ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

BIS અમદાવાદ દ્વારા અમદાવાદના જ્વેલર્સ પર દરોડા

प्रविष्टि तिथि: 21 JUL 2026 4:34PM by PIB Ahmedabad

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, અમદાવાદના અધિકારીઓની ટીમ દ્વારા 20 જુલાઈ, 2026 ના રોજ મેસર્સ સુવર્ણ આભૂષણ જ્વેલર્સ, કૃષ્ણનગર, નરોડા, અમદાવાદ અને મેસર્સ આર એસ ઝવેરી, નિકોલ, અમદાવાદના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ માન્ય રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વિના અને ખોટા હોલમાર્કિંગ (HUID વિના) સાથે હોલમાર્કિંગ જ્વેલરી વેચતા મળી આવ્યા હતા. કામગીરી દરમિયાન મેસર્સ સુવર્ણ આભૂષણ જ્વેલર્સ, કૃષ્ણનગર, નરોડા, અમદાવાદમાંથી 114 ગ્રામથી વધુ સોનાના દાગીના અને મેસર્સ આર એસ ઝવેરી, નિકોલ, અમદાવાદમાંથી 134 ગ્રામથી વધુ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

ખોટા અથવા હોલમાર્કિંગ (HUID) વિના સોનાના દાગીના વેચવા BIS એક્ટ, 2016 ની કલમ 14 અને 15 નું ઉલ્લંઘન છે. ગુનો BIS એક્ટ, 2016 ની કલમ 29 અનુસાર એક વર્ષ સુધીની કેદ અથવા રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ) થી ઓછો નહીં પરંતુ ઉત્પાદિત અથવા વેચેલી અથવા વેચવા માટે ઓફર કરાયેલી અથવા સ્ટાન્ડર્ડ માર્ક સાથે લગાવેલી અથવા લાગુ કરાયેલી વસ્તુઓ કે લેખોની કિંમતના પાંચ ગણા સુધી લંબાવી શકાય તેટલો દંડ અથવા બંને સજાને પાત્ર છે.

વધુમાં, BIS કેર મોબાઈલ એપમાં HUID નંબર દાખલ કરીને હોલમાર્કિંગની અસલિયત ચકાસી શકાય છે.

આમ જનતા/ગ્રાહકોના રક્ષણ માટે HUID વિના અથવા ખોટા હોલમાર્કવાળા દાગીનાના વેચાણ અંગે માહિતી મળે ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શ્રેણીબદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે HUID વગરના દાગીના કે ખોટા હોલમાર્કિંગ સાથે વેચાણ કરતા જ્વેલર્સ વિશે માહિતી હોય, તે હેડ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 380014 (ટેલિફોન 079-27540314) ને લખી શકે છે. ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in ઈમેઈલ એડ્રેસ પર તેમજ BIS કેર એપ પર પણ રજૂઆત/ફરિયાદ કરી શકાય છે. માહિતી આપનારની ઓળખ સખત રીતે ગુપ્ત રાખવામાં આવશે.


(रिलीज़ आईडी: 2287085) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English