ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ દ્વારા આરબીઆઈ ઇનોવેશન હબ સાથે જમીન અને ધિરાણ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કન્વર્જન્સની સંભાવનાઓ ચકાસવામાં આવી


જમીન અને ધિરાણ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કન્વર્જન્સની સંભાવનાઓ ચકાસવી

प्रविष्टि तिथि: 18 JUL 2026 1:17PM by PIB Ahmedabad

ગ્રામીણ વિકાસ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ (DoLR) એ તાજેતરમાં જમીન શાસન (લેન્ડ ગવર્નન્સ) અને ડિજિટલ ધિરાણ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ના કન્વર્જન્સની સંભાવનાઓ ચકાસવા માટે આરબીઆઈ ઇનોવેશન હબ (RBIH) સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકની અધ્યક્ષતા ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસના સેક્રેટરી શ્રી નરેન્દ્ર ભૂષણે કરી હતી, જેમણે આરબીઆઈ ઇનોવેશન હબના CEO મિસ્ટર સાહિલ કિની, ચીફ પ્રોડક્ટ ઓફિસર શ્રી અભિષેક પોદ્દાર, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અરુણ સીતારામરાજુ અને RBIH ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર – સોલ્યુશનિંગ એન્ડ પાર્ટનરશિપ્સ સુશ્રી અદિતિ દુબે સાથે વાતચીત કરી હતી.

આ બેઠકમાં શ્રી પરિકીપાંડલા નરહરિ, જોઈન્ટ સેક્રેટરી (લેન્ડ રિસોર્સિસ), શ્રી શ્યામ કુમાર, ડાયરેક્ટર (લેન્ડ રિસોર્સિસ) અને શ્રી અમિત કુમાર સિંહ, ડાયરેક્ટર (લેન્ડ રિસોર્સિસ) ઉપસ્થિત રહ્યા હતા.

ચર્ચાઓ વિભાગની ડિજિટલ જમીન શાસન પહેલો અને યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (ULI) વચ્ચે સુમેળ સાધવા પર કેન્દ્રિત હતી જેથી કરીને ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ નાગરિકો માટે સીમલેસ, સુરક્ષિત અને સંમતિ-આધારિત ધિરાણ વિતરણ સક્ષમ કરી શકાય.

સહભાગીઓએ વિચાર-વિમર્શ કર્યો હતો કે કેવી રીતે પ્રમાણિત, ઇન્ટરઓપરેબલ ડિજિટલ જમીનના રેકોર્ડ્સ ધિરાણ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાને મજબૂત કરવાની સાથે સંસ્થાકીય ધિરાણ સુધીની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.
સહયોગના મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: પ્રમાણિત ડિજિટલ જમીનના રેકોર્ડ્સ સુધી સુરક્ષિત અને પ્રમાણભૂત પહોંચ સક્ષમ કરવી.

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને અન્ય કૃષિ લોનના ડિજિટલ વિતરણને વેગ આપવો.

ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવો અને લોન પ્રોસેસિંગના સમયમાં સુધારો કરવો. 

એક જ જમીનના ટુકડા પર બહુવિધ ધિરાણ અટકાવવા માટે મોર્ટગેજ માહિતી અને ફ્લેગ-માર્કિંગ મિકેનિઝમ્સ દ્વારા જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવવું.

ઔપચારિક ધિરાણ મેળવવા માટે જમીનને એક વિશ્વસનીય ડિજિટલ સંપત્તિમાં પરિવર્તિત કરીને નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવું. 

બેઠકમાં સામાન્ય ડેટા સ્ટાન્ડર્ડ્સ અપનાવવાના, API ઇન્ટરઓપરેબિલિટી સુનિશ્ચિત કરવાના, ULPIN (Bhu-Aadhaar)ના ઉપયોગને વિસ્તારવાના અને જમીન શાસન તથા નાણાકીય ક્ષેત્રના હિતધારકો વચ્ચે ગાઢ સહયોગ વધારવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. 

ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ દ્વારા આરબીઆઈ ઇનોવેશન હબ અને અન્ય હિતધારકો સાથે મળીને એક સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નાગરિક-કેન્દ્રી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નજીકથી કામ કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જે ગ્રામીણ ભારતમાં ઔપચારિક ધિરાણ સુધીની પહોંચ વધારવાની સાથે જમીન શાસનને મજબૂત બનાવે છે.

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286046) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil