સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની સફળતાએ ભારતની કોમનવેલ્થ ગેમ્સ 2030 ની તૈયારીઓનો પાયો નાખ્યો


એથ્લેટ્સે રશિયા, જાપાન, નેપાળ અને આર્જેન્ટિનાનાં ખેલાડીઓએ બહુવિધ ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતીય ખેલાડીઓને આકરી ટક્કર આપી

प्रविष्टि तिथि: 09 JUN 2026 4:59PM by PIB Ahmedabad

ચૌદ વર્ષની ઇશિકા ગુચ્છઐતના પિતા પાન વેચે છે અને તેના જીવનમાં શિસ્ત લાવવા માટે તેની માતાના આગ્રહથી તેણે યોગ અપનાવ્યા હતા. ગુજરાતની હીના રાજગોર એક સફળ મોડેલ છે, જે યોગશાસ્ત્રના સિદ્ધાંતથી આકર્ષિત છે અને તેના પર ઉત્સાહપૂર્વક સંશોધન કરી રહી છે.

ઇશિકા અને હીના અને અહીં એકા એરેના ખાતે આ પ્રથમવાર યોજાયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારત માટે સ્પર્ધા કરી રહેલા સેંકડો યોગાસન એથ્લેટ્સ સમુદાયના વિવિધ વર્ગોમાંથી આવતા હોઈ શકે છે અને વિવિધ કારણોસર યોગ તરફ આકર્ષાયા હોઈ શકે છે, પરંતુ રમત પ્રત્યેના તેમના પ્રેમ અને સખત મહેનતે એ સુનિશ્ચિત કર્યું કે યજમાનોએ આ સ્પર્ધામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું, જેમાં 4 થી 8 જૂન દરમિયાન 78 દેશોના 400 થી વધુ એથ્લેટ્સોએ સન્માન માટે દાવેદારી કરી હતી.

https://www.instagram.com/reel/DZWnc_zxW9l/?igsh=cTh4YXIyZ3c0cmcy

ચેમ્પિયનશિપની તૈયારીમાં ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ સુવિધાઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રીય ફેડરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચેના સંકલિત પ્રયાસોને કારણે ભારતે અપેક્ષા મુજબ 114 મેડલ (102 ગોલ્ડ, નવ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) નો જંગી સ્કોર મેળવ્યો હતો.

https://www.instagram.com/reel/DZRl-U4KHoL/?igsh=aHF4aXBwdWhqbDNq

ભારત હવે અમદાવાદમાં યોજાનારી 2030 ની કોમનવેલ્થ ગેમ્સ તરફ જોઈ રહ્યું છે, જ્યારે યોગાસન મેડલ સ્પોર્ટ તરીકે રમાશે. જો ભારત 2036 માં સમર ઓલિમ્પિક્સનું આયોજન કરે છે તો યોગ તેની શરૂઆત કરે તેવી પ્રબળ શક્યતા છે કારણ કે તેણે વિશ્વનું ધ્યાન પહેલેથી જ આકર્ષિત કર્યું છે.

https://www.instagram.com/reel/DZUVnD2qCDS/?igsh=bWhjamZjMGh4aWY1

મુખ્ય કોચ ચંદ્રકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, "ટીમે એસએઆઈ, ગાંધીનગર ખાતે સાત કોચ, ત્રણ ફિઝિયો, બે મસાજ કરનાર અને એક ડાયેટિશિયનની દેખરેખ હેઠળ તેમની તાલીમ અને રિકવરીની કાળજી લેતા એક મહિના સુધી સખત તાલીમ શિબિર મેળવી હતી,"

https://www.instagram.com/reel/DZP34R8q79o/?igsh=bWx4cDkycGkweXBt

કેમ્પમાં અને પાછળથી સ્પર્ધામાં પોતાના અનુભવ વિશે વાત કરતા ઇશિકાએ જણાવ્યું હતું કે તેણે સ્પર્ધાની તૈયારીમાં થતી સખત મહેનત વિશે વિચાર્યું નહોતું. "કેમ્પ એક ખૂબ જ અલગ અનુભવ હતો અને મેં ડાયેટ, ફિટનેસ અને રિકવરી વિશે ઘણું શીખ્યું. કોચોએ અમારી જોડીઓ પહેલેથી જ નક્કી કરી લીધી હતી અને અમે એક મહિના સુધી સાથે પ્રેક્ટિસ કરી હતી.

"સ્પર્ધા પોતે જ એક અદ્ભુત અનુભવ હતો. વર્ષની શરૂઆતમાં, હું માત્ર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેવા અને મેડલ જીતવા વિશે જ વિચારતી હતી. પરંતુ આ સ્પર્ધાનું સ્તર અને અનુભૂતિ ખૂબ જ અલગ છે અને મને ખુશી છે કે હું દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકી," તેમ ઇશિકાએ જણાવ્યું હતું, જેણે રિધમિક પેર સબ-જુનિયર ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એક દાયકાથી વધુ સમયથી સાઈ સાથે સંકળાયેલા મિશ્રા, તેમણે યોગ નિષ્ણાત તરીકે રિકવરી અને ગતિશીલતા સાથે ઘણા ટોચના ભારતીય એથ્લેટ્સને મદદ કરી છે, તેમણે ધ્યાન દોર્યું કે રિકવરી માટે યોગ અને સ્પર્ધાત્મક રમત તરીકે યોગાસનમાં ખૂબ જ અંતર છે અને એટલા માટે જ વિશ્વ ચૅમ્પિયનશીપમાં ખેલાડીઓની તૈયારી વૈજ્ઞાનિક અને આટલી બારીકાઈથી કરાવવામાં આવી હતી.

"જે લોકો માનસિક શાંતિ અને સ્વાસ્થ્યના કારણે યોગ કરે છે તેઓ તેમની સુવિધાની અને ક્ષમતાની અંદર તે કરે છે. પરંતુ સ્પર્ધા કરવા માટે, એથ્લેટ્સોએ તેમના શરીરને સામાન્ય વ્યક્તિ માટે જે અશક્ય લાગે છે તેનાથી આગળ ધકેલવું પડે છે અને તેના માટે જબરદસ્ત શક્તિ, લવચિકતા અને સહનશક્તિની જરૂર પડે છે," તેમણે ઉમેર્યું હતું.

કારણે જ કેમ્પમાં રહેલા 114 એથ્લેટ્સોને કેમ્પ દરમિયાન સહનશક્તિ વધારવા દોડાવવામાં આવ્યા હતા, યોગ્ય આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને દિવસમાં લગભગ છ કલાક તાલીમ આપવામાં આવી હતી.

મિશ્રાએ જણાવ્યું હતું કે, "જ્યારે અમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આવ્યા, ત્યારે અમે તમામ કેટેગરીમાં મેડલ જીતવાની અપેક્ષા રાખતા હતા. પરંતુ અહીંની સ્પર્ધા જોતાં, અમે હવે સમજીએ છીએ કે આ પ્રભુત્વ જાળવી રાખવું સરળ નથી. રશિયા, જાપાન અને કેટલાક યુરોપિયન દેશોનાં ખેલાડીઓ શારીરિક રીતે ખૂબ જ મજબૂત છે અને તેઓએ અહીં લાંબા સમય સુધી હોલ્ડ કરી તેમની તકનીકી ખામીઓ સરભર કરી લીધી હતી. આ કારણે જ અહીં આ દેશો કેટલાક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યાં હતા.

યોગાસનની સ્કોરિંગ સિસ્ટમ મુજબ, ખેલાડીઓને તેમના આસનની કાર્યક્ષમતા, તેમના ચહેરાના હાવભાવ અને નોંધપાત્ર સમય સુધી તેમની સ્થિતિ જાળવી રાખવાની ક્ષમતાના આધારે પોઇન્ટ આપવામાં આવે છે.

આ પ્રક્રિયાને પ્રમાણભૂત બનાવવા માટે, વર્લ્ડ યોગાસન ફેડરેશને 250 આસનોની સ્કોરિંગ સિસ્ટમને ઓળખી કાઢી છે અને તેને સંરચિત કરી છે જેમાંથી એથ્લેટ્સ પોતે જે પ્રદર્શન કરવા માંગે છે તે પસંદ કરી શકે છે. આ સિવાય, ફેડરેશને વિવિધ દેશોમાં કોચ મોકલવા અને જજોને તાલીમ આપવા માટે પણ રોકાણ કર્યું છે કારણ કે આ રમત ઓલિમ્પિક ગૌરવ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સફળતા અને આગળના રોડમેપ વિશે વાત કરતા, યોગાસન ભારતના પ્રમુખ ઉદિત સેઠે જણાવ્યું હતું કે, "આ પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ એ ખૂબ જ મોટા વિઝનનું માત્ર પહેલું પગલું છે. અમારું ધ્યાન હવે ખંડીય ચેમ્પિયનશિપ, પ્રોફેશનલ લીગ, એથ્લેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને મજબૂત આંતરરાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા વર્ષભર વૈશ્વિક ઇકોસિસ્ટમ બનાવવા તરફ શિફ્ટ થઈ રહ્યું છે. યોગાસનનું ભવિષ્ય તેને ચેમ્પિયનશિપમાંથી વૈશ્વિક રમતગમતની ચળવળમાં પરિવર્તિત કરવામાં રહેલું છે."

મિશ્રાએ એ પણ ધ્યાન દોર્યું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા 2030 કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત ઓલિમ્પિક સમાવેશને ધ્યાનમાં રાખીને આગળ જોઈ રહી છે. "આ વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી, યોગાસન એથ્લેટ્સને તાલીમ આપવા માટે પાંચ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના છે. આ સિવાય આ એથ્લેટ્સ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નોકરી માટે અરજી કરી શકે છે."

એકંદરે, આ પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને આ રમત તેમજ દેશ માટે પ્રગતિની કોઈ સીમા નથી.


(रिलीज़ आईडी: 2270774) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English