રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ભારત દ્વારા ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક પત્રકારની કથિત ગેરકાયદેસર અટકાયત અને ત્રાસ અંગે સ્વતઃ સંજ્ઞાન (suo motu cognizance) લેવામાં આવ્યું


રાજ્યના DGP ને નોટિસ ફટકારી, બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો

અહેવાલમાં પીડિતના સ્વાસ્થ્યની સ્થિતિ અને તપાસની વિગતો સામેલ કરવાની રહેશે

પોસ્ટેડ ઓન: 08 APR 2026 5:31PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC), ભારત દ્વારા એક મીડિયા અહેવાલનું સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યું છે કે 22 માર્ચ, 2026 ના રોજ, ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક પત્રકારની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. પત્રકારને નિર્વસ્ત્ર કરી, ઊંધા લટકાવીને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો જેના પરિણામે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અહેવાલ અનુસાર, પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફને પીડિતને દાખલ ન કરવા માટે ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે તેની સામે ખોટા ફોજદારી કેસ નોંધવામાં આવશે અને તેનું ઘર તોડી પાડવામાં આવશે.

કમિશને અવલોકન કર્યું છે કે જો મીડિયા અહેવાલની િગતો સાચી હોય, તો તે પીડિતના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉભો કરે છે. તેથી, તેણે પોલીસ મહાનિદેશક (DGP), ગુજરાતને નોટિસ પાઠવી છે અને તપાસની વર્તમાન સ્થિતિ અને પીડિતના સ્વાસ્થ્ય સહિત આ બાબતે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે.

29 માર્ચ, 2026 ના રોજ પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલ અનુસાર, પત્રકાર એક ઓનલાઈન મીડિયા આઉટલેટ ચલાવે છે. અહેવાલમાં પોલીસના ત્રાસને કારણે તેને થયેલી ઈજાઓની વિસ્તૃત વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેને બીજા દિવસે 23 માર્ચ, 2026 ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2250253) મુલાકાતી સંખ્યા : 53
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी