માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ માટે પ્રચાર વ્યૂહરચનાઓ મજબૂત બનાવવા PIB અમદાવાદ ખાતે IMPCC બેઠક આયોજિત કરવામાં આવી
આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળના વિવિધ વિભાગો અને PSUs નાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
સરકારી વિવિધ જનકલ્યાણની યોજનાઓ, નીતિઓના પ્રાચાર-પ્રસાર તેમજ તેના અંગે ગેરમાર્ગે દોરતી માહિતીને સંબોધવા મીડિયા માધ્યમોના સંકલિત પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું
પોસ્ટેડ ઓન:
27 MAY 2026 6:50PM by PIB Ahmedabad
PIB અમદાવાદ ખાતે આયોજિત IMPCC બેઠકમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના પ્રચાર-પ્રસાર માટે સંકલિત મીડિયા પ્રયાસો, ગેરમાર્ગે દોરતી માહિતીને સંબોધવા તેમજ ફ્લેગશિપ સરકારી યોજનાઓ માટે પ્રચાર વ્યૂહરચનાઓને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના વ્યાપક પ્રચાર-પ્રસારને વધુ મજબૂત બનાવવા તેમજ ફેક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતી માહિતીનો અસરકારક રીતે સામનો કરવા માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), અમદાવાદ દ્વારા ઇન્ટર મીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી (IMPCC)ની બેઠક યોજાઈ હતી.
FIBT.jpeg)
આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSUs) તેમજ અન્ય મંત્રાલયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનિદેશક PIB તથા IMPCCના અધ્યક્ષ શ્રી પ્રશાંત પાઠરાબેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSUs) તેમજ રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓ માટે સંચાર અને જનજાગૃતિ વ્યૂહરચનાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓએ પ્રચાર અને જનજાગૃતિ અભિયાન દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી આપી હતી તેમજ તેના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ વિવિધ વિભાગોની પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત વિવિધ મીડિયા માધ્યમોના સંકલિત ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ગેરમાર્ગે દોરતી માહિતીને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે યોગ્ય અને ત્વરિત માહિતીના પ્રસારને સુનિશ્ચિત કરવા સંકલિત મીડિયા અભિગમ અપનાવવાની જરૂરિયાત પણ ઉજાગર કરવામાં આવી હતી.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265994)
મુલાકાતી સંખ્યા : 51