યુવા બાબતો અને રમત મંત્રાલય
MY Bharat દ્વારા નશામુક્ત અને સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવા માટે 'જાગરૂક જિગર: નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' વેબિનારનું આયોજન કરાયું
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને નશામુક્ત યુવા બનીને વિકસિત ભારતના શિલ્પી બનવા આહ્વાન કર્યું
આ વેબિનાર માય ભારત વેબિનાર શ્રેણીના પ્રથમ એપિસોડ તરીકે યોજાયો
માય ભારત અને ILBS દ્વારા યુવાનોને હેલ્થ ચેમ્પિયન તરીકે સશક્ત બનાવવા માટે Yuva Yakrit Mitra' કાર્યક્રમ શરૂ કરાયો
प्रविष्टि तिथि:
16 JUL 2026 7:00PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે, મેરા યુવા ભારત (MY Bharat - માય ભારત) દ્વારા, આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલીયરી સાયન્સીસ (ILBS)ના સહયોગથી રાષ્ટ્રીય વેબિનાર "જાગરૂક જિગર: નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત"નું આયોજન કર્યું હતું. આ વેબિનારે માદક દ્રવ્યોના સેવનની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા, નિવારક આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા અને યુવાનોને તંદુરસ્ત, વ્યસનમુક્ત ભારતના એમ્બેસેડર બનવા માટે પ્રેરણા આપવા માટે દેશભરમાંથી હજારો યુવાનોને એકસાથે લાવ્યા હતા. આ વેબિનારમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય વક્તા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલીયરી સાયન્સીસના ચાન્સેલર અને ડાયરેક્ટર પ્રો. (ડૉ.) શિવ કુમાર સરીન હતા.

વેબિનારને સંબોધતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે માય ભારત યુવા વિકાસ માટે ભારતના સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે યુવાનોને નેતૃત્વ, સ્વયંસેવા, પ્રાયોગિક શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન અને રાષ્ટ્ર-નિર્માણની તકો સાથે જોડે છે. "માય ભારત યુવા વિકાસ માટે ભારતના સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. તે યુવાનોને નેતૃત્વની તકો, પ્રાયોગિક શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન, સ્વયંસેવા અને રાષ્ટ્ર-નિર્માણ સાથે જોડે છે. જ્યારે માય ભારત પ્લેટફોર્મ દ્વારા સશક્ત કરવામાં આવે ત્યારે દરેક વિચારમાં ઉકેલ બનવાની ક્ષમતા હોય છે," તેમ મંત્રીએ જણાવ્યું હતું.
યુવાનોની વધતી જતી ભાગીદારી પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ માહિતી આપી હતી કે દરરોજ 1.5 લાખથી 2.5 લાખ યુવાનો માય ભારત પ્લેટફોર્મની મુલાકાત લે છે, જે રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા માટે ભારતના યુવાનોના ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 ના વિઝનનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના પરિવર્તન પાછળ ભારતની યુવા શક્તિ ચાલક બળ હશે. "પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતની કલ્પના કરી છે, અને આપણા યુવાનો જ તે વિઝનને હકીકતમાં બદલશે. સ્વસ્થ, કુશળ અને સામાજિક રીતે સભાન પેઢી એ વિકસિત ભારતનો પાયો છે," તેમ તેમણે કહ્યું હતું. માદક દ્રવ્યોના સેવનના વધતા જતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરતા, ડૉ. માંડવિયાએ દરેક યુવા નાગરિકને 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી. "આજે આપણા સમાજ સામે ડ્રગ્સનું વ્યસન એ સૌથી મોટો પડકાર છે. હું દરેક યુવા નાગરિકને 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' આંદોલનના એમ્બેસેડર બનવા માટે પ્રતિજ્ઞા લેવા અને અન્યોને સ્વસ્થ તેમજ વ્યસનમુક્ત જીવનશૈલી પસંદ કરવા પ્રેરિત કરવા વિનંતી કરું છું," તેમ તેમણે ઉમેર્યું હતું.

વેબિનાર દરમિયાન, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા પ્રો. (ડૉ.) શિવ કુમાર સરીને Yuva Yakrit Mitra (Y2M)' પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે આઈએલબીએસ (ILBS) અને માય ભારત દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક અનોખી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને વ્યવહારુ જાહેર આરોગ્ય કૌશલ્યોથી સજ્જ કરવાનો અને દેશભરમાં 'યુવા હેલ્થ ચેમ્પિયન્સ' નું નેટવર્ક બનાવવાનો છે. આ કાર્યક્રમ લીવરના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ, નિવારક આરોગ્યસંભાળ, સામુદાયિક પહોંચ (આઉટરીચ), અંગદાન, આરોગ્ય સંદેશાવ્યવહાર અને ડિજિટલ અભિયાનોમાં પ્રાયોગિક શિક્ષણની તકો પૂરી પાડશે.
આ કાર્યક્રમ લોન્ચ કરતા પ્રો. (ડૉ.) એસ.કે. સરીને જણાવ્યું હતું કે: "Yuva Yakrit Mitra’ કાર્યક્રમ યુવા સ્વયંસેવકોને હેન્ડ્સ-ઓન પ્રાયોગિક શિક્ષણ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેમને નિષ્ણાતો સાથે કામ કરવા, સામુદાયિક આઉટરીચમાં ભાગ લેવા અને પ્રમાણિત યુવા હેલ્થ ચેમ્પિયન બનવા માટે સક્ષમ બનાવશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને માદક દ્રવ્યોના સેવનને કારણે લીવરની બીમારીઓ યુવા વસ્તીને વધુને વધુ અસર કરી રહી છે, અને જાગૃતિ તેમજ સામુદાયિક ભાગીદારી દ્વારા નિવારણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને ફિટનેસ જાળવવી, ઊંઘનું સમયપત્રક અને સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરવા જેવી દૈનિક તંદુરસ્ત આદતો વિશે પણ માહિતગાર કર્યા હતા. પ્રો. સરીને વધુમાં જણાવ્યું હતું કે આઈએલબીએસ (ILBS) અને માય ભારત વચ્ચેની ભાગીદારી લીવરના સ્વાસ્થ્ય, અંગદાન અને નિવારક આરોગ્યસંભાળ માટે દેશવ્યાપી આંદોલન ઊભું કરવા માટે વૈજ્ઞાનિક કુશળતાને ભારતના યુવાનોની ઊર્જા અને પહોંચ સાથે જોડે છે.

વેબિનારનું સમાપન પ્રો. સરીનની આગેવાની હેઠળના ઇન્ટરેક્ટિવ પ્રશ્ન-ઉત્તર સત્ર સાથે થયું હતું, ત્યારબાદ માય ભારત પોર્ટલ પર Yuva Yakrit Mitra' કાર્યક્રમ માટેની નોંધણી પ્રક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશભરના યુવાનોને આ કાર્યક્રમમાં નોંધણી કરાવવા અને સ્વસ્થ, ફિટ અને નશામુક્ત વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2285516)
आगंतुक पटल : 10