PIB Backgrounder
azadi ka amrit mahotsav

કલ્યાણથી મહિલા-સંચાલિત વિકાસ સુધી

प्रविष्टि तिथि: 02 JUN 2026 3:56PM by PIB Ahmedabad

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Q3DF.jpg

2014 થી 2026ની વચ્ચે, ભારતે તમામ ક્ષેત્રો અને સંસ્થાઓમાં મહિલા કલ્યાણથી મહિલા સંચાલિત વિકાસતરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકાર દ્વારા અપનાવવામાં આવેલા જીવનચક્ર અભિગમે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પોષણ, આજીવિકા, નાણાકીય સમાવેશીકરણ અને નેતૃત્વની તકો સુધી મહિલાઓની પહોંચને વધુ સુદ્રઢ બનાવી છે. સ્વ-સહાય જૂથો (SHGs), સાહસિકતા અને ડિજિટલ સમાવેશીકરણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોએ મહિલાઓની આર્થિક ભાગીદારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સ્વચ્છતા, આવાસ, સ્વચ્છ બળતણ અને નળના પાણીની સુધારેલી ઉપલબ્ધતાએ ગરિમા, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને સુદ્રઢ બનાવી છે. વહીવટ, જાહેર સંસ્થાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધતી જતી ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની વિસ્તરતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

 

ભારતની વિકાસગાથાના કેન્દ્રમાં મહિલાઓ

છેલ્લા બાર વર્ષો દરમિયાન ભારતમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સુવિધા અને સહાય પૂરી પાડવાથી આગળ વધીને, હવે ધ્યાન સહભાગીતા, તક અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. મહિલાઓને હવે માત્ર લાભાર્થી તરીકે જોવામાં આવતી નથી. તેઓ વધુ ને વધુ વિકાસ અને પ્રગતિને આકાર આપી રહ્યા છે.

આ પરિવર્તન જીવન ચક્રના તમામ તબક્કાઓ દરમિયાન વિવિધ હસ્તક્ષેપો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યું છે. દીકરીઓની સુરક્ષા અને શિક્ષણથી આ પ્રયાસોની શરૂઆત થાય છે અને તે આરોગ્ય, પોષણ, કૌશલ્ય, ઉદ્યમશીલતા તથા નેતૃત્વ સુધી વિસ્તરે છે.હવે સતત સહભાગિતા અને માપી શકાય તેવા પરિણામો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પરિવર્તનો તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહ્યા છે.વધુ સંખ્યામાં કન્યાઓ શાળામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખી રહી છે અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવી રહી છે. નાણાકીય સર્વસમાવેશકતાએ બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રે મહિલાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે, જેનાથી આજીવિકા અને આર્થિક સ્વતંત્રતા મજબૂત બની છે.આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને રાંધણ માટેના સ્વચ્છ ઈંધણની બહેતર સુલભતાએ ગરિમા અને જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે.

મહિલાઓ પણ સાર્વજનિક અને રાજકીય ક્ષેત્રોમાં વધુ દૃશ્યમાન બની રહી છે.સ્થાનિક શાસન, સામુદાયિક સંસ્થાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં તેમની સહભાગિતા સતત વધી રહી છે.

જન્મ સમયે ગૌરવ: સુરક્ષા અને પ્રારંભિક બાળપણની સંભાળ

જન્મ સમયની સંભાળ બાળકના જીવન અને માતાની સુખાકારીનો પાયો ઘડે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારતે આરોગ્ય સેવાઓ, પોષણ સહાય અને સંસ્થાકીય પ્રસુતિ પ્રણાલીઓના સંયોજન દ્વારા માતૃત્વ અને પ્રારંભિક બાળપણની સંભાળને મજબૂત બનાવી છે.

બેટી બચાવો બેટી પઢાવો: ભારતીય પુત્રીઓના સશક્તિકરણનો એક દશક

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035OK9.pnghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042VD6.png

22 જાન્યુઆરી 2015 ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજના સરકારની એક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય ઘટતા જતાં બાળ જાતિ પ્રમાણની સમસ્યાનું નિવારણ લાવવાનો, જાતિ-આધારિત લિંગ પસંદગીને રોકવાનો અને દીકરીઓના અસ્તિત્વ, સુરક્ષા તથા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પહેલ સંસ્થાકીય પ્રસૂતિમાં સુધારો કરવા, માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના નામાંકનમાં વધારો કરવા, શાળા છોડવાના દરમાં ઘટાડો કરવા અને પ્રસૂતિ પૂર્વેની સંભાળ માટેની નોંધણીને સુદ્રઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુરક્ષિત માસિક સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. આ યોજના માનસિકતામાં પરિવર્તન અને જાતીય સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કન્યા સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય આંદોલનમાં પરિવર્તિત થઈ છે.

આ યોજના જાતિ-આધારિત સામાજિક માપદંડોને પડકારવા અને વર્તણૂકમાં પરિવર્તન લાવવા માટે પીસીપીએનડીટી (ગર્ભધારણ પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે નિદાન પદ્ધતિ) અધિનિયમના કડક અમલીકરણ અને સતત જનજાગૃતિના પ્રયાસોનો સમન્વય કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) એ જાતિ પ્રમાણમાં નોંધપાત્ર વસ્તી વિષયક ફેરફાર સૂચવ્યો છે, જેમાં ભારતની વસ્તીમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 (વસ્તી ગણતરી 2011) થી વધીને 1,020 નોંધાઈ છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)

માતૃત્વ સ્વાસ્થ્ય અને પ્રારંભિક બાળ સંભાળના મહત્વને સ્વીકારીને, 2017 માં PMMVY યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.આ સગર્ભા અને ધાત્રી માતાઓને સહાય પૂરી પાડવા માટેની એક માતૃત્વ લાભ યોજના છે.

આ યોજના હેઠળ, મહિલાઓને પ્રથમ જીવિત બાળક માટે બે હપ્તામાં ₹5,000 અને બીજા બાળક (માત્ર કન્યા સંતાન) માટે ₹6,000 મળે છે.ચુકવણીઓ વહેલી નોંધણી, પ્રસૂતિ પૂર્વેની સંભાળ અને રસીકરણ જેવા મુખ્ય આરોગ્યલક્ષી સીમાચિહ્નો સાથે જોડાયેલી છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (સીધા લાભ હસ્તાંતરણ) દ્વારા સમયસર સહાય સુનિશ્ચિત કરવામાં આવે છે, જેમાં ગર્ભપાત/મૃત બાળકનો જન્મ થયો હોય તેવા કિસ્સાઓમાં નવી પાત્રતા માટેની જોગવાઈઓ સામેલ છે. આ સહાય આંશિક વેતન વળતર તરીકે પણ કાર્ય કરે છે. આ માતૃ સુખાકારીમાં સુધારો કરવામાં મદદ કરે છે, સંસ્થાગત સંભાળને પ્રોત્સાહન આપે છે અને લિંગ સમાનતાને આગળ ધપાવે છે.

મુખ્ય પહોંચ અને વ્યાપ્તિ:

  • શરૂઆતથી નોંધાયેલા લાભાર્થીઓની સંખ્યા: ₹4.92 કરોડ (30 એપ્રિલ, 2026ની સ્થિતિએ)
  • યોજનાની શરૂઆતથી અત્યાર સુધી ચૂકવણી કરવામાં આવેલ લાભાર્થીઓની સંખ્યા: ₹4.28 કરોડ (30 એપ્રિલ, 2026 સુધીમાં)
  • ચૂકવવામાં આવેલી કુલ રકમ: ₹20,150 કરોડ

રાકચી સંગમાની સુરક્ષિત માતૃત્વ તરફની સફર

મેઘાલયના નોર્થ ગારો હિલ્સમાં આવેલા બેલપારા ગામના રહેવાસી રાકચી એન. સંગમા એક ગૃહિણી અને નાના ખેડૂત છે, જેઓ માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.નાણાકીય મર્યાદાઓ અને આરોગ્યસંભાળની મર્યાદિત પહોંચને કારણે ગર્ભાવસ્થા દરમિયાન પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી.

તેણીએ PMMVY યોજના હેઠળ સહાય માંગી હતી અને તેને યોગ્ય સમયે અત્યંત જરૂરી રાહત પ્રાપ્ત થઈ હતી. નાણાકીય સહાયને કારણે તે વધારાના આર્થિક બોજ વગર પૌષ્ટિક આહાર, પ્રસૂતિ પૂર્વેની નિયમિત તપાસ અને આવશ્યક તબીબી સારવાર મેળવવા સક્ષમ બની હતી. "યોગ્ય સંભાળ અને સતત દેખરેખ હેઠળ, રાખી દ્વારા આરોગ્ય સંસ્થામાં સ્વસ્થ બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો."

 

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ)

સગર્ભા સ્ત્રીઓ માટે, સમયસરની તબીબી સારવાર સુરક્ષિત અને સ્વસ્થ ગર્ભાવસ્થા તથા ગંભીર સ્વાસ્થ્ય જોખમો ધરાવતી ગર્ભાવસ્થા વચ્ચે નોંધપાત્ર તફાવત લાવી શકે છે. વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલ પીએમએસએમએ (PMSMA), દર મહિનાની 9મી તારીખે સરકારી આરોગ્ય સુવિધાઓ પર મફત અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ પૂર્વેની તપાસ પૂરી પાડીને આ જરૂરિયાતને પૂર્ણ કરે છે. આ પહેલ ખાસ કરીને બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળાની મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આના દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ અને તેનું વ્યવસ્થાપન શક્ય બને છે.

મુખ્ય પહોંચ અને વ્યાપ:

  • "પીએમએસએમએ (PMSMA) યોજના અંતર્ગત 7.4 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવી"
  • 8812 સ્વયંસેવકો નોંધાયા
  • દેશભરમાં 22 હજારથી વધુ સુવિધાઓ પીએમએસએમએ (PMSMA) સેવાઓ પૂરી પાડી રહી છે
  • સઘન દેખરેખ માટે 6.85 કરોડથી વધુ પ્ર પ્રસૂતિ પૂર્વ તપાસ (એન્ટેનેટલ ચેક-અપ) હાથ ધરવામાં આવી છે અને 1.03 કરોડ ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની ઓળખ કરવામાં આવી છે
  • PMSMA દ્વારા વધુમાં જોખમી ગર્ભાવસ્થા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ફોલો-અપ સહાયની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
  • આ માતૃ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે, જે (2014-15) માં 130 હતો તે ઘટીને (2021-2023) દરમિયાન પ્રતિ લાખ જીવિત જન્મે 88 થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005WWIF.png

જનની સુરક્ષા યોજના (JSY)

જનની સુરક્ષા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ શરતી રોકડ સહાય અને સામુદાયિક સંપર્ક સેવાઓ પૂરી પાડે છે.આ યોજના ગરીબ સગર્ભા સ્ત્રીઓ, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા (બી.પી.એલ.) પરિવારો અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમુદાયોની મહિલાઓને હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જ્યારે આશા કાર્યકરો લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સાથે જોડવામાં મદદ કરે છે.આ સંયુક્ત પ્રયાસોને પરિણામે સંસ્થાકીય પ્રસુતિમાં વધારો થયો છે, માતૃ સ્વાસ્થ્ય સેવાઓની સુલભતામાં સુધારો થયો છે અને ઘરે થતી પ્રસુતિ સાથે સંકળાયેલા જોખમોમાં ઘટાડો થયો છે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK)

વર્ષ 2014માં, જેએસએસકે (JSSK) યોજનાને ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીની તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓને આવરી લેવા માટે વિસ્તારવામાં આવી હતી. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર માટે આવતા તમામ બીમાર નવજાત શિશુઓ અને (એક વર્ષ સુધીની વયના) બાળકો માટે પણ સમાન પ્રકારના લાભો અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ આ મુજબ છે:

  • નાણાકીય વર્ષ 2024-25માં JSSKના લાભાર્થીઓ: 1.99 કરોડ સગર્ભા મહિલાઓ; 16.85 લાખ બીમાર શિશુઓ

આ રોકાણો પરિણામોમાં પ્રતિબિંબિત થાય છે:

  • ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રસૂતિ પૂર્વેની તપાસ માટેની મુલાકાતોનું પ્રમાણ 59% (NFHS-4, 2015-16) થી વધીને 76.2% (NFHS-6, 2023-24) થયું છે.
  • રાષ્ટ્રીય સ્તરે, ચાર કે તેથી વધુ પ્રસૂતિ પૂર્વેની તપાસ (ANC) કરાવતી મહિલાઓનું પ્રમાણ 51% (2015-16) થી વધીને 65.2% (2023-24) થયું છે.
  • રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ 79% (2015-16) થી નોંધપાત્ર રીતે વધીને 90.6% (2023-24) થયું છે.

શિક્ષણ, કૌશલ્ય અને આકાંક્ષાત્મક વૃદ્ધિ

2014થી, કન્યા શિક્ષણ મૂળભૂત સુલભતાથી આગળ વધ્યું છે.હવે તમામ તબક્કાઓમાં સાતત્ય, પ્રગતિ અને અર્થપૂર્ણ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.વધુ કન્યાઓ શાળામાં તેમનો અભ્યાસ ચાલુ રાખી રહી છે, ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને મૂલ્યવાન કૌશલ્યો પ્રાપ્ત કરી રહી છે.

આ પરિવર્તન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 પર આધારિત છે. આ નીતિ એવા માળખાકીય અવરોધોને દૂર કરે છે જે અગાઉ દીકરીઓની શૈક્ષણિક સફરને મર્યાદિત કરતા હતા.સમગ્ર શિક્ષણ પ્રણાલીમાં જાતીય સર્વસમાવેશકતાને એક મુખ્ય સિદ્ધાંત તરીકે સમાવવામાં આવી છે.

  • જેન્ડર ઇન્ક્લુઝન ફંડ વંચિત કન્યાઓ માટે લક્ષિત સહાય પૂરી પાડે છે.
  • લવચીક શિક્ષણ માર્ગો ડ્રોપઆઉટ ઘટાડે છે અને સતત સહભાગિતાને ટેકો આપે છે.
  • બહુવિષયક વિકલ્પો કન્યાઓને વિવિધ શૈક્ષણિક રુચિઓ કેળવવાની તક પૂરી પાડે છે.

શાળા અને પાયાનું શિક્ષણ

સમગ્ર શિક્ષા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો

વર્ષ 2018-19માં શરૂ કરવામાં આવેલી સમગ્ર શિક્ષા યોજના, શાળાકીય શિક્ષણ માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવે છે.તે પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 12

સુધીના શિક્ષણને એક વ્યાપક માળખા હેઠળ સંકલિત કરે છે.આ યોજનાએ સમગ્ર શાળાકીય પ્રણાલીમાં શિક્ષણની પહોંચ, માળખાગત સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ટકાવને સુદૃઢ બનાવ્યો છે.

છોકરીઓ માટે આ સુધારાઓ ખાસ કરીને મહત્વના છે.નજીકની શાળાઓ, કાર્યરત શૌચાલયો, સુરક્ષિત વર્ગખંડો, તાલીમબદ્ધ શિક્ષકો અને રહેઠાણની સુવિધા - આ તમામ બાબતો એ વાત પર પ્રભાવ પાડે છે કે કન્યા શિક્ષણ પ્રારંભિક વર્ષો પછી ચાલુ રહેશે કે નહીં.

  • વર્ષ 2024-25માં, ભારતમાં 14.71 લાખ શાળાઓ, 1.01 કરોડ શિક્ષકો અને 24.69 કરોડ વિદ્યાર્થીઓ હતા. મહિલાઓની નોંધણી 2014-15માં 1.57 કરોડ (32%) થી વધીને આજે 11.93 કરોડ (48%) થઈ ગઈ છે.
  • વર્ષ 2018-19 થી 2025-26 દરમિયાન, 4,073 થી વધુ શાળાઓને અપગ્રેડ કરવામાં આવી હતી.સ્માર્ટ ક્લાસરૂમ્સ સહિત 1.49 લાખથી વધુ આઈસીટી (ICT) અને ડિજિટલ લર્નિંગ પહેલને સમર્થન આપવામાં આવ્યું હતું.કૌશલ્ય શિક્ષણમાં પણ સતત વિસ્તરણ થયું. વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રદાન કરતી શાળાઓની સંખ્યા 9,477 થી વધીને 25,000 થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે વહેલી તકે માર્ગદર્શન અને સમજણ મેળવવામાં મદદ મળી છે.

આજે શાળાઓમાં પરિસ્થિતિ છોકરીઓ માટે ઘણી વધુ પ્રોત્સાહક છે. 2024-25માં:

  • 99.3% શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ હતી. વર્ષ 2014-15માં, 95.72% શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ હતી.
  • 97.3% શાળાઓમાં છોકરીઓ માટે કાર્યરત શૌચાલયની સુવિધા હતી. વર્ષ 2014-15માં, 92.09% શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલયની સુવિધા હતી.
  • 93.6% શાળાઓમાં વીજળીની સુવિધા હતી.
  • 89.5% શાળાઓમાં પુસ્તકાલયો હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006LR88.jpg

સમયની સાથે શાળાકીય અભ્યાસમાં સાતત્યમાં પણ સુધારો થયો છે.પ્રાથમિક અને માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ (શાળા છોડી દેવાના) દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ સુદ્રઢ કરવામાં આવેલી વ્યવસ્થા અંતર્ગત, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો (KGBVs) નિવાસી શિક્ષણની જરૂરિયાત ધરાવતી કન્યાઓને લક્ષિત સહાય પૂરી પાડે છે.તે સમગ્ર શિક્ષા માળખાનો એક ભાગ છે અને ખાસ કરીને શૈક્ષણિક રીતે પછાત બ્લોક્સમાં વસતી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગો (OBC) અને અન્ય સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથોની કન્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.ધોરણ 6 થી 12 સુધીના શિક્ષણને આવરી લેતી આ નિવાસી શાળાઓ કન્યાઓને પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી શીખવા અને પ્રગતિ કરવા માટે સહાયક વાતાવરણ પૂરું પાડે છે.

KGBVનો વ્યાપ અને પહોંચ નોંધપાત્ર છે:

  • કાર્યરત કેજીબીવી (KGBV) શાળાઓની સંખ્યા વર્ષ 2022માં 4,996 હતી, જે વધીને વર્ષ 2026માં 5,316 થઈ છે.
  • નોંધણી 6.07 લાખ (2020-21) થી વધીને 7.58 લાખ (2025-26) થઈ છે.

નિવાસી શાળાથી સિવિલ સર્વિસીસ સુધી (ઉત્તર પ્રદેશ)

ઉત્તર પ્રદેશના અમરોહામાં કુમારી નિધિએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયથી પોતાની સફર શરૂ કરી હતી.અન્ય ઘણી છોકરીઓની જેમ, તે પણ એવા વાતાવરણમાંથી આવતી હતી જ્યાં તકો ખૂબ જ મર્યાદિત હતી.સતત સહયોગ અને અભ્યાસ માટેના કેન્દ્રિત વાતાવરણ સાથે, તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ 2023માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 39મો ક્રમ પ્રાપ્ત કરીને સફળતા મેળવી.આજે તેઓ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) તરીકે કાર્યરત છે.તેમની જીવનયાત્રા દર્શાવે છે કે જ્યારે શિક્ષણની સુલભતા અને નિરંતર સહયોગનો સમન્વય થાય, ત્યારે શું શક્ય બની શકે છે.

શાળાના મેદાનથી વિશ્વ મંચ સુધી (ઉત્તર પ્રદેશ)

ઉન્નાવના કેજીબીવી-ગંજ મુરાદાબાદની અર્ચના નિષાદે નાની ઉંમરે જ રમતગમતમાં પોતાની શક્તિ ઓળખી લીધી હતી.શાળા કક્ષાએ માત્ર સહભાગિતાથી જે શરૂઆત થઈ હતી, તે ધીમે-ધીમે એક ગંભીર લક્ષ્યમાં પરિવર્તિત થઈ ગઈ. તેણીએ 2023 માં અંડર-19 મહિલા ક્રિકેટ વિશ્વ કપ જીતનાર ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.તેમની સફર એ બાબતને પ્રતિબિંબિત કરે છે કે યોગ્ય તબક્કે મળેલું પ્રોત્સાહન કેવી રીતે વર્ગખંડની મર્યાદાઓથી ઘણે દૂર સુધી સફળતાના દ્વાર ખોલી શકે છે.

શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય

જેમ વધુ કન્યાઓ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે છે, તેમ તેમ ઉચ્ચ અભ્યાસ તેમની પહોંચમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે આર્થિક સહાય મહત્વપૂર્ણ બની જાય છે. શિષ્યવૃત્તિઓ યુવતીઓને તેમના પરિવારો પર વધારાનું દબાણ લાવ્યા વિના તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદરૂપ થઈ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007BZ1Y.jpg

કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેની સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના આર્થિક રીતે નબળા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને સહાયતા પ્રદાન કરે છે.લગભગ 5% શિષ્યવૃત્તિઓ કન્યાઓ માટે અનામત છે. 2023-24 માં શરૂ થયેલી નેશનલ સ્કોલરશીપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ, પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹1.5 લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં દર વર્ષે 3,000 મહિલાઓનો સમાવેશ થાય છે.

AICTE પ્રગતિ શિષ્યવૃત્તિ ટેકનિકલ શિક્ષણમાં તકોને વધુ વિસ્તારી રહી છે.વર્ષ 2014-15 થી, તેણે ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમોમાં વાર્ષિક 10,000 શિષ્યવૃત્તિઓ પૂરી પાડી છે. વર્ષ 2024-25 સુધીમાં આ યોજના હેઠળ આશરે 36 હજાર વિદ્યાર્થિનીઓ લાભાન્વિત થઈ છે.

આ સતત ટેકો પરિણામોમાં પ્રતિબિંબિત થાય છે. 2014-15 થી 2022-23 વચ્ચે, ઉચ્ચ શિક્ષણમાં 12 લાખથી વધુ વધારાની મહિલાઓએ પ્રવેશ મેળવ્યો છે.

વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) તથા ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓ

લાંબા સમય સુધી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી ઘણી છોકરીઓ માટે અપ્રાપ્ય અથવા દૂરની વાત જણાતી હતી.મહિલાઓ માટેની તકોના વિસ્તરણનો અર્થ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રોમાં તેમના માટે વધુ સ્પષ્ટ માર્ગો ખોલવાનો રહ્યો છે.

વિજ્ઞાન જ્યોતિ યોજના ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને મેન્ટરિંગ, લેબ એક્સપોઝર, કાર્યશાળાઓ અને માર્ગદર્શિત સહાય દ્વારા STEM ના અભ્યાસ માટે સહાય પૂરી પાડે છે.ડિસેમ્બર 2019માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ યોજના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 300 જિલ્લાઓમાં 1.12 લાખથી વધુ છોકરીઓ સુધી પહોંચી છે.

પ્રીમિયર (શ્રેષ્ઠ) સંસ્થાઓ સુધીની પહોંચમાં પણ સુધારો થયો છે.આઈઆઈટી અને એનઆઈટીમાં વધારાની (સુપરન્યુમરરી) બેઠકોને કારણે મહિલાઓની ભાગીદારી ૧૦ ટકાથી ઓછીથી વધીને ૨૦ ટકાથી વધુ થઈ છે.વર્ષ 2024-25માં STEM વિષયોમાં UGC NET-JRF સ્કોલર્સમાં મહિલાઓનો હિસ્સો 53% થી વધુ રહ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0088C1D.jpg

કૌશલ્ય અને ડિજિટલ સમાવેશીકરણ

વર્ષ 2014 થી, કૌશલ્ય વિકાસની વિસ્તૃત પહેલો અને સતત વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ટેકાથી, વધુ ને વધુ મહિલાઓ ઉભરતા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી છે.

કૌશલ્ય અને રોજગારક્ષમતા: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)

શિક્ષણે મહિલાઓ માટેની તકોનો વિસ્તાર કર્યો છે, પરંતુ આ તકોને આજીવિકામાં પરિવર્તિત કરવી તે સંબંધિત કૌશલ્યો અને ઉદ્યોગોના અનુભવની પ્રાપ્તિ પર નિર્ભર છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાએ આ પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે રોજગાર અને ઉદ્યોગસાહસિકતા સાથે જોડાયેલ ટૂંકા ગાળાની અને ઉદ્યોગ-લક્ષી તાલીમ પૂરી પાડે છે. PMKVY ના લગભગ 45% લાભાર્થીઓ મહિલાઓ છે.

આ કાર્યક્રમ તબક્કાવાર રીતે સતત વિસ્તર્યો છે:

  • PMKVY 1.0: 19 લાખથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી
  • PMKVY 2.: 1.1૦ કરોડથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી
  • પીએમકેવીવાય 3.0: અંદાજે 7.35 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી

વર્તમાન તબક્કો, PMKVY 4.0, વ્યવહારુ અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.તાલીમમાં કાર્યસ્થળ પરના પ્રત્યક્ષ અનુભવનો સમાવેશ થાય છે અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.છેલ્લાં ત્રણ વર્ષમાં જ, PMKVY 4.0 હેઠળ 27 લાખથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 18.79 લાખ ઉમેદવારો પ્રમાણિત થયા છે.

યુવાન મહિલાઓ માટે લક્ષિત કૌશલ્ય વર્ધન: ‘નવ્યા’ (NAVYA)’

NAVYA (નવ્યા - તરુણ કિશોરીઓ માટે વ્યાવસાયિક તાલીમ દ્વારા આકાંક્ષાઓનું પોષણ) PMKVY 4.0 હેઠળ 16-18 વર્ષની વયની છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.વર્ષ 2025 માં શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ યુવતીઓને ડિજિટલ માર્કેટિંગ, સાયબર સિક્યોરિટી, AI-આધારિત સેવાઓ અને પર્યાવરણીય રીતે ટકાઉ નોકરીઓથી માહિતગાર કરે છે.તે જીવન કૌશલ્યો અને નાણાકીય સાક્ષરતા કેળવવામાં પણ મદદ કરે છે.

આ પહેલ 19 રાજ્યોના 27 આકાંક્ષી અને ઉત્તર-પૂર્વીય જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં 3850 કન્યાઓને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ડિસેમ્બર 2025 સુધીની સ્થિતિ મુજબ:

  • 1295 છોકરીઓએ નોંધણી કરાવી
  • 671 કિશોરીઓને તાલીમ આપવામાં આવી

ગૌરવ સાથે આરોગ્ય, પોષણ અને સુખાકારી

મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યેના જીવનચક્ર-આધારિત અભિગમના ભાગરૂપે, ભારત માનસિક સ્વાસ્થ્ય સહિતની પરવડે તેવી આરોગ્ય સેવાઓની સુલભતાનો વિસ્તાર કરી રહ્યું છે અને પોષણ સહાયને વધુ મજબૂત બનાવી રહ્યું છે.આ ઉપરાંત, સ્વચ્છ રસોઈ ઈંધણ જેવા હસ્તક્ષેપો દ્વારા રોજિંદી ગરિમામાં સુધારો કરવામાં આવી રહ્યો છે.આ પ્રયાસો મહિલાઓ અને તેમના પરિવારો માટે વધુ સ્વસ્થ અને વધુ સમાન સમાજના નિર્માણ માટેની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આયુષ્માન ભારત

વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલી સરકારની મુખ્ય યોજના આયુષ્માન ભારતે સમગ્ર ભારતમાં મહિલાઓ માટે પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની સુલભતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આ વ્યાપક યોજનાના ચાર ઘટકો એ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે છે કે લોકોને પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સ્તરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે.

  • આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) આર્થિક રીતે નબળા પરિવારો પરનો આર્થિક બોજ ઘટાડીને તેમને કેશલેસ ગૌણ (સેકન્ડરી) અને તૃતીય (ટર્શરી) આરોગ્ય સંભાળ પૂરી પાડે છે.ફેબ્રુઆરી 2026 સુધીમાં, AB-PMJAY હેઠળ દેશભરમાં 43.52 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ પૈકી લગભગ 49% અથવા 21 કરોડ કાર્ડ મહિલાઓના છે.

આ યોજના હેઠળ કુલ 36,229 હોસ્પિટલોને સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેમાંથી 19,483 સરકારી અને 16,746 ખાનગી છે.હોસ્પિટલમાં દાખલ થવા માટેની કુલ અધિકૃત મંજૂરીઓમાંથી આશરે 48 ટકા મહિલા લાભાર્થીઓ છે. અત્યાર સુધીમાં, આ યોજના હેઠળ 4.97 કરોડથી વધુ મહિલાઓએ હોસ્પિટલમાં દાખલ થવા માટેની અધિકૃત મંજૂરી મેળવી છે.

· આયુષ્માન આરોગ્ય મંદિર (AAM) એ ગ્રામીણ, શહેરી અને આદિવાસી વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે જે લોકોના રહેઠાણની નજીક તેમને વ્યાપક, સાર્વત્રિક અને નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડે છે. દેશભરમાં 1.84 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો કાર્યરત છે (27 ફેબ્રુઆરી, 2026 સુધીમાં).

આ કેન્દ્રો મહિલાઓ માટે માતૃ સ્વાસ્થ્ય સંભાળ, બિન-ચેપી રોગોની તપાસ, પ્રજનન સ્વાસ્થ્ય અને નિવારક આરોગ્ય સેવાઓમાં સહાય પૂરી પાડે છે.

  • પીએમ-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) એ ગ્રાસરૂટ સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધી આરોગ્ય માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથેનો ભારતનો સૌથી મોટો કાર્યક્રમ છે.તે દરેક જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિરો, બ્લોક અને જિલ્લા જાહેર આરોગ્ય એકમો અને પ્રયોગશાળાઓ તેમજ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સની સ્થાપના અને તેના અપગ્રેડેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આનાથી વંચિત વિસ્તારોમાં મહિલાઓ માટે સમયસર આરોગ્યસંભાળની સુલભતામાં સુધારો થાય છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) દેશભરમાં એકીકૃત ડિજિટલ હેલ્થકેર ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે.તે દર્દીઓને આભા (ABHA) એકાઉન્ટ્સ દ્વારા ડિજિટલ રીતે તબીબી રેકોર્ડ્સ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા અને મેળવવા (એક્સેસ કરવા) સક્ષમ બનાવે છે.તે દર્દીઓને દૂરના સ્થળોએ રહેલા તબીબી નિષ્ણાતો સાથે જોડીને ટેલી-કન્સલ્ટેશનની સુવિધા પૂરી પાડે છે. દેશભરમાં 95 કરોડથી વધુ સ્વાસ્થ્ય રેકોર્ડ્સને ડિજિટલ રીતે જોડવામાં આવ્યા છે.આ ખાતાઓમાં મહિલાઓનો હિસ્સો 49.75% છે.ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ ખાસ કરીને પોર્ટેબિલિટી અને સ્વાસ્થ્ય રેકોર્ડ્સની સરળ સુલભતા દ્વારા મહિલાઓને વિશેષ લાભ પહોંચાડે છે.

સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0

પ્રારંભિક પોષણ અને સંભાળ માતા અને બાળકો બંને માટે લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને શીખવાના પરિણામોને આકાર આપે છે. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 આ સપોર્ટ સિસ્ટમને મજબૂત બનાવે છે. તે સંકલિત પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળપણની સંભાળ સેવાઓ પૂરી પાડે છે. આ સેવાઓ 0 થી 6 વર્ષના બાળકો માટે છે. તે કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ છે.

આ કાર્યક્રમો આંગણવાડી કેન્દ્રો દ્વારા પૂરક પોષણ, પૂર્વ-શાળા શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે.પાયાના સ્તરે સેવા વિતરણને સુદ્રઢ કરવા માટે, માળખાગત સુવિધાઓ અને અગ્રિમ હરોળના કાર્યકરોમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે.

મુખ્ય દરમિયાનગીરીઓમાં સમાવેશ થાય છે:

  • 1.03 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડીઓ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેમાં બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓડિયો-વિઝ્યુઅલ સાધનો અને સ્માર્ટ લર્નિંગ ટૂલ્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
  • 10.58 લાખ આંગણવાડી કાર્યકરોને પોષણ અને પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ECCE)માં તાલીમ આપવામાં આવી
  • માતૃ પોષણ, શિશુ આહાર તેમજ અતિ ગંભીર કુપોષણ (SAM) અને મધ્યમ ગંભીર કુપોષણ (MAM) ની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • આહાર વૈવિધ્ય, પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને સૂક્ષ્મ પોષકતત્વોને પ્રોત્સાહન આપતા સુધારેલા પોષણના ધોરણો
  • 'પોષણ ભી પઢાઈ ભી', રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુરૂપ રમત-ગમત આધારિત પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપે છે.
  • આંગણવાડી કેન્દ્રોમાં ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ અને ECCE સંસાધનોના ઉપયોગમાં વધારો

મિશન ઇન્દ્રધનુષ

ડિસેમ્બર 2014માં શરૂ કરવામાં આવેલ મિશન ઇન્દ્રધનુષ, ઉચ્ચ જોખમ ધરાવતા જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત અભિયાનો દ્વારા રસી ન લેનાર અને આંશિક રીતે રસીકરણ મેળવનાર વસ્તીને લક્ષિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00921Z3.png

આ કાર્યક્રમ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ નિયમિત રસીકરણની કામગીરીને વધુ સુદ્રઢ બનાવે છે અને અનેક જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.યુ-વિન જેવા ડિજિટલ પ્લેટફોર્મ લાભાર્થીઓ અને રસીકરણની સ્થિતિના રિયલ-ટાઇમ ટ્રેકિંગને સક્ષમ બનાવે છે. 18 માર્ચ, 2026 સુધીમાં, પોર્ટલ પર 11.87 કરોડથી વધુ બાળકો અને 3.96 કરોડ ગર્ભવતી મહિલાઓએ નોંધણી કરાવી છે. રસી દ્વારા અટકાવી શકાય તેવા રોગો સામે 5.46 કરોડ બાળકો અને 1.32 કરોડ સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.વધારામાં, 17 ફેબ્રુઆરી 2026 સુધીમાં 8.73 કરોડ મહિલાઓની ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) માટે તપાસ કરવામાં આવી છે.

નાણાકીય સમાવેશીકરણ અને આર્થિક સશક્તિકરણ

છેલ્લા 12 વર્ષોમાં, સરકારે મહિલાઓના નાણાકીય સમાવેશ અને સશક્તિકરણને આગળ વધારવા પર ભાર મૂક્યો છે, અને એ સ્વીકાર્યું છે કે નાણાકીય સુવિધાઓ મેળવવી એ એક મૂળભૂત અધિકાર છે.વિવિધ આર્થિક પહેલોએ બેંક ખાતા, ધિરાણ, બચત અને ઉદ્યોગસાહસિકતા સહાય સુધી મહિલાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે, જેનાથી લાખો મહિલાઓ ઔપચારિક નાણાકીય પ્રણાલીમાં જોડાઈ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજનાએ દીકરીના ભવિષ્ય માટેની બચતને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવી છે. સરકારે આ યોજના વર્ષ 2015માં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ શરૂ કરી હતી. પરિવારો 10 વર્ષ સુધીની વયની બાળકીઓ માટે પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં ખાતા ખોલાવી શકે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010EA0V.jpg

થાપણો ₹250 થી શરૂ થાય છે અને તે વાર્ષિક 8.2% વ્યાજ મેળવે છે, જેમાં કલમ 80C હેઠળ કરમુક્ત વળતર મળે છે. ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આંશિક ઉપાડની પણ છૂટ છે.

વર્ષો દરમિયાન, આ યોજનામાં ખાતાઓ અને થાપણો બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.આ ઔપચારિક બચત માધ્યમો દ્વારા દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે વધી રહેલા નાણાકીય આયોજનને પ્રતિબિંબિત કરે છે.

ડે-એનઆરએલએમ (સ્વ-સહાય જૂથો-એસએચજી ઇકોસિસ્ટમ)

ગ્રામીણ વિસ્તારોમાં, મહિલાઓ ઘણીવાર ઔપચારિક ધિરાણ, બજારો અને નાણાકીય નિર્ણય લેવાની પ્રક્રિયાથી વંચિત રહેતી હતી.સ્વ-સહાય જૂથોએ (SHGs) સામૂહિક બચત, ધિરાણની સુલભતા અને પરસ્પર સહયોગ દ્વારા આ સમસ્યાના નિરાકરણમાં મદદ કરી.

છેલ્લા એક દાયકા દરમિયાન, દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ આ મોડલને મહિલા સંચાલિત આર્થિક સહભાગિતા માટેના રાષ્ટ્રવ્યાપી મંચ તરીકે વિસ્તાર્યું છે. આ કાર્યક્રમ હવે દેશભરના 7,627 બ્લોક્સને આવરી લે છે અને તેણે 1.51 કરોડ સામુદાયિક કેડર સભ્યો તૈયાર કર્યા છે.

DAY-NRLM ના આ વિસ્તરણની સાથે સાથે નાણાકીય સર્વસમાવેશકતામાં પણ વૃદ્ધિ થઈ છે.સ્વ-સહાય જૂથો (SHGs) એ બેંક ધિરાણ તરીકે ₹12.18 લાખ કરોડથી વધુની રકમ મેળવી છે. 50548થી વધુ પ્રશિક્ષિત બેંક સખીઓ મહિલાઓને બેંકિંગ સેવાઓ, નાણાકીય વ્યવહારો અને લોન મેળવવામાં સહાય પૂરી પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011PN4D.jpg

કૃષિ સખીઓ અને પશુ સખીઓ જેવા સામુદાયિક સંસાધન વ્યક્તિઓ દ્વારા આજીવિકા સહાયનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે, જેઓ ખેતી અને પશુપાલન પ્રવૃત્તિઓમાં સહયોગ કરે છે.આ સાથે જ, સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ (SVEP) હેઠળ 5.88 લાખથી વધુ સાહસોને સહાય પૂરી પાડવામાં આવી છે.આનાથી મહિલાઓને વધુ ટકાઉ આવક પેદા કરતી પ્રવૃત્તિઓ તરફ આગળ વધવામાં મદદ મળી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image01249Z0.png

લખપતિ દીદી યોજના

છેલ્લા દાયકામાં, મહિલા સંચાલિત સ્વ-સહાય જૂથો (SHGs) ગ્રામીણ આર્થિક ભાગીદારી માટે એક મુખ્ય શક્તિ બનીને ઉભરી આવ્યા છે.લખપતિ દીદી પહેલ, મહિલાઓને ઓછામાં ઓછી ₹1 લાખની ટકાઉ વાર્ષિક આવક પ્રાપ્ત કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ બાબતને આગળ ધપાવતા, આ પહેલ હવે 34 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, 757 જિલ્લાઓ, 7,193 બ્લોક્સ, 2.56 લાખ પંચાયતો અને 5.94 લાખ ગામડાઓને આવરી લે છે. આ વ્યાપક હાજરીને 93.85 લાખ SHGs (સ્વ-સહાય જૂથો) અને તેના 10.07 કરોડ સભ્યોના મજબૂત નેટવર્ક દ્વારા ટેકો મળે છે. સરકારે 6 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આ જૂથોએ બચત, ધિરાણ, આજીવિકા અને સામુદાયિક સહાય સુધીની પહોંચનો વિસ્તાર કર્યો છે, જેનાથી મહિલાઓ સ્થાનિક અર્થતંત્ર અને ઘરગથ્થુ નિર્ણયો લેવામાં વધુ સક્રિયપણે સહભાગી બનવા સક્ષમ બની છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013G7YV.jpg

પ્રધાનમંત્રી જન ધન યોજના

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014ZVFH.jpg

બેંક ખાતાની સુવિધા હંમેશા સુનિશ્ચિત નહોતી, ખાસ કરીને મહિલાઓ માટે.બચત અવારનવાર રોકડમાં, ઔપચારિક પ્રણાલીઓની બહાર રાખવામાં આવતી હતી અને પાયાની નાણાકીય સેવાઓ પહોંચની બહાર રહેતી હતી.પ્રધાનમંત્રી જન ધન યોજનાએ બેન્કિંગ સેવાઓને સરળ, સુલભ અને સાર્વત્રિક બનાવીને આ સ્થિતિમાં પરિવર્તન લાવ્યું છે.

વર્ષ 2014માં શરૂ કરવામાં આવેલી આ યોજના શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતા ખોલવા અને પરિવારોને ઔપચારિક બેંકિંગ સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.સમયાંતરે, તે નાણાકીય સર્વસમાવેશકતાનો પાયો બની ગયું છે, જે બચત, ધિરાણ, વીમો અને સીધા લાભ હસ્તાંતરણ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) સુધીની પહોંચને સક્ષમ બનાવે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015KU1D.jpg

ઘણી મહિલા ઉદ્યોગસાહસિકો માટે, વ્યવસાય શરૂ કરવા અથવા તેનો વિસ્તાર કરવા માટે ઔપચારિક ધિરાણ મેળવવું ઘણીવાર સૌથી મોટો અવરોધ હતો. 2015 માં શરૂ કરવામાં આવેલ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) આ અંતરને દૂર કરે છે.સૂક્ષ્મ અને નાના સાહસો માટેની જામીનગીરી-મુક્ત લોન દ્વારા, તેને શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ જેવી શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે.આ વર્ગીકરણ સાહસોના વિકાસના વિવિધ તબક્કાઓ અને નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે.

મંજૂર કરવામાં આવેલી કુલ લોન વર્ષ 2015-16માં 3.49 કરોડ હતી જે વધીને માર્ચ 2026 સુધીમાં 57.79 કરોડ થઈ છે.મંજૂર કરવામાં આવેલી કુલ રકમ વર્ષ 2015-16માં ₹1.37 લાખ કરોડ હતી, જે વધીને માર્ચ 2026 સુધીમાં ₹40.07 લાખ કરોડ થઈ છે.

વર્ષો દરમિયાન, આ યોજના મહિલા સંચાલિત ઉદ્યોગસાહસિકતાના મુખ્ય પ્રેરક બળ તરીકે ઉભરી આવી છે.

પ્રધાનમંત્રી પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (સ્વનિધિ) યોજના

શહેરી વિસ્તારની અનેક મહિલા શેરી વિક્રેતાઓ માટે, મહામારીએ તેમની આવકમાં વિક્ષેપ પાડ્યો અને તેમના નાના વ્યવસાયોને જોખમમાં મૂક્યા હતા.પીએમ સ્વનિધિ યોજના જૂન 2020માં કાર્યકારી મૂડી સહાય દ્વારા તેમને તેમના વ્યવસાયો પુનઃપ્રારંભ કરવામાં અને સ્થિર કરવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.આ યોજના જામીનગીરી મુક્ત કાર્યકારી મૂડી લોન અને ઔપચારિક નાણાકીય પહોંચ દ્વારા શેરી વિક્રેતાઓને સહાય પૂરી પાડે છે.

આ યોજના પ્રથમ તબક્કામાં ₹15,000 સુધીની લોન પૂરી પાડે છે, ત્યારબાદ સમયસર પુનઃચુકવણી કરવા બદલ ₹25,000 અને ₹50,000 ની વધુ લોન માટેની પાત્રતા મળે છે.વિક્રેતાઓને 7% વ્યાજ સબસિડી, ડિજિટલ કેશબેક પ્રોત્સાહન અને UPI-લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ્સ પણ મળે છે.

છેલ્લા છ વર્ષોમાં 1.15 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે, જેનાથી અંદાજે 74.9 લાખ ફેરીયાઓને ફાયદો થયો છે.આ યોજના હેઠળ કુલ લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો 46% છે.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા

એપ્રિલ 2016માં શરૂ કરવામાં આવેલી સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના મહિલાઓને નવા સાહસો સ્થાપવા માટે ઔપચારિક ધિરાણ મેળવવામાં સક્ષમ બનાવે છે.તે વિવિધ ક્ષેત્રોમાં નાની પ્રવૃત્તિઓથી લઈને મોટા, સુવ્યવસ્થિત વ્યવસાયો સુધીના તેમના પરિવર્તનમાં ટેકો પૂરો પાડે છે.મહિલાઓ ₹10 લાખથી ₹1 કરોડ સુધીની લોન મેળવી શકે છે. મોરેટોરિયમ સમયગાળા સહિત, સાત વર્ષ સુધી ચુકવણી કરવાની છૂટ છે.આનાથી સ્વતંત્ર વ્યવસાયો શરૂ કરવાનું અથવા તેનો વ્યાપ વધારવાનું સરળ બને છે.

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા પોર્ટલ મહિલાઓને અરજી માટેનું માર્ગદર્શન, તાલીમ જોડાણો અને મેન્ટરશિપ દ્વારા પણ સહાય પૂરી પાડે છે.આ યોજના હેઠળ મહિલા સંચાલિત સાહસોના નિર્માણના વ્યાપમાં સતત વધારો થયો છે.આ યોજના માર્ચ 2025 સુધી કાર્યરત રહી હતી, જે સમય સુધીમાં તેણે 2.05 લાખથી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને સહાય પૂરી પાડી હતી.આ સમયગાળા દરમિયાન, મહિલા ખાતાધારકોની સંખ્યા 2018માં ૫૫ હજારથી વધુ હતી જે વધીને 2024માં 1.9૦ લાખ થઈ છે. જ્યારે, મંજૂર કરવામાં આવેલી રકમ ₹12 કરોડથી વધુથી વધીને લગભગ ₹44 કરોડ સુધી પહોંચી ગઈ છે.

નમો ડ્રોન દીદી યોજના

નમો ડ્રોન દીદી યોજના દ્વારા હવે મહિલાઓ આધુનિક કૃષિ ટેકનોલોજીના ઉપયોગમાં નેતૃત્વ કરી રહી છે.નવેમ્બર 2023માં શરૂ કરવામાં આવેલી આ યોજના, સ્વ-સહાય જૂથો (SHGs) ની મહિલાઓના હાથમાં સીધા જ અદ્યતન સાધનો પૂરા પાડે છે.

મહિલાઓને ખાતર અને જંતુનાશકોના છંટકાવ જેવી પ્રવૃત્તિઓ માટે ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.આનાથી ખેતીકામમાં કાર્યક્ષમતા વધવા સાથે આવકનો નવો સ્ત્રોત પણ ઊભો થાય છે.

સરકારે વર્ષ 2023-24 થી 2025-26 ના સમયગાળા માટે ₹1,261 કરોડના ખર્ચ સાથે આ યોજનાને મંજૂરી આપી છે.તેનો ઉદ્દેશ્ય મહિલા સ્વ-સહાય જૂથોને 15,000 ડ્રોન પૂરા પાડવાનો છે, જેનો હેતુ મહિલા સંચાલિત કૃષિ-સેવા પ્રદાતાઓનું એક નેટવર્ક ઊભું કરવાનો છે. 2023-24 માં સ્વ-સહાય જૂથોની ડ્રોન દીદીઓને 1094 ડ્રોન વિતરિત કરવામાં આવ્યા હતા.પસંદગી પામેલી તમામ મહિલાઓને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા માન્યતા પ્રાપ્ત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન્સ ખાતે તાલીમ આપવામાં આવી છે.આ કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકામાં એક મોટું પરિવર્તન સૂચવે છે.

વુમનિયા (GeM)

મહિલા ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને સ્વ-સહાય જૂથો (SHGs) અથવા નાના સાહસો ચલાવતી મહિલાઓ માટે બજારની ઉપલબ્ધતા ઘણીવાર મર્યાદિત રહી છે.વુમનિયા પહેલ મહિલાઓને ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા સીધી સરકારી ખરીદી પ્રક્રિયા સાથે જોડીને આ સમસ્યાનું નિરાકરણ લાવે છે.

2019માં શરૂ કરવામાં આવેલી આ પહેલ મહિલાઓ માટે તેમના હસ્તકલા, હેન્ડલૂમ અને હોમ ડેકોર જેવી ઉત્પાદન સામગ્રીની યાદી બનાવવા અને વેચાણ કરવા માટે એક સમર્પિત ડિજિટલ ઇન્ટરફેસ પૂરું પાડે છે.આ ચીજવસ્તુઓ પછી ભારતમાં ગમે ત્યાંથી કેન્દ્રીય મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના એકમો (PSUs) દ્વારા સીધી રીતે ખરીદી શકાય છે.તે મધ્યસ્થીઓને દૂર કરે છે અને ઔપચારિક બજારોમાં સીધી ભાગીદારી સક્ષમ બનાવે છે.

સહભાગિતા અને વિસ્તરણનો વ્યાપ આ યોજનાની મજબૂત સ્વીકૃતિ દર્શાવે છે:

  • GeM પર 2.1 લાખથી વધુ મહિલા સંચાલિત સાહસોની નોંધણી થઈ
  • નાણાકીય વર્ષ 2025-26માં અંદાજે 13.7 લાખ ઓર્ડર પ્રાપ્ત થયા.
  • નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મહિલા સંચાલિત સાહસોને 27.60% ની વૃદ્ધિ સાથે ₹ 28000 કરોડથી વધુના મૂલ્યના કોન્ટ્રાક્ટ એનાયત કરવામાં આવ્યા છે.

વુમનિયા એક મજબૂત ઇકોસિસ્ટમ તરીકે વિકસિત થયું છે, જેણે GeM ના કુલ ઓર્ડર મૂલ્યના 5.6% હિસ્સો હાંસલ કરીને નિર્ધારિત 3% પ્રાપ્તિ લક્ષ્યાંકને વટાવી દીધો છે.

સ્વ-સહાય ઉદ્યોગસાહસિક માર્ટ (શી-માર્ટ)

ધિરાણ અને કૌશલ્ય ઉપલબ્ધ હોવા છતાં, ગ્રામીણ ક્ષેત્રની ઘણી મહિલાઓને હજુ પણ તેમના ઉત્પાદનોના વેચાણમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય બજેટ2026-27માં જાહેર કરવામાં આવેલી ‘SHE-માર્ટ્સયોજના, સ્વ-સહાય જૂથ ઇકોસિસ્ટમ હેઠળ મહિલાઓ માટે સમર્પિત રિટેલ જગ્યાઓનું નિર્માણ કરીને આ બાબતનું નિરાકરણ લાવે છે.

આ આઉટલેટ્સનું આયોજન સમુદાયની માલિકીના કેન્દ્રો તરીકે કરવામાં આવ્યું છે જેનું સંચાલન સખી મંડળ (SHG) ફેડરેશન દ્વારા કરવામાં આવશે.તે મહિલાઓને ગ્રાહકોને સીધું વેચાણ કરવા સક્ષમ બનાવે છે, તેમના ઉત્પાદનોની પહોંચમાં સુધારો કરે છે અને મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટાડે છે.

સરકારે આ પહેલ દ્વારા 1 કરોડ મહિલાઓને લાભાન્વિત કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે.આ પહેલ મહિલાઓને આજીવિકાની નાની પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળીને ટકાઉ વ્યવસાયિક સાહસોની માલિકી પ્રાપ્ત કરવા અને તેનું સંચાલન કરવા માટે સક્ષમ બનાવે છે.

સલામતી, સુરક્ષા, ગરિમા અને જીવનધોરણ

2014 થી, સરકારે સુરક્ષા અને ગૌરવને રોજિંદા જીવનની ગુણવત્તા સાથે જોડીને મહિલા સશક્તિકરણ માટે વધુ વ્યાપક અભિગમ અપનાવ્યો છે.આવાસ, સ્વચ્છતા, શુદ્ધ પાણી અને અન્ય આવશ્યક સેવાઓ સુધીની પહોંચનો વિસ્તાર કરવાની સાથે સાથે સંસ્થાકીય સહાયને મજબૂત કરવા પર પ્રયાસો કેન્દ્રિત કરવામાં આવ્યા છે.

આ હસ્તક્ષેપોએ સલામતીમાં સુધારો કર્યો છે, રોજબરોજની મુશ્કેલીઓમાં ઘટાડો કર્યો છે અને ખાસ કરીને સંવેદનશીલ અને વંચિત સમુદાયોની મહિલાઓ માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું છે.

મિશન શક્તિ: એક સંલગ્ન માળખું

એપ્રિલ 2022 થી અમલમાં મૂકવામાં આવેલ મિશન શક્તિ, દેશભરમાં મહિલાઓની સુરક્ષા, રક્ષણ અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટેની પ્રણાલીઓને મજબૂત બનાવી રહ્યું છે.તે તેના બે મુખ્ય ઘટકો - સંબલ (સુરક્ષા) અને સામર્થ્ય (સશક્તિકરણ) દ્વારા તાત્કાલિક સહાય અને લાંબા ગાળાના ક્ષમતા નિર્માણનું સંયોજન કરે છે.સંબલ અંતર્ગત મુખ્ય ઘટકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • વન સ્ટોપ સેન્ટર્સ (ઓએસસી)
  • મહિલા હેલ્પલાઇન (181)
  • નારી અદાલત

'સામર્થ્ય' અંતર્ગત આવતા કેટલાક મુખ્ય ઘટકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • શક્તિ સદન
  • સખી નિવાસ
  • રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના (પાલના)
  • સંકલ્પ (SANKALP): પાલન-પોષણ અને જ્ઞાન આધારિત પ્રગતિ, અંતિમ વ્યક્તિ સુધી સેવાની પહોંચ અને મહિલાઓની ક્ષમતા સાકાર કરવા માટે સહાયક કાર્યવાહી: HEW (મહિલા સશક્તિકરણ કેન્દ્ર)

ફ્રન્ટલાઈન સપોર્ટ મજબૂત બનાવવો:

  • દેશભરમાં 973 વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે
  • આ કેન્દ્રો દ્વારા 14.49 લાખથી વધુ મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવી છે.
  • મહિલા હેલ્પલાઈન (181) દ્વારા 24×7 સહાય પૂરી પાડીને 3 કરોડથી વધુ મહિલાઓને સહયોગ આપવામાં આવ્યો છે.
  • ઝડપી પ્રતિસાદ માટે ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (112) સાથે સંકલિત

ન્યાય અને પોલીસ વ્યવસ્થા સુધીની પહોંચમાં સુધારો:

  • ભારતના પોલીસ સ્ટેશનોમાં 15,000 થી વધુ મહિલા હેલ્પ ડેસ્ક કાર્યરત છે, જે મહિલાઓ માટે સુલભતા અને વિશ્વાસમાં વધારો કરે છે.
  • ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ (112) ત્વરિત અને ટેકનોલોજી-સજ્જ સહાય સુનિશ્ચિત કરે છે.

સામુદાયિક અને ડિજિટલ હસ્તક્ષેપ:

  • મધ્યસ્થતા દ્વારા સ્થાનિક વિવાદોના નિવારણ માટે ગ્રામ પંચાયત સ્તરે નારી અદાલતો
  • શી-બોક્સ (SHe-Box) પોર્ટલ કાર્યસ્થળે થતી સતામણી અંગે ઓનલાઇન ફરિયાદ કરવાની સુવિધા પૂરી પાડે છે
  • ડિજિટલ પ્લેટફોર્મ્સ ફરિયાદ નિવારણને વધુ ઝડપી અને સુલભ બનાવી રહ્યા છે

આ તમામ હસ્તક્ષેપો સામૂહિક રીતે એક પ્રતિભાવશીલ સહાય પ્રણાલીનું નિર્માણ કરી રહ્યા છે, જે સમયસર સહાય, સંસ્થાઓમાં વધુ વિશ્વાસ અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

સ્વચ્છ ભારત મિશન (એસબીએમ)

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image016R4H0.jpg

સ્વચ્છ ભારત મિશન (SBM) એ સુરક્ષિત સ્વચ્છતા સુવિધાઓની પહોંચમાં મોટું પરિવર્તન લાવ્યું છે, જેનાથી મહિલાઓના આરોગ્ય, સુરક્ષા અને ગરિમામાં નોંધપાત્ર સુધારો થયો છે.ઓક્ટોબર 2014માં શરૂ કરવામાં આવેલ, તે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચ નાબૂદ કરવા અને કચરા વ્યવસ્થાપનને સુદ્રઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મુખ્ય સિદ્ધિઓ:

  • ઓક્ટોબર 2019માં દેશવ્યાપી ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) દરજ્જો સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો.
  • સ્વચ્છ ભારત મિશન (અર્બન) હેઠળ 6.3 લાખથી વધુ સામુદાયિક અને જાહેર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ 2.7  લાખથી વધુ સામુદાયિક શૌચાલય સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું
  • આશરે 16 કરોડ પરિવારોને નળ દ્વારા શુદ્ધ પાણીની સુવિધા મળી છે, જે ગ્રામીણ વિસ્તારોની પ્રત્યેક મહિલા અને દરેક પરિવારના સ્વાસ્થ્ય તેમજ સુખાકારીને સુનિશ્ચિત કરે છે.
  • 12 કરોડથી વધુ વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું
  • 5 લાખથી વધુ ગામડાઓને 'ઓડીએફ પ્લસ (મોડલ)' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ODF પ્લસ ગામને એવા ગામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે પોતાની ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) સ્થિતિ જાળવી રાખે છે, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરે છે અને દૃષ્ટિગોચર રીતે સ્વચ્છ છે.
  • 5.3 લાખથી વધુ ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપનની અને 5.4 લાખ ગામડાઓમાં પ્રવાહી કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો ઉદ્દેશ્ય પાત્રતા ધરાવતા ગ્રામીણ અને શહેરી પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પાકાં મકાનો પૂરાં પાડીને "સૌને માટે આવાસ"નું લક્ષ્ય હાંસલ કરવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) શરૂ કરવામાં આવી હતી.

PMAY-ગ્રામીણ હેઠળ, માર્ચ 2026 સુધીમાં, 4.15 કરોડ ઘરો ફાળવવામાં આવ્યા છે, 3.90 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને 2.99 કરોડ ઘરો પૂર્ણ થયા છે, જેને ₹4.03 લાખ કરોડથી વધુની આર્થિક સહાય દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

મુખ્ય સિદ્ધિઓ:

  • PMAY-U 2.0 અંતર્ગત 96% ઘરો મહિલાઓને ફાળવવામાં આવ્યા
  • મંજૂર કરવામાં આવેલા કુલ ઘરો – 125.31 લાખ
  • કુલ નિર્માણ કાર્ય શરૂ થયેલ ઘરો – 119.35 લાખ
  • કુલ પૂર્ણ થયેલા આવાસો – 98.10 લાખ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)

મે 2016માં શરૂ કરવામાં આવેલી આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓને ડિપોઝિટ-મુક્ત એલપીજી કનેક્શન પ્રદાન કરે છે, જે સ્વચ્છ રસોઈ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.તેનો ઉદ્દેશ્ય ઘરની અંદરના વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવાનો અને મહિલાઓના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જીવનની એકંદર ગુણવત્તામાં સુધારો કરવાનો છે.છેલ્લા એક દાયકામાં, આ યોજનાએ દેશભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે.આ યોજના આર્થિક રીતે નબળા પરિવારોમાં એલપીજીનો સતત વપરાશ સુનિશ્ચિત કરવા માટે રિફિલ સહાય અને લક્ષિત સબસિડી પણ પૂરી પાડે છે.

· PMUY હેઠળ આપવામાં આવેલા કુલ એલપીજી જોડાણો (14 મે 2026 સુધીની સ્થિતિએ): 10.55 કરોડ

  • PMUY હેઠળ વધારાના 25 લાખ LPG કનેક્શનના લક્ષ્યાંકના ભાગરૂપે, 4 મે 2026 સુધીમાં 22.42 લાખ કનેક્શન્સ જારી કરવામાં આવ્યા હતા.

જલ જીવન મિશન (જેજેએમ)

ઓગસ્ટ 2019 માં શરૂ કરવામાં આવેલા જલ જીવન મિશને, કાર્યાન્વિત ઘરેલુ નળ જોડાણો (હર ઘર જલ) સુનિશ્ચિત કરીને મહિલાઓના રોજિંદા જીવનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.ઐતિહાસિક રીતે, પાણી એકત્રિત કરવાની જવાબદારી મહિલાઓ અને કિશોરીઓએ ઉઠાવી છે, જેમાં તેઓ ઘણીવાર લાંબું અંતર કાપે છે અને આ કાર્ય માટે દરરોજ અનેક કલાકો ફાળવે છે.

લગભગ 15.84 કરોડ પરિવારોને નળ દ્વારા શુદ્ધ પાણી મળ્યું છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં દરેક મહિલા અને દરેક પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો થયો છે.જેજેએમ (JJM) એ આ શારીરિક શ્રમમાં ઘટાડો કર્યો છે, જેનાથી મહિલાઓ શિક્ષણ, આવક પેદા કરતી પ્રવૃત્તિઓ અને દેખભાળ માટે સમય ફાળવવા સક્ષમ બની છે.ગ્રામીણ વિસ્તારોમાં 100% નળ જોડાણ હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે.

લાંબી પદયાત્રાથી સ્થાયી પરિવર્તન સુધી: નળ દ્વારા મળતા પાણી થકી ગૌરવપૂર્ણ જીવન તરફ લક્ષ્મી મુર્મુની સફર

પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારના લક્ષ્મી મુર્મૂની સફળતાની ગાથા, મહિલાઓના જીવન પર આ મિશનની પરિવર્તનકારી અસરને સ્પષ્ટપણે દર્શાવે છે.અગાઉ, લક્ષ્મીને પાણી ભરવા માટે દરરોજ લાંબો અંતર કાપવો પડતો હતો.આ એક શારીરિક રીતે અત્યંત શ્રમદાયક અને સમય માંગી લેતું કાર્ય હતું, જેણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી હતી અને આવક પેદા કરતી પ્રવૃત્તિઓમાં જોડાવાની તેમની ક્ષમતાને મર્યાદિત કરી દીધી હતી.મિશન હેઠળ કાર્યાન્વિત ઘરેલુ નળ જોડાણ (એફએચટીસી) ની સુવિધા સાથે, હવે તેમના પરિવારને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થયું છે.તેણે તેના દૈનિક શ્રમમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, તેના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો કર્યો છે અને ઉત્પાદક કાર્ય માટે સમય ફાળવ્યો છે.આ હસ્તક્ષેપે એ પ્રદર્શિત કર્યું છે કે પાણી જેવી પાયાની સેવાઓની સુલભતા કઈ રીતે અર્થપૂર્ણ સામાજિક અને આર્થિક સશક્તિકરણ તરફ દોરી જઈ શકે છે.

સહભાગીદારી, પ્રતિનિધિત્વ અને નિર્ણય લેવાની પ્રક્રિયા

છેલ્લા એક દાયકામાં, શાસન અને જાહેર જીવનમાં મહિલાઓની સહભાગીદારી સતત વધી છે.આ પરિવર્તન માત્ર મતદાનની પદ્ધતિઓમાં જ નહીં, પરંતુ વિવિધ સંસ્થાઓમાં નેતૃત્વ, પ્રતિનિધિત્વ અને નિર્ણય લેવાની ભૂમિકાઓમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું.

વર્ષ 2024માં નોંધાયેલા 47 કરોડથી વધુ મતદારોમાં મહિલાઓનું પ્રમાણ 48.62% હતું. તેમની મતદાનની ટકાવારી 65.78% રહી હતી, જે પુરુષો કરતા થોડી વધારે હતી.ચૂંટણીના ઉમેદવારો તરીકે મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થયો છે, જે 2024માં વધીને લગભગ 10% સુધી પહોંચી ગઈ છે.

સમય જતાં ધારાસભાઓમાં મહિલાઓની ઉપસ્થિતિ વધુ સ્પષ્ટ બની છે.વર્ષ 2024માં, લોકસભામાં 75 મહિલાઓ ચૂંટાઈ આવી હતી. રાજ્યસભાના સભ્યોમાં મહિલાઓનો હિસ્સો પણ લગભગ 17% જેટલો હતો.

સૌથી મોટું અને દેખીતું પરિવર્તન પાયાના સ્તરે જોવા મળ્યું છે.આજે, 14.5 લાખથી વધુ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે સેવા આપી રહી છે, જે કુલ સંખ્યાના લગભગ 46% જેટલી છે.તેમના નેતૃત્વએ પીવાનું પાણી, સ્વચ્છતા, પોષણ, શાળાઓ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે.

નારી શક્તિ વંદન અધિનિયમ, 2023 એ વધુ એક મહત્વપૂર્ણ પગલું અંકિત કર્યું.આ અધિનિયમે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરી છે.આનાથી વિધાનમંડળોમાં મહિલાઓના પ્રતિનિધિત્વ માટે એક વધુ મજબૂત માળખું તૈયાર થયું છે.

સરકારે રાષ્ટ્રીય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધે તે પણ સુનિશ્ચિત કર્યું છે.વર્ષ 2025માં, નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી 17 મહિલા કેડેટ્સની પ્રથમ બેચ સ્નાતક થઈ હતી, જે સશસ્ત્ર દળોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.વર્ષ 2022માં મહિલાઓના એનડીએ (NDA)માં પ્રવેશ સાથે શરૂ થયેલા મોટા ફેરફારના પાયા પર તેમનો આ પ્રવેશ આધારિત હતો.વર્ષ 2026ની શરૂઆત સુધીમાં, કુલ 158 મહિલા કેડેટ્સ આ એકેડમીમાં જોડાઈ હતી.

સાથે મળીને, આ ફેરફારો વ્યાપક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.મહિલાઓ સહભાગીદારીથી આગળ વધીને પ્રતિનિધિત્વ અને નેતૃત્વ સુધી પહોંચી છે, જેનાથી શાસન વધુ સર્વસમાવેશક બન્યું છે અને રોજબરોજની વાસ્તવિકતાઓનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે.

વિકસિત ભારતના પાયા તરીકે નારી શક્તિ

છેલ્લા 12 વર્ષો દરમિયાન, મહિલા સશક્તિકરણ પર સરકારના સતત ધ્યાને સામાજિક કલ્યાણને નવું સ્વરૂપ આપ્યું છે - જે હવે એક મૂળભૂત સુરક્ષા કવચમાંથી નેતૃત્વ, ગરિમા અને તકોને પ્રોત્સાહન આપતા મંચમાં પરિવર્તિત થયું છે.

ભારત જ્યારે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ યાત્રામાં મહિલાઓની ભૂમિકા ઉત્તરોત્તર કેન્દ્રસ્થાને બની રહી છે.વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ કામદારો, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, નવપ્રવર્તકો અને નેતાઓ તરીકે પોતાનું યોગદાન આપી રહી છે.તેમની ભાગીદારી સ્થાનિક અર્થતંત્રોને સુદ્રઢ બનાવી રહી છે, ઘરગથ્થુ સક્ષમતામાં સુધારો કરી રહી છે અને સામુદાયિક નિર્ણયોને પ્રભાવિત કરી રહી છે.

સરકારે સુનિશ્ચિત કર્યું છે કે મહિલાઓને શિક્ષણ, આવક અને નિર્ણય લેવાની પ્રક્રિયા સુલભ બને, જેની સકારાત્મક અસર તેમના પરિવારો, સમુદાયો અને ભાવિ પેઢીઓ સુધી વિસ્તરી રહી છે.

ઉદ્યોગસાહસિકતાથી લઈને પાયાના સ્તરના શાસન સુધી, ઘરથી લઈને ઓફિસના બોર્ડરૂમ સુધી, નારી શક્તિ વધુ સામર્થ્ય, સ્વતંત્રતા અને અડગ હેતુ સાથે આગળ વધી રહી છે.વિકસિત ભારત માત્ર આ દેશની મહિલાઓની સેવા જ નહીં કરે, પરંતુ તેનું નેતૃત્વ પણ તેમના દ્વારા જ કરવામાં આવશે.

સંદર્ભો

Press Information Bureau

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1999713®=3&lang=2#:~:text=The%20Female%20enrolment%20has%20increased,32%25)%20in%202014%2D15

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2161543&utm_®=3&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=2091737&utm_®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235796®=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2245228®=1&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157709&ModuleId=3®=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154880&ModuleId=3®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2216748®=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235818®=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146870®=3&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155102&ModuleId=3®=3&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158056&ModuleId=3®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249915®=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206995®=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2119045®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244648®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215001®=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=158114&NoteId=158114&ModuleId=3®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2005189®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2198559®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236551®=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2094929®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239637

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2113800®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2128024®=3&lang=2

Press Release: Press Information Bureau

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2074713®=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226336

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2245908

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2245904

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/mar/doc202631807601.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247176

Ministry of Women and Child Development

Beti Bachao Beti Padhao (BBBP) | Ministry of Women and Child Development

https://missionshakti.wcd.gov.in/public/documents/whatsnew/BBBP_Operational_Manual.pdf

https://missionshakti.wcd.gov.in/public/documents/whatsnew/BBBP_Operational_Manual.pdf

https://pmmvy.wcd.gov.in/WebsiteContent/assets/pdf/success-story/ss-003.pdf

https://pmmvy.wcd.gov.in/

Ministry of Education

https://www.education.gov.in/en/national-education-policy

https://dashboard.udiseplus.gov.in/

https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/CPIOs.pdf

https://samagra.education.gov.in/kgbv.html

https://dashboard.udiseplus.gov.in/report2025/static/media/UDISE+2024_25_Booklet_nep.ea09e672a163f92d9cfe.pdf

https://dashboard.udiseplus.gov.in/report2025/static/media/UDISE+2022_23_Booklet_nep.897ad1d762ba546d666b.pdf

Lok Sabha Questions

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS436_KnRltD.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU5006_t85YVC.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS322_pXcJiB.pdf?source=pqals

https://sansad.in/getFile/annex/268/AU2676_k3eJh9.pdf?source=pqars

https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU1136_kCnH0M.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU5006_t85YVC.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS322_pXcJiB.pdf?source=pqals

Ministry of Rural Development

https://nrlm.gov.in/outerReportAction.do?methodName=showIndex#gsc.tab=0

https://lakhpatididi.gov.in/lakhpati-didi-impact/

Ministry of Finance

https://www.pmjdy.gov.in/account

https://www.pmjdy.gov.in/files/progress/phase1.pdf

https://www.indiabudget.gov.in/doc/Budget_Speech.pdf

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/eschapter/echap11.pdf

Others

https://mospi.gov.in/sites/default/files/reports_and_publication/statistical_publication/Women_Men/mw24/SuccessStories.pdf

https://vigyanjyoti.dst.gov.in/

https://pmsvanidhi.mohua.gov.in/

https://pmsvanidhi.mohua.gov.in/Home/PMSDashboard

https://namodronedidi.da.gov.in/

https://she-mart.in/

https://sbmurban.org/

https://dashboard.abdm.gov.in/abdm/

https://dashboard.nha.gov.in/public/

Click here to see in PDF

PIB Research

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2268111) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Tamil