાસ કરવાની અને સતત કાનૂની સંશોધન કરવાની ટેવ વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયિક દ્રષ્ટાંતો દરેક ઈન્સોલવન્સી પ્રોફેશનલ માટે અનિવાર્ય શીખવાના સાધનો છે.

તેમના મુખ્ય પ્રવચનમાં, ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI) ના ચેરપર્સન શ્રી રવિ મિત્તલે સહભાગીઓને યાદ અપાવ્યું હતું કે આ પ્રોગ્રામનો હેતુ માત્ર રોજગારીની તકો ઊભી કરવાનો નથી પરંતુ જટિલ કોર્પોરેટ પુનર્ગઠન કાર્યોનું નેતૃત્વ કરવા માટે સક્ષમ ઈન્સોલવન્સી પ્રોફેશનલ્સ અને રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે. તેમણે IBC હેઠળ નિર્ધારિત વૈધાનિક સમયમર્યાદાનું પાલન કરવા અને કાયદાની પવિત્રતા જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કોર્પોરેટ ઈન્સોલવન્સી અને ઈન્ડિવિઝ્યુઅલ ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસિસ (CIIRP) ના વધતા જતા મહત્વ વિશે સમજાવતાં, તેમણે સહભાગીઓને તેના વ્યવહારુ અમલીકરણને સમજવા અને અસરકારક ટર્નઅરાઉન્ડ પ્રોફેશનલ્સ તરીકે સંકટગ્રસ્ત સાહસોનું નેતૃત્વ કરવા માટે પોતાની જાતને તૈયાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સહભાગીઓનું સ્વાગત કરતાં, IICA ના ડાયરેક્ટર જનરલ અને CEO શ્રી જ્ઞાનેશ્વર કુમાર સિંહે PGIP ને ઈન્સ્ટિટ્યુટની ફ્લેગશિપ ક્ષમતા-નિર્માણ પહેલ તરીકે વર્ણવી હતી જેણે 2019 માં તેની શરૂઆતથી ભારતની ઈન્સોલવન્સી ઈકોસિસ્ટમને વિકસાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. તેમણે પ્રોગ્રામમાં રજૂ કરાયેલા અસંખ્ય નાવીન્યો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સંશોધન, વિશ્લેષણાત્મક કૌશલ્યો, AI-સક્ષમ શિક્ષણ, ફાઇનાન્સિયલ મોડેલિંગ, સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ અને એથિક્સ પર વધારેલા ફોકસનો સમાવેશ થાય છે. એથિક્સ એ ઈન્સોલવન્સી વ્યાવસાયનું સરનામું/પાયો છે તેના પર ભાર મૂકતાં, તેમણે સહભાગીઓને તેમના જ્ઞાનને સતત અપગ્રેડ કરવા અને તકનીકી પ્રગતિ પ્રત્યે પ્રતિભાવશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે એ પણ સ્વીકાર્યું હતું કે કોઈ ટેકનોલોજી ઈમાનદારી, સચોટ નિર્ણય અને સખત પરિશ્રમનો વિકલ્પ બની શકતી નથી. તેમણે સહભાગીઓમાં શૈક્ષણિક પૂછપરછની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંશોધનમાં ઉત્કૃષ્ટતા માટે સંસ્થાકીય માન્યતાની પણ જાહેરાત કરી હતી.

IICA ના સેન્ટર ફોર ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી (CIB) ના વડા શ્રી સુધાકર શુક્લાએ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સોલવન્સી પ્રોગ્રામ (PGIP) ની રૂપરેખા પૂરી પાડી હતી. તેમણે પ્રોગ્રામની શરૂઆતથી તેના વિકાસ અને નવી પેઢીના ઈન્સોલવન્સી પ્રોફેશનલ્સ વિકસાવવા માટે ભારતના અગ્રણી નિવાસી પ્રોગ્રામ તરીકે તેના ઉદભવ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પ્રોગ્રામના બહુવિધ વિષયોના અભ્યાસક્રમની રૂપરેખા આપી હતી, જે વિકસતા ઈન્સોલવન્સી અને પુનર્ગઠન પરિદ્રશ્ય માટે સહભાગીઓને તૈયાર કરવા કાયદો, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, વેલ્યુએશન, ટેકનોલોજી અને વ્યવહારુ શિક્ષણને સંકલિત કરે છે. શ્રી શુક્લાએ સહભાગીઓને બે વર્ષના નિવાસી પ્રોગ્રામ દરમિયાન અપેક્ષિત પ્રોગ્રામ સ્ટ્રક્ચર, શૈક્ષણિક માળખું, ઈન્ડસ્ટ્રી ઈમર્શન, ઈન્ટર્નશિપની તકો, માર્ગદર્શન પહેલો અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાના ઉચ્ચ ધોરણોથી પણ માહિતગાર કર્યા હતા.
પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સોલવન્સી પ્રોગ્રામ (PGIP) એ ઈન્સોલવન્સી અને પુનર્ગઠન પ્રોફેશનલ્સનું અત્યંત કુશળ કેડર બનાવવા માટેનો IICA નો ફ્લેગશિપ બે વર્ષનો નિવાસી પ્રોગ્રામ છે. ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI) અને અગ્રણી ઉદ્યોગ સ્ટેકહોલ્ડર્સ સાથે ઘનિષ્ઠ સહયોગમાં ડિઝાઇન કરાયેલ આ પ્રોગ્રામ વ્યવહારુ એક્સપોઝર, સંશોધન, ઈન્ટર્નશિપ અને ઉદ્યોગ જોડાણ સાથે ગહન શૈક્ષણિક શિક્ષણને જોડે છે. 2019 માં તેની શરૂઆતથી, PGIP એ ઈન્સોલવન્સી શિક્ષણમાં એક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે, એવા પ્રોફેશનલ્સ તૈયાર કર્યા છે જેઓ તેમની નિપુણતા, નૈતિક ધોરણો અને નેતૃત્વ દ્વારા ભારતની ઈન્સોલવન્સી અને પુનર્ગઠન ઈકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં IICA ના ફેકલ્ટીના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને વિશિષ્ટ અતિથિઓએ હાજરી આપી હતી. સત્તાવાર સત્રનો અંત IICA ના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કર્નલ અમનદીપ સિંહ પુરી દ્વારા આપવામાં આવેલા આભાર વિધિ સાથે થયો હતો, જેમાં તેમણે ઉપસ્થિતિ અને સમર્થન માટે મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનો અંત આઠમી બેચના સહભાગીઓના પરિચય સાથે થયો હતો, જે બાદ એક ઈન્ટરેક્ટિવ સત્ર, ગ્રુપ ફોટોગ્રાફ્સ અને લંચ પર નેટવર્કિંગ યોજાયું હતું, જે IICA ના ફ્લેગશિપ ઈન્સોલવન્સી એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ વધુ એક સમૃદ્ધ શૈક્ષણિક પ્રવાસની શરૂઆત દર્શાવે છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2287158)
आगंतुक पटल : 15