પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યોગના પરિવર્તનશીલ પ્રભાવને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

प्रविष्टि तिथि: 22 JUN 2026 8:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર સફળતા  વાતનો પુરાવો છે કે યોગ વિશ્વભરના લાખો લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરી રહ્યો છે, પરંતુ તેમને આત્મવિશ્વાસ સાથે સકારાત્મક જીવન જીવવા માટે પણ પ્રેરણા આપી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું -

चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥

સુભાષિત કહે છે કે યોગ  મનને સંપૂર્ણપણે શાંત અને સ્થિર કરવાની પદ્ધતિ છે.  ધ્યેય પ્રાપ્ત કરવા માટે, યોગ બે મુખ્ય પદ્ધતિઓ સૂચવે છે: મનને શાંત કરવું અને શ્વાસના પ્રવાહને નિયંત્રિત કરવું.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશાળ સફળતા  હકીકતનો પુરાવો છે કે યોગ વિશ્વભરના લાખો લોકોને શારીરિક રીતે સ્વસ્થ તો બનાવી રહ્યો છે , પણ તેમને આત્મવિશ્વાસ સાથે સકારાત્મક જીવન જીવવા માટે પણ પ્રેરણા આપી રહ્યો છે."

चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2276430) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Tamil , Telugu , Malayalam