આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
azadi ka amrit mahotsav

સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે DMRC એ સેન્ટ્રલ સેક્રેટરિએટ સ્ટેશન ખાતે કામગીરી શરૂ કરી

प्रविष्टि तिथि: 24 JUN 2026 11:45AM by PIB Ahmedabad

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ આજે સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરિએટ મેટ્રો સ્ટેશન ખાતે બાંધકામની કામગીરી શરૂ કરી દીધી છે. આ સ્ટેશન ફેઝ V(A) હેઠળ જનકપુરી વેસ્ટથી આરકે આશ્રમ માર્ગ સુધીની હાલની મેજેન્ટા લાઇનના વિસ્તરણ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તેમજ ઊર્જા મંત્રી શ્રી મનોહર લાલ, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (Mohua)ના સચિવ અને Mohua તથા DMRC ના વરિષ્ઠ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

સેન્ટ્રલ સેક્રેટરિએટ સ્ટેશન ટ્રિપલ ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે, જ્યાં નવું મેજેન્ટા લાઇન સ્ટેશન હાલની યલો લાઇન અને વાયોલેટ લાઇન સાથે એકીકૃત રીતે જોડાશે. આ અનોખી સુવિધાથી સરકારી કર્મચારીઓ અને લ્યુટિયન્સ ઝોન તથા તેની આસપાસના વહીવટી જિલ્લાઓમાં જતા મુસાફરોને મોટો ફાયદો થશે.

આ કોરિડોર 9.913 કિમી લાંબો છે જેમાં નવ અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) સ્ટેશનો છે, જે આ મુજબ છે: શિવાજી સ્ટેડિયમ, યુગે યુગીન ભારત, સેન્ટ્રલ સેક્રેટરિએટ, કર્તવ્ય ભવન, ઇન્ડિયા ગેટ, વોર મેમોરિયલ-હાઇકોર્ટ, બરોડા હાઉસ, ભારત મંડપમ અને ઇન્દ્રપ્રસ્થ.

આ પ્રોજેક્ટ નવી દિલ્હીના હૃદય સમાન વિસ્તાર સાથે કનેક્ટિવિટી મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે અગ્રણી સરકારી કચેરીઓ, ન્યાયિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્મારકો અને કન્વેન્શન સુવિધાઓ સુધી કાર્યક્ષમ પહોંચ પ્રદાન કરશે, તેમજ સમગ્ર નેટવર્કની ક્ષમતા અને મુસાફરોની સુવિધામાં વધારો કરશે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2277376) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी