પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

માંગમાં અસાધારણ વધારા વચ્ચે પણ જાહેર ક્ષેત્રની ઓએમસી (OMCs) કંપનીઓ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સતત ચાલુ રખાયો

પોસ્ટેડ ઓન: 30 MAY 2026 5:20PM by PIB Ahmedabad

સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાતે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) — ઇન્ડિયનઓઇલ, બીપીસીએલ (BPCL) અને એચપીસીએલ (HPCL) — રાજ્ય અને દેશના કેટલાક પ્રદેશોમાં ઇંધણની માંગમાં થયેલા વધારા વચ્ચે પેટ્રોલ (MS), ડીઝલ (HSD) અને એલપીજી (LPG) ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં કામગીરી અને લોજિસ્ટિક્સ સંકલન ચાલુ રાખી રહી છે.

તાજેતરના દિવસોમાં, ઓએમસી કંપનીઓએ પેટ્રોલિયમ પેદાશોના ઉપાડમાં નોંધપાત્ર વધારો જોયો છે જે નીચે આપેલા કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે.

રાજ્ય

જિલ્લો

પેટ્રોલ – રિટેલ (1 થી 29 મે)

   

HSD (ડીઝલ) – રિટેલ (1 થી 29 મે)

   
   

વોલ્યુમ (KL માં)

 

ગ્રોથ % (ગયા વર્ષ કરતા)

વોલ્યુમ (KL માં)

 

ગ્રોથ % (ગયા વર્ષ કરતા)

   

CY (ચાલુ વર્ષ)

LY (ગયું વર્ષ)

 

CY (ચાલુ વર્ષ)

LY (ગયું વર્ષ)

 

ગુજરાત

AHMEDABAD

50808

42978

18.22

64379

45865

40.37

 

AMRELI

4709

3655

28.85

13328

10002

33.26

 

ANAND

7829

6133

27.66

12279

8391

46.34

 

ARVALLI

3952

3050

29.58

10417

7582

37.39

 

BANAS KANTHA

8685

7146

21.53

36991

22068

67.62

 

BHARUCH

7526

6312

19.24

27659

23713

16.64

 

BHAVNAGAR

8187

6218

31.67

17994

12112

48.57

 

BOTAD

2199

1736

26.64

5460

3242

68.40

 

CHHOTAUDEPUR

3997

3385

18.10

7520

5672

32.59

 

DAHOD

6546

5748

13.88

9166

7086

29.35

 

DANG

1052

1032

1.87

1008

735

37.14

 

DEVBHUMI DWARKA

3256

2126

53.15

10912

8020

36.06

 

GANDHINAGAR

10438

8620

21.08

16193

12072

34.13

 

GIR SOMNATH

3914

2835

38.06

9012

5369

67.85

 

JAMNAGAR

6045

4498

34.41

17425

12488

39.54

 

JUNAGADH

6449

5032

28.16

13964

8658

61.29

 

KHEDA

6290

5063

24.25

14412

10940

31.74

 

KUTCH

10830

8085

33.96

68529

39618

72.98

 

MAHISAGAR

2480

2000

24.00

3374

2584

30.57

 

MEHSANA

8011

6362

25.93

19735

12923

52.72

 

MORBI

5598

4379

27.84

32294

26033

24.05

 

NARMADA

1999

1664

20.12

2747

2146

28.01

 

NAVSARI

7700

6474

18.93

16327

12968

25.90

 

PANCH MAHALS

6296

5468

15.13

11003

9452

16.41

 

PATAN

3768

2782

35.44

9852

6894

42.91

 

PORBANDAR

2323

1835

26.57

7604

5126

48.33

 

RAJKOT

17759

14163

25.39

35509

23291

52.45

 

SABARKANTHA

5080

4252

19.46

11877

7662

55.01

 

SURAT

32133

24820

29.46

54410

42034

29.44

 

SURENDRANAGAR

5511

4134

33.30

24918

18332

35.93

 

TAPI

4922

4673

5.34

11283

8145

38.52

 

VADODARA

19707

15236

29.35

36952

25284

46.15

 

VALSAD

9869

8543

15.52

18842

17205

9.51

 

કુલ (Total)

285864

230432

24.06

653370

463708

40.90

વધેલી માંગ વિવિધ પરિબળો જેમ કે ગ્રામીણ કૃષિ પટ્ટાઓમાં મોસમી ખેડાણ અને લણણીની પ્રવૃત્તિઓને કારણે છે. ઉપરાંત, પીએસયુ (PSU) સિવાયના અન્ય સપ્લાયર્સ વચ્ચેના ભાવ તફાવતને કારણે, ગ્રાહકો જાહેર ક્ષેત્રના રિટેલ આઉટલેટ્સ તરફ વળ્યા છે અને સંસ્થાકીય/વાણિજ્યિક ગ્રાહકો રિટેલ ઇંધણ આઉટલેટ્સ તરફ સ્થાનાંતરિત થવાને કારણે વધારાની માંગ ઉભી થઈ છે.

જાહેર ક્ષેત્રની ઓએમસી (OMCs) કંપનીઓ તેમના ટર્મિનલ્સ, ડેપો, પાઇપલાઇન્સ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સના વ્યાપક દેશવ્યાપી નેટવર્ક દ્વારા અવિરત પુરવઠો જાળવી રાખે છે. બજારોમાં ઉત્પાદનની સીમલેસ હેરફેર અને સમયસર પુનઃ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સપ્લાય ટીમો, પરિવહન નેટવર્ક, ટર્મિનલ કામગીરી અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ ચોવીસે કલાક કાર્યરત છે. જાહેર ક્ષેત્રની ઓએમસી કંપનીઓ ઇંધણના સીમલેસ પુરવઠા માટે રાજ્ય વહીવટીતંત્ર સાથે ગાઢ સંકલન જાળવી રહી છે.

ઓઇલ ઇન્ડસ્ટ્રી ગ્રાહકોને આશ્વાસન આપવા માંગે છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સરળ અને અવિરત પુરવઠો જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

નાગરિકોને સામાન્ય ખરીદી વ્યવહાર ચાલુ રાખવાની અને ગભરાટમાં આવીને ખરીદી (પેનિક બાઇંગ) કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. ગ્રાહકોને સચોટ માહિતી માટે માત્ર અધિકૃત એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવે છે.

 


(રીલીઝ આઈડી: 2267006) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English