યુવા બાબતો અને રમત મંત્રાલય
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સફદરજંગ સ્પોર્ટ્સ ઈન્જરી સેન્ટર વચ્ચે સ્પોર્ટ્સ સાયન્સ અને એથ્લેટ કેરને મજબૂત કરવા એમઓયુ પર હસ્તાક્ષર થયા
"ઉચ્ચ પ્રદર્શન ધરાવતી રમતગમતનું ભવિષ્ય સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસિનના સીમલેસ એકીકરણ પર નિર્ભર છે": સચિવ (રમતગમત) શ્રી હરિ રંજન રાવ
વૈજ્ઞાનિક રીતે સક્ષમ, એથ્લેટ-કેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રમતગમતની ઇકોસિસ્ટમ બનાવવાના સરકારના વિઝન સાથે આ જોડાણ સુસંગત છે
આ એમઓયુ ખેલો ઈન્ડિયા, TOPS અને ભારતને અગ્રણી રમતગમત રાષ્ટ્ર બનાવવા માટેના વિકસિત ભારત@2047 વિઝન જેવી અગ્રણી પહેલોને પૂરક બનાવે છે
प्रविष्टि तिथि:
08 JUL 2026 8:21PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) હેઠળના રમતગમત સત્તામંડળ (SAI) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) હેઠળના સફદરજંગ સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર (SIC) એ આજે સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ મેડિસિન, એથ્લેટ રિહેબિલિટેશન (પુનર્વસન), સંશોધન, ઇનોવેશન (નવીનતા), શિક્ષણ અને ક્ષમતા નિર્માણમાં સહયોગને મજબૂત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
આ એમઓયુ (MoU) નો ઉદ્દેશ્ય ભારતીય એથ્લેટ્સ અને સપોર્ટ સ્ટાફને વ્યાપક સહાય પૂરી પાડવા માટે બંને સંસ્થાઓની કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈજ્ઞાનિક ક્ષમતાઓનો સમન્વય કરીને એક સંકલિત ફ્રેમવર્ક તૈયાર કરવાનો છે.

આ જોડાણ પુરાવા-આધારિત સ્પોર્ટ્સ સાયન્સ અને તબીબી પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે, બહુવિધ વિષયોના સંશોધનને સરળ બનાવશે, એથ્લેટ્સની ઇજા નિવારણ તેમજ પુનર્વસનને મજબૂત કરશે અને વૈજ્ઞાનિક હસ્તક્ષેપ દ્વારા પ્રદર્શનના સર્વોત્તમીકરણને વધારશે.
આ એમઓયુ (MoU) પર યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સચિવ (રમતગમત) શ્રી હરિ રંજન રાવ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુશ્રી પુણ્ય સલીલા શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રમતગમત સત્તામંડળ (SAI) વતી સ્પોર્ટ્સ સાયન્સ ડિવિઝન (ભૂતપૂર્વ NCSSR) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રિગેડિયર (ડૉ.) બિભુ કલ્યાણ નાયકે અને એસઆઈસી (SIC) વતી સફદરજંગ સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરના ડિરેક્ટર (ડૉ.) દીપક જોશીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રસંગે શ્રી રાવે જણાવ્યું હતું કે, "ઉચ્ચ પ્રદર્શન ધરાવતી રમતગમતનું ભવિષ્ય સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસિનના સીમલેસ (નિરંતર) એકીકરણ પર નિર્ભર છે."
તેમણે વધુમાં નોંધ્યું હતું કે આ એમઓયુ એક મજબૂત સંસ્થાકીય માળખું સ્થાપિત કરે છે જે સહયોગી સંશોધન, વૈજ્ઞાનિક ઇનોવેશન, એથ્લેટ મોનિટરિંગ અને રિહેબિલિટેશનને પ્રોત્સાહન આપશે, જે આખરે ભારતીય એથ્લેટ્સ માટે વિશ્વકક્ષાની સપોર્ટ ઇકોસિસ્ટમ બનાવવામાં યોગદાન આપશે.
તેમાં ઉમેરો કરતા સુશ્રી સલીલાએ જણાવ્યું હતું કે, "સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પોર્ટ્સ સાયન્સ એ એથ્લેટના સ્વાસ્થ્ય અને પ્રદર્શનના અનિવાર્ય ઘટકો બની ગયા છે. આ ભાગીદારી ઇજા નિવારણ, ક્લિનિકલ કેર, પુનર્વસન અને વૈજ્ઞાનિક સંશોધનની મજબૂત પ્રણાલીઓ વિકસાવવા માટે સ્પોર્ટ્સ સાયન્સની કુશળતા સાથે તબીબી ઉત્કૃષ્ટતાને સંકલિત કરવા માટે બંને મંત્રાલયોની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેનો લાભ દેશભરના એથ્લેટ્સને મળશે."
બ્રિગેડિયર નાયકે વધુમાં જણાવ્યું હતું કે, "આ ભાગીદારી બહુવિધ વિષયોના સંશોધન, પ્રમાણભૂત ક્લિનિકલ અને સ્પોર્ટ્સ સાયન્સ પ્રોટોકોલ, જ્ઞાનનું આદાનપ્રદાન અને અદ્યતન એથ્લેટ સપોર્ટ સેવાઓને સરળ બનાવશે." તેમણે ઉમેર્યું હતું કે બંને સંસ્થાઓની શક્તિઓને જોડીને, અમે ટકાઉ વૈજ્ઞાનિક ઉકેલો વિકસાવવા સક્ષમ બનીશું જે સીધા જ એથ્લેટના બહેતર પ્રદર્શન અને લાંબા ગાળાના એથ્લેટ સ્વાસ્થ્યમાં પરિવર્તિત થશે.
પ્રોફેસર જોશીએ પણ પોતાનું યોગદાન આપતાં જણાવ્યું હતું કે, "આ ભાગીદારી દેશભરના એથ્લેટ્સના લાભ માટે સંશોધન, શિક્ષણ, પુનર્વસન અને પુરાવા-આધારિત સ્પોર્ટ્સ મેડિસિનને વધુ મજબૂત બનાવશે."
આ એમઓયુ સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રની ભારતની બે અગ્રણી સંસ્થાઓ વચ્ચેના સંસ્થાકીય સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
આ જોડાણ વૈજ્ઞાનિક રીતે સક્ષમ, એથ્લેટ-કેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રમતગમતની ઇકોસિસ્ટમ બનાવવાના ભારત સરકારના વિઝન સાથે સુસંગત છે.

તે ખેલો ઈન્ડિયા અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) જેવી અગ્રણી પહેલોને પણ પૂરક બનાવે છે, જ્યારે ભારતને એક અગ્રણી રમતગમત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માટે વિકસિત ભારત@2047 અંતર્ગત દેશની લાંબા ગાળાની આકાંક્ષાઓને ટેકો આપે છે.
સંશોધન, ઇનોવેશન, ક્ષમતા નિર્માણ અને પુરાવા-આધારિત એથ્લેટ કેરને પ્રોત્સાહન આપીને, આ ભાગીદારી ભારતની ઉચ્ચ પ્રદર્શન પ્રણાલીને મજબૂત કરે અને ઓલિમ્પિક તેમજ પેરાલિમ્પિક ગેમ્સ સહિતની ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે દેશની સજ્જતામાં વધારો કરે તેવી અપેક્ષા છે.
(रिलीज़ आईडी: 2282644)
आगंतुक पटल : 5