ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રખ્યાત ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર શ્રી કરસન ઘાવરીએ જનગણના કાર્ય નિદેશાલય, ગાંધીનગરની મુલાકાત લીધી


શ્રી ઘાવરીએ તમામ નાગરિકોને જનગણનાના કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો

प्रविष्टि तिथि: 04 JUN 2026 7:18PM by PIB Ahmedabad

જનગણના કાર્ય નિદેશાલય ગુજરાત, ગાંધીનગરે આજે ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ અંતરરાષ્ટ્રીય ક્રિકેટર શ્રી કરસન ઘાવરીનું નિદેશાલય ખાતે સ્વાગત કર્યું હતું. શ્રી ઘાવરીએ રાજ્યના સેન્સસ નોડલ વિભાગના સચિવ શ્રીમતી આર્દ્રા  અગ્રવાલ તેમજ રાજ્ય સંયોજક શ્રી રાજેશ માંઝુ - આર.આઈ.સી.સાથે મુલાકાત લીધી હતી.

શ્રી ઘાવરીએ જનગણના કાર્ય નિદેશાલય ગુજરાત ખાતે નિયામક શ્રી સુજલ મયાત્રાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પરસ્પર સંવાદ દરમિયાન શ્રી ઘાવરીએ જનગણનામાં જનસહભાગિતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે તમામ નાગરિકોને જનગણનાના કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા તેમજ સાચી અને ચોક્કસ માહિતી પ્રદાન કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે વિશ્વસનીય જનગણનાના આંકડા દેશના આયોજન, નીતિ નિર્માણ અને વિકાસલક્ષી કાર્યક્રમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાતે શ્રી કરસન ઘાવરીનો જનગણનાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટેના તેમના સહયોગ અને અમૂલ્ય યોગદાન બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો.

 


(रिलीज़ आईडी: 2269032) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English